________________
છ૭
ઈ. સ. ૧૯૭૦ ના ઑગસ્ટ ૩૦ના લેસ એંજેલસ ટાઈમ્સ પ્રમાણે બાલ્ટીમરના માનસ વિજ્ઞાનિક ડો. જોર્જ જેલેંડ કહે છે, “અતીન્દ્રિય શકિત (ESP) ના અનેક પુરાવા પ્રાપ્ત થયા છે.”
લેસ એંજેલસ ટાઈમ્સના લેખક મંડળમાંથી એલીન ડ વુલ્ફ લખે છે કે આજે વૈજ્ઞાનિક પિતે અતીન્દ્રિય વિષયમાં માને છે એ વાતનો સ્વીકાર કરવાની કઈ શરમ નથી, કંઈ સંકેચ નથી. લેખકે આ નિરીક્ષણ છે. થેલ્મા એસ. મેસના છેલ્લાં કેટલાંક વરસના સંશોધન પરથી લખ્યું છે. ઈ. સ. ૧૯૬૯ ના જુન ૧૨ ના વિજ્ઞાન વિભાગમાં જણાવવામાં આવ્યું છે કે વૈજ્ઞાનિકે ગંભીરતાથી ભૂતિયા ઘર, દર દર્શન, વિચારવિનિમય અને સ્પર્શ વિના વસ્તુઓમાં હલનચલન (Psychokinesis) સંબંધી સંશોધન કરી રહ્યા છે તથા આંતરમનના ઉપગને વિચારી રહ્યા છે.
વિજ્ઞાન અને દર્શનશાસ્ત્ર ઈ. સ. ૧લ્પ૭ના લાઈફ LIFE પત્રના તંત્રીલેખ “A crisis in Science માં જણાવ્યું છે કે “આજે અણુવિજ્ઞાનનું નવું સંશોધન દર્શનશાસ્ત્રમાં વિશેષ રસ જાગૃત કરે છે. વિજ્ઞાનની વિશ્વ સંબંધી માન્યતાઓમાં બે મેટી હકીકતે અત્યંત મહત્ત્વની છે. જડવાદ હવે જૂની માન્યતા બની ગયો છે. જડ પદાર્થ જ માત્ર સત્ય છે એવું હવે રહ્યું નથી. વળી વિજ્ઞાનના યુગમાં જે દર્શનશાસ્ત્ર જૂની માન્યતા ગણતું હતું તે દર્શનશાસ્ત્ર જીવનને સર્વાગીપણે સમજવા માટે નવા વિજ્ઞાનનું અનિવાર્ય પૂરક (Science's indispensable compliment) છે. જે જડવાદથી મુક્ત થઈ શકાય તે દર્શનશાસ્ત્ર જીવન અને વિશ્વના સ્વરૂપને સમજવા એકવીસમી સદીનું વિશ્વવ્યાપી ધોરણ બની શકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com