________________
૧૦૦
ચૈતન્ય આત્માના જ ગુણ છે.
જૈન આગમામાં નાસ્તિક દનના ઉલ્લેખ અને તેનુ નિરાકરણ યથા પ્રસંગે કર્યા છે.
શ્રી સૂત્રકૃતાંગના પ્રથમ અધ્યયનમાં અન્ય મતાના ઉલ્લેખ કરતી વખતે નાસ્તિક સંબધી કહ્યું છે, કોઈ લોકો કહે છે કે પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ-આ પાંચ મહાભૂત છે. આ પાંચ મહાભૂતાના યોગથી આત્મા ઉત્પન્ન થાય છે અને તેના વિનાશ કે વિયેાગથી આત્મા પણ નષ્ટ થઈ જાય છે.’
પૂજ્ય શ્રી શીલાંકાચાર્ય આ ગાથાઓની વ્યાખ્યા કરતાં આ માન્યતાનું નિરાકરણ આ પ્રમાણે કરે છે.
“ભૂત સમુદાય સ્વતંત્ર ધર્મ છે; તેમાં ચૈતન્ય ગુણ નથી. પૃથ્વી આદિ ભૂતાના અન્ય પૃથક પૃથક્ ગુણા છે. અન્ય ગુણવાળા પદાર્થોના સમુદાયમાં કાઈ અપૂર્વ ગુણની ઉત્પત્તિ થઈ શકતી નથી, જેમ રુક્ષ રેતીના કણાના સમુદાયમાંથી સ્નિગ્ધ તેલ ઉત્પન્ન થતુ નથી. તે પ્રકારે ચૈતન્ય આત્માના જ ગુણ છે, આ ભૂતાનેા નથી.”
આ વિષય ઉપર પૂ. ચૂર્ણિકારને સામે રાખીને પૂજ્ય શ્રી શીલાંકાચા બીજી યુકિત પણ આપે છે.
“પાંચ ભિન્ન ગુણાવાળાં ભૂતોના સંયોગથી ચેતના ગુણુ ઉત્પન્ન થતા નથી. કારણ કે એ પ્રત્યક્ષ છે કે પાંચે ઈન્દ્રિયા પાત પેાતાના વિષયાનુ જ્ઞાન કરે છે. એક ઇન્દ્રિય જે વિષય જાણે છે તે બીજી ઇન્દ્રિયા જાણી શકતી નથી. તેથી પાંચે ઇન્દ્રિયા દ્વારા જાણેલા વિષયાની અનુભૂતિ કરનાર કોઈ દ્રવ્ય અવશ્ય છે અને તે આત્મા છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com