________________
પર
ગયા ભવની સ્મૃતિ અમેરિકન અતીન્દ્રિય મને વિજ્ઞાનિક Parapsychologist ડો. જે. બી. રહાઈનના પરિચયની આ વિષયમાં રસ ધરાવનાર માટે ભાગ્યે જ જરૂર છે. વર્ષો સુધી ડયુક યુનિવર્સિટીની પરામનેવિજ્ઞાન લેબોરેટરીના તેઓ ડાયરેકટર રહ્યા છે.
અમેરિકન વિકલી પત્રના ૮ એપ્રિલ ૧૯૫૬ના અંકમાં Did you Live Before ? શું તમારું જન્મ પહેલાં અસ્તિત્વ હતું? એ નામના લેખમાં છે. રહાઈને બ્રાઈડે મફીના સુપ્રસિદ્ધ કેસની વિજ્ઞાનિક છણાવટ કરી છે.
આ વિષયમાં જેને રસ હોય તેને “A Search for Bridey Murphy' aus Hla 040122H (Morey Bernstein) નું પુસ્તક અવશ્ય જોવું. ત્રીસથી અધિક દેશમાં આ પુસ્તક પ્રસિદ્ધ થયું છે. તેની લાખો નકલે ખપી છે. આવા કેસોના વિજ્ઞાનિક સંશોધનને કારણે અમેરિકામાં આત્માના અસ્તિત્વને તથા પુનર્જન્મને સિદ્ધાંત વ્યાપક માન્યતા મેળવી રહ્યો છે.
પ્રોફેસર સી. જે. કાસે તેમના ગ્રંથ A Critical Examination of the Belief in a Life after Death મૃત્યુ પછીના જીવનની માન્યતાની સૂક્ષ્મ સમીક્ષાના ચોથા પ્રકરણમાં વિસ્તારથી આ કેસ આવે છે. આ વિખ્યાત કેસને ટૂંક સાર અમે અહીં આપીએ છીએ.
બ્રાઈડે મફ એ અમેરિકાના કેલરેડ પ્રાંતમાં રહેતી એક યુવાન ગૃહિણું રૂથ સાયમન્સની કથા છે. ઈ.સ. ૧૫રની એક સાંજે રૂથે પિતાના ઉપર હિગ્નેટીઝમને પ્રવેશ કરવાની સંમતિ આપી. હિટસ્ટ મેરે બર્નસ્ટેન નામને એક યુવાન વેપારી હતો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com