________________
G
પોતાને બુદ્ધિશાળી ગણાવતા વર્ગ ઉપેક્ષા કરતા. આજે પરિસ્થિતિ જૂદી છે.
યુક યુનિવર્સિટીમાં પ્રૉફેસર ાઈને પોતાના નિકટતમ સાથીદાર ડૉ. હાનેલ હાર્ટની સાથે આવા પ્રયોગા કરવા માંડયા ત્યારે વૈજ્ઞાનિકા વ્યંગ કરતા. આજે પ્રોફેસર હાઈનને ‘અતીન્દ્રિય વિજ્ઞાનના પિતા' તરીકે સન્માનવામાં આવે છે.
કેટલાંક વરસો પહેલાં કાલેરેંડો વિદ્યાપીઠના ડૉ. સ્કૂલે આઈઝનબડે શિકાગોના એક યુવાન ટેડ સીરીયસની વિસ્મયજનક અતીન્દ્રિય શક્તિઓનુ પરીક્ષણ કરવા માંડયુ ત્યારે આઈઝનબડના સાથીદારો તેમને હસી કાઢતા. પ્રયોગ વખતે વિનંતી કરવા છતાં તે હાજર પણ રહેતા ન હતા. આ યુવાન ટેડ સીરીયસ ફિલ્મ ભરેલા કેમેરા સામે અથવા ટેલીવીઝન ક્યુબ સામે એકાગ્રતા કરે છે અને માઈલ દૂરની જગ્યા કે વ્યકિત જેને તે વિચાર કરે છે તેનું ચિત્ર ઊપસે છે. કયારેક તા ભાવિ પ્રસંગાનાં ચિત્ર પણ ઊપસે છે. આશ્ચર્ય છે કે જે વ્યકિતઓને કે જગ્યાઓને ટેડ સીરીયસે જોઈ પણ નથી તેનાં ચિત્રો આવે છે. ભાવીની આંતરસૂઝ
ઈ. સ. ૧૯૬૯ ના ૩૧ ઑગસ્ટના ન્યુયોર્ક ટાઈમ્સમાં આવેલા લેખ પ્રમાણે નેવાર્ક કોલેજમાં ઈ. સ. ૧૯૬૬ થી મેાટી કંપનીઓના ઉચ્ચ એદ્ધા માટે યાગ્ય વ્ય િતઓમાં અતીન્દ્રિય જ્ઞાન (ESP
એટલે Extrasensory Perception) હોવું જરૂરી છે કે નહિ તે માટે પ્રયાગો થઈ રહ્યા છે. ઊંચા સ્થાન માટેની નિમણૂક કરતાં પહેલાં precognition ભાવીની આંતર સૂઝ છે કે નહિ તે તપાસવામાં આવે છે. આ કોલેજના પ્રોફેસર જોન મીહૅલેસ્સીએ પ્રયોગા કર્યા છે કે અતીન્દ્રિય સૂઝવાળી વ્યકિતઓ જે કંપનીમાં ઉચ્ચ સ્થાને હોય છે તેની સફળતા વિશેષ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com