________________
૫૦
અમેરિકાની સ્ટેનફર્ડ રીસર્ચ ઇન્સ્ટીટયુટમાં થઈ છે. વિજ્ઞાનિક પાસે કઈ પ્રત્યુત્તર નથી.
ડરબન પ્રેસ કેન્ફરંસમાં છાપાના એક પ્રતિનિધિની ચાવીને યુરી ગેલેરે હાથથી સ્પર્શ કર્યો અને ચાવી તેની મેળે ધીરેધીરે વળવા લાગી. યુરી ગેલરે ચાવી ટેબલ ઉપર મૂકી. ચાવી ટેબલ ઉપર પડેલી વળ્યા કરતી હતી. બાજુમાં ઊભેલા ફેટોગ્રાફરે પિતાના ખીસામાં પડેલી ચાવી જઈ તેની ચાવી પણ વળી રહી હતી. નજરે જોનારાઓએ ચાવીને સ્પર્શ કર્યો કે કદાચ ચાવી ગરમ હોય. ચાવી બિલકુલ ઠંડી હતી.
માત્ર સ્પર્શથી કે નજરથી ચાવી કે ચમચાને વાળી દેવાના અનેક પ્રયોગો યુરી ગેલરે કર્યા છે. યુરી ગેલર તમને કાગળ પર ચિત્ર ચીતરવાનું કહે અને પિતે જોયા વગર એ ચિત્ર દોરી બતાવે.
ડરબનમાં એક આશ્ચર્યકારક પ્રયોગ યુરી ગેલરે કરી બતાવ્યું. રેડીઓ ઉપર યુરી ગેલ પ્રોગ્રામ આયે. રેડીઓ સાંભળનારાઓને કહેવામાં આવ્યું કે જેમને પ્રયોગમાં ભાગ લે હોય તેમણે છરીકાંટ, ચમચો કે ચાવી પાસે રાખવી. ચાલુ મેટરમાં, ઘરમાં કે ઓફિસમાં જેઓ રેડીઓ સાંભળતા હતા. તેમણે આશ્ચર્યથી જોયું કે તેમની પાસેના છરીકાંટા, ચાવી કે ચમચા વળી રહ્યા હતા. દેશભરમાંથી આ રેડીઓ પ્રોગ્રામ સાંભળનારાઓ વાંકા વળી ગયેલાં ચાવી, ચમચાની વિગતો મેકલી રહ્યા છે.
દક્ષિણ આફ્રિકન પેરાસાયકલે છે ઈન્સ્ટીટયુટના વડા પ્રોફેસર આર્થર બ્લેસ્લી આ વીગતો ભેગી કરી તેનું અન્વેષણ કરી રહ્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com