________________
ખ્યાતિ ઘણી છે. તેઓ એતિહાસિક તત્વોમાં ગણાય છે. તેમની પદ્ધતિ પ્લેટીનસના એનીઝ (Enneads) સ્પીનેઝીનું નીતિશાસ્ત્ર ( Ethics) તથા હેગલના સર્વસંગ્રહ (Encyclopaedia) સાથે સરખાવાય છે.
તેમના ગ્રંથે Some Dogmas of Religion અને The Nature of Existence માં આત્માનું અસ્તિત્વ તથા પુનર્જન્મ સુંદર રીતે દર્શાવ્યા છે.
કેમ્બ્રીજ યુનિવર્સિટીના ફ્રન્સિસ કોનફર્ડ (ઈ.સ. ૧૮૭૪ થી ૧૯૪૩) તેમના ગ્રંથ (From Religion to Philosophy)માં કહે છે, “કાળના ચકમાં આત્મા અનેક ભાવોમાં પસાર થાય છે. આત્મા માત્ર મનુષ્ય નથી. મનુષ્ય તે આત્માનું એક સ્વરૂપ છે. આત્મતત્ત્વ તે દિવ્ય અને શાશ્વત છે. સર્વ આત્માઓનું સરખું છે. આ રીતે સર્વ સરખા છે અને પ્રત્યેક આત્મા સ્વતંત્ર છે.
પ્રખ્યાત જર્મન ખગોળશાસ્ત્રી જોહન બડ (ઈ.સ. ૧૭૪૭ થી ૧૮૨૬) જેના નામ ઉપરથી Bode's Law વિજ્ઞાનિક નિયમનું નામ પડ્યું છે. તે આત્માના અસ્તિત્ત્વને સ્વીકાર કરે છે અને કમે ક્રમે આત્મા કઈ રીતે આગળ વધે તેને ક્રમ દર્શાવે છે.
ફેન્ચ વિજ્ઞાન લેખક લુઈસ ફીગુઈર તેના પુસ્તક The Tomorrow of Death માં આત્મા દર્શાવે છે.
મહાકવિ ગેટે અને શીલર સુવિખ્યાત જર્મન કવિ ગેટેના લેખનમાં વારંવાર આત્માને સ્વીકાર, પુનર્જન્મની માન્યતા સ્પષ્ટપણે તરવરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com