________________
૧૩
ભાજન ચાલી રહ્યું હતું ત્યારે બરાબર તે સમયે તેને હાર્ટ અટૅક આન્યા. ડોકટર તેને હિપ્નોટાઇઝ કરી મોટરમાં ઘેરે લઈ ગયા.
હલ્લા સખત હતા. મૃત્યુની નજીક આવી તે બચી ગયા. ડોકટરે તેને સમાહનમાં રાખ્યા. સમાહન સ્થિતિમાં તેણે ડૉકટરને કહ્યું “તમારા મિત્ર હવે ખચી ગયા છે.' તેને માટે ચિંતા કરવાની કંઈ જરૂર નથી. તેની કટોકટીની પળ પસાર થઈ ગઈ છે.”
ડૉકટર રેઈન હાર્ટ કહે છે કે આ કહેનાર દેહમાં રહેલા દેહથી ભિન્ન આત્મા છે.
લંડન ડાયલેકિટકલ સાસાયટીએ પ્રખ્યાત વિદ્યુત્ શાસ્ત્રી કામવેલની પત્નીના પ્રસંગ નોંધ્યા છે.
સમાહન સ્થિતિમાં ક્રોમવેલને તેની પત્નીએ ત્રીજા પુરૂષ એક વચનની ભાષામાં પોતાને કયારે કયા રોગ થશે અને શુ બનશે તથા શા પ્રકારના ઉપચારો કરવાથી કયારે મટશે એ વિસ્તારથી કહ્યું હતું. ભવિષ્યમાં એ પ્રમાણે જ ખન્યુ.
માયર્સ પોતાના Human Personality ગ્રંથમાં એક સ્ત્રીએ સમાહન સ્થિતિમાં પોતાને કયારે એક અકસ્માત થશે, કઈ રીતે થશે તેની તારીખ, સમય અને બીજી ચાક્કસ વીગતા આપી હતી. તે જાગૃત થતાં તેને કઈ જ યાદ હતું નહુિ. અને બધું તે પ્રમાણે જ બન્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com