________________
૧૦૭
પ્રમાતા પ્રત્યક્ષાદિપ્રસિદ્ધ આત્મા! ચિતન્ય સ્વરૂપઃ પરિણામી કર્તા, સાક્ષાદ્ ભકતા સ્વદેહ પરિમાણઃ પ્રતિક્ષેત્રે ભિન્ન : પૌગલિકાદષ્ટ-વાંચાયમ ”
આત્મા પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ છે. તે ચેતન્ય સ્વરૂપ છે, પરિણામી છે, કર્મોનો કર્તા છે, સુખદુઃખને સાક્ષાત્ ભકતા છે, સ્વદેહ પરિમાણ છે, પ્રત્યેક શરીરમાં ભિન્ન છે, પગલિક કર્મોથી યુકત છે.
આ પરિભાષામાં જૈન દર્શનને માન્ય એવું સંસારી આત્માનું પૂર્ણ રૂપ દર્શાવાયું છે.
શ્રી સૂત્ર કૃત્રાંગમાં કહ્યું છે : “અને જીવ, અન્ન શરીર આત્મા અન્ય છે અને શરીર અન્ય છે. અને ખલુ કામગા, અને એ અહમસિ”
શબ્દ, રૂપ, ગંધ વગેરે કામ ભેગ-જડ પદાર્થ અન્ય છે, હું (આત્મા) અન્ય છું.
શ્રી સ્થાનાંગ સૂત્રમાં કહ્યું છેઃ એગે આયા સ્વરૂપ દષ્ટિથી સર્વ આત્માઓ સમાન છે.
શ્રી આચારાંગ સૂત્રમાં કહ્યું છે, “સવે સરા નિયતિ, તક્કા જત્થ ન વિજ્જઈ, મઈ તત્થ ન ગાહિયા
આત્માના વર્ણન માટે સર્વ શબ્દ અધૂરા છે, તને ત્યાં સ્થાન નથી અને બુદ્ધિ એ રીતે તેને ગ્રહણ કરવામાં સમર્થ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com