________________
૧૦૫
જ્ઞાન અને આત્મામાં ગુણગુણીનું તાદાભ્ય છે. જ્ઞાન ગુણ છે, આત્મ ગુણ એટલે દ્રવ્ય છે. ગુણ દ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે, કથંચિત્ અભિન્ન છે.
શ્રી આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે જે આયા સે વિણાયા,
જે વિણાયા સે આયા ! જેણ વિજાણાતિ સે આયા
તે પહુચ્ચ પડિસંખાએ, એ આયાવાદી છે જે આત્મા છે તે વિજ્ઞાતા છે, જે વિજ્ઞાતા છે તે આત્મા છે. જે આ તત્ત્વનોવિકાર કરે છે તે આત્મવાદી છે.
જીવ નિત્ય છે જીવ અનિત્ય છે. શ્રી ભગવતી સૂત્ર શતક ૭માં એક પ્રસંગે પરોપકારી શ્રી મહાવીર પ્રભુ પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નના પ્રત્યુત્તરમાં જીવને કેઈ અપેક્ષાએ અશાશ્વત પણ બતાવે છે. તે પ્રશ્નોત્તર આ પ્રકારે છે.
ભગવન્! જીવ નિત્ય છે કે અનિત્ય “હે ગૌતમ! જીવ નિત્ય છે અને અનિત્ય પણ છે.”
“ભગવન! એ પ્રમાણે કેમ કહેવાય કે જીવ નિત્ય છે અને અનિત્ય પણ છે?”
“ૌતમ! દ્રવ્યની અપેક્ષાએ જીવ નિત્ય છે અને ભાવ ( પર્યાય)ની અપેક્ષાએ જીવ અનિત્ય છે.”
સાધારણ રીતે અહીં સ્પષ્ટ વિરોધાભાસ લાગે છે કે જીવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com