________________
૬૮
ઓળખાય છે તેમણે પુનર્જન્મની માન્યતાને સારી રીતે સાચવી રાખી છે.
સુફી ઉમર ઐય્યામની રૂબાયત જગપ્રસિદ્ધ છે જેમાં પરમાત્માને પ્રિયતમા રૂપે ગણ્યા છે. સુફી લેખકોમાં અત્તારનું પક્ષીઓની રાજ્યસભા” (Parliament of Birds), શેખ સાદીનું ગુલીસ્તાન’, જલાલુદ્દીન રૂમીનું “મશનવી અને હાફિઝનાં ‘ઈરાની ગીતે પ્રખ્યાત છે.
આત્મા સંબંધી અને પુનર્જન્મ સંબંધી આફ્રિકા, ઓસ્ટ્રેલીઓ, ન્યુગીની, પોલીનેશીઆ, વગેરેમાં વસતી જંગલની જાતિઓમાં શી માન્યતા છે તે સંબંધી સમજણ નીચેના ગ્રંથમાંથી મળી રહેશે.
એનસાઈકલોપીડીઆ બ્રીટાનીકામાં Metempsychosis નો લેખ હેટીંગ્સની એનસાઈકલોપીડીઆ of Religion and Ethics માં Transmigration ને લેખ સર એડવર્ડ ટેલરનું Primitive culture પ્રકરણ ૧૨, સર જે. જી. ફેઝરનું The golden Bough, સર જે. જી. ફેઝરનું The Belief in Immortality and the worship of the Dead. ઈ જી. પરીન્ડરના હિબર્ટ જર્નલમાંના “પુનર્જન્મની ભિન્ન ભિન્ન માન્યતાઓના લેખ. (આફ્રિકાની જાતિઓની માન્યતાઓ)
આત્મા, પુનર્જન્મ અને કર્મનો સંબંધ
આત્માની માન્યતા સાથે પુનર્જન્મની માન્યતા સંકળાયેલી છે. પુનર્જન્મની માન્યતા સાથે કર્મની માન્યતા સંકળાયેલી છે.
મેસેલ્યુએસ ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીમાં તત્ત્વજ્ઞાનના પ્રિોફેસર હસ્ટન સ્મિથ પિતાના પુસ્તક “The Religions of
Man” (મનુષ્યના ધર્મો)માં કહે છે, “પશ્ચિમ જગતમાં પણ એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com