________________
૩. જીવ અને શરીર એક છે કે જુદાં. ૪. ભૂતનું અસ્તિત્વ ૫. આ ભવ પરભવનું સાદયા ૬. બંધ-મેક્ષનું અસ્તિત્વ ૭. દેવેનું અસ્તિત્વ ૮. નારકેનું અસ્તિત્વ ૯ પુણ્યપાપનું અસ્તિત્વ ૧૦. પરલોકનું અસ્તિત્વ ૧૧. મેક્ષનું અસ્તિત્વ
આ અગિયાર મુદ્દા ઉપર વિશદ દાર્શનિક ચર્ચા ગણધરવાદમાં કરી છે.
પ્રથમ ગણધર ઇન્દ્રભૂતિએ જીવના અસ્તિત્વ માટે શંકા ઉઠાવી છે. અને ભગવાને તે શંકાનું છેદન કર્યું છે. આ અંશે ગણધરવાદમાંથી અત્રે આપીએ છીએ. જૈન દષ્ટિએ આત્મ તત્વ સમજવામાં આ દાર્શનિક ચર્ચા સહાયક થશે.
સંશયવિજ્ઞાનરૂપે જીવ પ્રત્યક્ષ છે? હે ગૌતમ! તારે જીવવિષયક આ સંદેહ અસ્થાને છે. તેં જે માન્યું છે કે “જીવ પ્રત્યક્ષ નથી” એ તારું મન્તવ્ય બરાબર નથી, કારણ, જીવ તને પ્રત્યક્ષ છે જ.
ઇન્દ્રભૂતિ – તે કેવી રીતે ?
ભગવાન – “જીવ છે કે નહિ એવું જે સંશયરૂપ વિજ્ઞાન છે તે જ જીવ છે, કારણ, જીવ વિજ્ઞાનરૂપ છે, તને તારે સંદેડ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com