________________
૧૦૯
અવસ્થિત છે તેટલી જ રહે છે? આ પ્રશ્નને પ્રત્યુત્તર આપતાં ભગવાને કહ્યું છે, “ગૌતમ! જીવ ક્યારેય અધિક ઓછા થતા નથી. જીવ સંખ્યાની દૃષ્ટિએ સદા અનંત રહે છે.
જૈન ધર્મ અનંત આત્માઓ માને છે. પ્રત્યેક આત્મા સર્વ કર્મોનો ક્ષય કરી પોતે જ પરમાત્મા બની શકે છે. સર્વ આત્માઓ એકબીજાથી સ્વતંત્ર છે, કોઈ એક અખંડ સત્તાના અંશ રૂપ નથી.
આત્મ પ્રદેશ આત્માના અસંખ્ય પ્રદેશ છે જે સંકોચ અને વિસ્તાર સ્વભાવવાળા છે. આ અસંખ્ય પ્રદેશો સંકોચથી સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્થાનમાં સમાઈ જાય છે. અને વિસ્તારથી ફેલાઈને ચૌદ રાજલેકને ભરી લે છે.
કર્મસહિત આત્મા પોતાના શરીર પ્રમાણ આકાશનું અવગાહન કરે છે. હાથી અને કીડીનો આત્મા સમાન છે. હાથીનો આત્મા વિસ્તારથી હાથીના શરીરમાં વ્યાપ્ત છે અને કીડીનો આત્મા સંકોચાઈને કીડીના શરીરમાં રહ્યો છે. હાથીનો આત્મા જે મૃત્યુ પછી કીડીની યોનિમાં આવે તો કીડી પ્રમાણ સંકોચાઈને રહે. તેને કઈ અંશ બાકી રહેતો નથી. આત્મપ્રદેશે વધતા નથી, ઘટતા નથી. અને કીડી મૃત્યુ પામી જે હાથીની નિમાં આવે તે વિસ્તારથી હાથીના શરીરમાં ફેલાઈને રહે છે. શરીરને કઈ ભાગ આત્મપ્રદેશ વિના ખાલી રહેતો નથી.
દીપકને એક ઘડા નીચે રાખવામાં આવે તે એને પ્રકાશ ઘડામાં સમાઈ જાય છે. એ દીપકને જે કંઈ વિશાળ ઓરડામાં રાખવામાં આવે છે તે પ્રકાશ આખા ઓરડાને પ્રકાશિત કરે
છે અને જે ખુલા આકાશ નીચે રાખવામાં આવે તે તે વધુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com