________________
૮૯
સ્વાનુભવ પ્રત્યક્ષ
આત્મા સૌ કોઈને પાતાને સ્વાનુભવથી પ્રત્યક્ષ છે. ‘હુ’ છુ” એવુ જ્ઞાન દરેક વ્યક્તિને સ્વાનુભવથી સિદ્ધ છે, પરંતુ નથી' એવું જ્ઞાન કયારેય કોઈને થતું નથી.
‘હુ છુ” એ જ્ઞાનના વિષય જે કોઈ છે, તે જ આત્મા છે. ‘હુ છુ” એવી પ્રતીતિ કરવા માટે ઇંદ્રિયોની સહાય લેવાની જરૂર નથી. તે ક્રિયા શારીરિક નથી, તે અનુભવ શરીરને થતા નથી. તે ક્રિયા આંતરિક છે, તે અનુભવ અંતરમાં થાય છે.
જેને સ્મરણ થાય છે, જેને દર્શન છે, જેને પ્રત્યભિજ્ઞાન છે, તે ચૈતન્ય ધર્મયુક્ત ‘અહ” એ આત્મા છે, જડ દેહથી તે જુદો છે. ‘મારૂ` શરીર સ્થૂલ છે” કે મારૂં શરીર કૃશ' છે. આ પ્રત્યય આત્માને થાય છે. આત્માને શરીર પર અત્યંત મમત્વ હાય છે ત્યારે આત્મા પોતાપણાના આરોપ શરીરમાં કરી દે છે અને શરીરના કેટલાક ધર્મને પાતામાં ઘટાવી દે છે. પરંતુ ચૈતન્ય એ શરીરના ધર્મ નથી, આત્માના ધર્મ છે જે પદાર્થ પેાતે ચૈતન્યવાળા નથી તેને ચૈતન્યના ગમે તેટલા સબંધ થાય તા પણ તે ચેતન બની શકતા નથી.
આત્મા સ્વ પર પ્રકાશક છે; દે એ જડ છે. જડ રવ પર પ્રકાશક નથી. આત્મા અમૂર્ત છે, દેહ મૂર્ત છે.
જો પ્રાણવાયુના આધારે ચૈતન્ય હોય તે મરણ પથારીએ પડેલા મનુષ્ય વધારે જોરથી શ્વાસેાશ્ર્વાસ લે છે, ત્યારે તેનામાં ચૈતન્યની અધિકતા હાવી જોઈએ અને સમાધિસ્થ યેાગી જ્યારે શ્વાસેાવાસ બિલકુલ લેતા નથી ત્યારે તેનામાં ચૈતન્ય ન રહેવું જોઇ એ. પરંતુ આ પ્રમાણે બનતું નથી. તેજ અને વાયુના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com