________________
વૈજ્ઞાનિકો પાસે પ્રત્યુત્તર નથી. કયારેક નાનાં બાળકે યુરી ગેલરને તેના કાર્યમાં સહાયક બને છે. યુરી ગેલરની હાજરીમાં ચાવી અને ચમચા તે બાળકે વાળે છે. જે વ્યક્તિઓ યુરી ગેલરને મળે છે, સ્ટેજ ઉપર તેને જુએ છે, ટેલીવિઝન કે રેડીઓ ઉપર તેને સાંભળે છે, તે હજારે વ્યકિતઓમાંથી સેંકડે વ્યક્તિઓ પોતે જ આ ચમત્કાર કરી શકે છે. જાણે કે ઈ વ્યાપક શકિત વડે આ કાર્ય થતું હોય છે.
યુરી ગેલર બંધ પડેલી, તૂટેલી ઘડીઆળને સ્પર્શ કરે છે અને ઘડીઆળ ચાલુ થાય છે. આવી રીતે ચાલુ થયેલી ઘડીઆળ કયારેક અર્ધો કલાક કે કલાક પછી પાછી બંધ થઈ જાય છે. સત્તાવીસ વરસનો યુરી ગેલર માને છે કે પોતાની પાછળ કઈ શક્તિ કાર્ય કરી રહી છે. નમ્રતાથી યુરી ગેલર કહે છે કે હું ઈશ્વરમાં માનું છું.
બાલ્યવયમાં યુરી ગેલર પિતાની ઇચ્છાશક્તિથી ઘડીઆળના કાંટા ફેરવતો.
આંખે પાટા બાંધી પાસાના દાણા કહેવા કે પહેરેલાં વસ્ત્રોના રંગ કહેવા, ચાવી કે ચમચા ઇચ્છા માત્રથી વાળવા અને બંધ ઘડીઆળો ચાલુ કરવી યુરી ગેલર માટે સહજ છે.
અવકાશયાત્રી કેપ્ટન એડગર ડી. મિચેલે યુરી ગેલર ઉપર પ્રયેગો કર્યા છે. યુરી ગેલરે મચેલના કોમીટરના કાંટા ઈચ્છા મુજબ ફેરવી બતાવ્યા હતા. સ્પર્શ કર્યા વગર ટેપ ભૂંસી નાખી હતી. અને કેમેરામાં ભરેલી ફિલ્મ ઉપર પિતે ધારેલી છાપ ઉપસાવી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com