________________
૮૪
વ્યકિતભેદે અનેક છે અને અચેતનના ભેદ પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ છે.
ભૂતવાદીઓ
જૈન આગમ અને પાલિત્રિપિટકમાં એવા ભૂતવાદીઓનું વર્ણન આવે છે જેઓ ચાર કે પાંચ ભૂતામાંથી આત્માની ઉત્પત્તિ માનતા હતા. તેઓ માનતા કે આત્મા જેવી અનાદિ અનંત કોઈ શાશ્વત વસ્તુ છે નહિ. તેઓ માનતા કે ભૂતસમુદાયના
નાશ થવાથી આત્માના નાશ થઈ જાય છે.
ઉપનિષદમાં એવી કથા આવે છે કે અસુરીમાંથી વૈરાચન અને દેવામાંથી ઇન્દ્ર આત્મવિજ્ઞાન જાણવા માટે પ્રજાપતિ પાસે આવ્યા અને પ્રજાપતિએ તેમને પાણીના કુંડામાં જોવાનુ કહ્યું. દાનવ વૈરીચને પોતાનું પ્રતિબિંબ જોઈ માન્યું કે જે આ દેહ દેખાય છે તે આત્મા છે. દેવ ઇન્દ્રે પોતાનું પ્રતિબિંબ જોઈ માન્યું કે જે જુએ છે તે આત્મા છે.
વૈરાચનની આ માન્યતાને દાર્શનિકા દેહાત્મવાદ” કહે છે. જેમ તલમાંથી તેલ કાઢીને બતાવી શકાય છે, દહીંમાંથી માખણ કાઢીને બતાવી શકાય છે તેમ જીવને શરીરથી જુદો કાઢીને બતાવી શકાતા નથી; તેથી એક માન્યતા એવી થઈ કે શરીર ટકે ત્યાં સુધી તે ટકે છે, અને શરીરનો નાશ થતાં તેના પણ નાશ થઈ જાય છે.
જૈન ધર્મના રાયપસેણુચ સુત્ર'માં રાજા પ્રસેનજીતે શરીરથી આત્મા જુદો નથી એ પુરવાર કરવા કરેલા પ્રયાગાની વીગત આવે છે. રાજા પ્રસેનજીતની લીલા ઉપરથી સમજાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com