________________
૯૦
અભાવે મૃતદેહમાં ચિતન્ય નથી એમ કહેવામાં આવે તે મૃતદેહમાં ઉત્પન્ન થયેલા કીડાઓમાં ચેતન્ય કેમ દેખાય છે?
આત્માની સિદ્ધિ
પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ કે આકાશ-આ પાંચ મહાભૂતમાંથી ચિતન્ય એકે ય ભૂતને ધર્મ નથી. પાંચ ભૂત ભેગા થવાથી ચિતન્ય આવતું નથી. કારણ કે જે પ્રત્યેકમાં હોતું નથી તે સમુદાયમાં આવતું નથી. શરીરાકારે એકઠા થયેલાં પૃથ્વી, જળ, આદિથી જે ચૈતન્ય દેખાય છે તેમાં જે સહકારી કારણ છે તે આત્મા છે.
જેમ મદિરામાં મદશકિત ઉત્પન્ન થાય છે તેમ ભૂતના સગથી ચિતન્ય શક્તિ ઉત્પન્ન થાય છે, એમ કહેવું પણ ખોટું છે. મદિરાના પૃથક અંગોમાં અવ્યકત મદશક્તિ રહેલી છે, દેહના પૃથક્ ભૂતેમાં ચેતન્ય શકિતને અંશ પણ નથી. વળી મદિરા પીવાથી મદશકિતની અસર લાગે છે તે જીવના યેગે લાગે છે. જે પાત્રમાં મદિરા ભરી છે તે પાત્રને લાગતી નથી. મદશકિતની ઉત્પત્તિ પણ આત્માની સિદ્ધિ કરે છે.
શરીર રૂપી છે, આકારવાળું છે, અને ઇન્દ્રિયેથી જાણ શકાય એવું છે. જ્ઞાન વગેરે ગુણે અરૂપી, આકાર વિનાના અને ઈન્દ્રિયે વડે ન જાણુ શકાય એવા છે. તેથી શરીર અને આત્મા વચ્ચે ગુણગુણી ભાવ પણ ઘટી શકતું નથી. જે ચૈતન્ય ગુણ હોય અને શરીર ગુણ હોય તે ગુણ એવું શરીર ગુણ એવા એતન્ય જેવું અરૂપી આકાર વિનાનું, અતીન્દ્રિય હોવું જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com