________________
અંદરની આંખ દૂર દર્શન Clairvoyant અને દૂર શ્રવણ Clairaudience ની હકીકતેના સંખ્યાબંધ પ્રસંગો વિજ્ઞાન સામે છે.
કેટલીક વ્યકિતઓ આંખે પાટા બાંધી પુસ્તક વાંચી શકે છે, બીજા રૂમમાં રહેલા ઘડિયાળને સમય કહી શકે છે, ગુમાયેલી વસ્તુ કેવા સંજોગોમાં ગુમાઈ તે વર્ણવી શકે છે અને કવરમાં બંધ કાગળ વાંચે છે.
કેટલીક વ્યકિતઓ બીજાની બિમારી શું છે તે કહે છે અને તેનું નિદાન કરે છે. આશ્ચર્ય તો એ છે કે દૂર રહેલા તમારા સંબંધીનું
જીવન અને ચારિત્ર્ય પણ કહી શકે છે. | સ્વીડનબોર્ગને પ્રખ્યાત પ્રસંગ છે કે સ્ટોકહોમથી ત્રણ માઈલ દૂર મી. કેસ્ટેલના ઘરમાં પંદર મહેમાનની હાજરીમાં સ્ટેકહોમમાં પોતાના લત્તામાં લાગેલી આગનું વિગતવાર વર્ણન કરી બતાવ્યું. આગ તેના ઘરની નજીક આવીને અટકી ગઈ ત્યારે સ્વીડનબોર્ગને શાંતિ થઈ દૂરદર્શનની આ હકીકત ચકાસવામાં આવતાં સત્ય હતી.
કાચને ગોળ કાચના ગળામાં ભૂત, ભાવિ અને વર્તમાનના પ્રસંગો દેખાય છે તેને Crystal Vision કહે છે.
ક્યારેક તે ગોળામાં દેખાતું દશ્ય બીજાઓને પણ મેગ્નીફાઈ કાચ વડે દેખાય છે. The graphic નામના પત્રમાં કાચના ગોળામાં દેખાયેલા એક બાળકનો ફેટોગ્રાફ પાડવામાં આવેલે તે છપાયેલે. ઈસ. ૧૯૨૦ ના ૨૨ મી મેના પત્રમાં આ ફેટ છપાયે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com