________________
૨૬
ઝેકિંગ દ’પતી
ડેનીશ પતિપત્ની મી. અને મિસિસ ઝેનિકગ એકબીજાના વિચારા, ભાવનાએ આશ્ચર્યકારક રીતે જાણી શકતા. સ્ટેજ ઉપર આંખે પાટા બાંધી પત્ની બેસે અને મી. ઝેનિંગ સભાગૃહમાં બેઠેલા પ્રેક્ષકાની જે ચીજવસ્તુ હાથમાં લે તેનુ વિસ્તૃત વર્ણન પત્ની કરી આપે. દૂર નેાટ ઉપરના કોઈ લાંખા નબર મી, ઝેનકિંગ જુએ અને તેમની પત્ની સ્લેટ ઉપર આ નબર લખે.
વિચાર વિનિમય ઉપરાંત પણ પત્નીમાં કઇંક વિશેષ હતુ. એક વાર મી. ઝેકિંગને કાંડીનું બાકસ આપવામાં આવ્યું. પત્નીએ સ્ટેજ ઉપર રહ્યે બાકસનુ વીગતથી વર્ણન કર્યું. ઉપરાંત તે બંધ બાકસમાં કેટલી દિવાસળી છે તેની સાચી સંખ્યા કહી.
મી. હેવર મેકેન્ઝીએ મિસિસ ઝેકિંગ ઉપર ઘણા પ્રયાગો કર્યા છે તે તેના ગ્રંથ Spirit Intercourse માં વર્ણવ્યા છે.
મિસિસ ઝેકિંગને કહેવામાં આવે કે બીજા રૂમની ત્રીજી અભરાઈ ઉપર ચેાથી હારમાં સૌથી ઉપરના પુસ્તકમાં ૪૯ મા પાનાની છેલ્લી સાત લીટી વાંચી બતાવેા. આ રૂમમાં હાજર રહેલા કાઈને પુસ્તકનું નામ પણ ખબર નથી તેા પણ મિસિસ ઝેનિકગ થાડી સેકન્ડોમાં સાચી રીતે કહી આપતી.
કોપનહેગનમાં કુડસેન આંખે પાટા બાંધી અનેક વહાણા પડયાં હાય તેવા ખારામાં સ્ટીમલોંચ ચલાવતા. આ માટે લાંચમાં બેઠેલા કોઈ પણ માણસે પોતાના હાથ કુંડસેનના માથા પર મૂકવા પડતા. કુડસેન કહેતા કે તેથી હું તેની આંખોથી જોઈ શકતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com