________________
૩૯
જેવાની છે એવા જીવનને અર્થ શું? તે આ નિરાશાની ખાઈમાં દુઃખ અને માત્ર દુઃખ સિવાય બીજું હેય પણ શું!
તમે ફકત દષ્ટિ બદલી નાખે એવી ખાતરી આપો કે જીવનને અર્થ છે અને સારુંય દર્શન બદલાઈ જશે. આકાશ અદ્દભુત રંગોથી ઉભરાશે અનેક નવી શક્યતાઓને માર્ગ ઊઘડી જશે. આખુંય જીવન અને સમગ્ર વિશ્વ અર્થપૂર્ણ બની રહેશે.
જે આત્માનું શાશ્વતપણું સાચું છે તે પ્રત્યેક ઘટના મહત્ત્વની છે. બકલ કહે છે, “જે આત્માનું શાશ્વતપણું ખોટું હેય તે બીજી ચીજો સાચી છે કે ખેટી તેનું કંઈજ મહત્ત્વ નથી.”
માનવી કોણ છે? એબ્રાહમ જે. હેલના ગ્રંથ Who is Man? “માનવી કેણ છે?” ના મુખપૃષ્ઠ ઉપર લેખક જણાવે છેઃ
“આપણું માનવી સંબંધીનું અજ્ઞાન સૌથી મોટું છે. માનવી શું કરે છે તે આપણે જાણીએ છીએ. પણ માનવી શું છે તે આપણે જાણતા નથી; અને માનવીની શકયતાઓ શું છે તેને આપણને ખ્યાલ પણ નથી. આપણે આજની આખીય સંસ્કૃતિ માનવી સંબંધી ગેરસમજ ઉપર ઊભેલી છે. આ દુઃખનું કારણ એ છે કે સ્વયં માનવી એ પ્રશ્ન ભૂલી ગયા છે કે “માનવી કોણ છે? પિતે જે છે તે ઓળખવામાં અને માનવ અસ્તિત્વની સાર્થકતા શેમાં છે તે જાણવામાં તે નિષ્ફળ ગયું છે. પોતે જે નથી તે પિતાને સમજે છે અને પિતાના અંતઃસ્તલમાં જે તત્ત્વ પડેલું છે (the very root of his being) તેને તે ઈન્કાર કરે છે.
માનવી સંબંધી અજ્ઞાન એ જ્ઞાનને અભાવ નથી પણ મિથ્યા જ્ઞાન છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com