________________
નજીક મહાસેનવન નામના ઉદ્યાનમાં દેવતાઓએ એક સુંદર સમવસરણ રચ્યું.
આ સમવસરણમાં આવેલા સંશયકારી ઈદ્રભૂતિ ગૌતમને પ્રભુએ કહ્યું, “હે વિપ્ર! જીવ છે કે નહિ એ તારા હૃદયમાં સંશય છે, પણ હે ગૌતમ! જીવ છે, તે ચિત્ત, ચૈતન્ય, વિજ્ઞાન અને સંજ્ઞા વગેરે લક્ષણેથી જાણી શકાય છે. જે જીવ ના હેય તે પુણ્ય પાપનું પાત્ર કેણ? અને તારે આ યોગ દાન વગેરે કરવાનું નિમિત્ત પણ શું?”
પ્રભુનાં વચન સાંભળી ઇંદ્રભૂતિ ગૌતમે મિથ્યાત્વરૂપી ઊંધી સમજણ સાથે સંદેહને છોડી દીધો અને પ્રભુના ચરણમાં નમસ્કાર કરીને બોલ્યા, “હે સ્વામી! ઊંચા વૃક્ષનું માપ લેવાને ઠીંગણ મનુષ્યની જેમ હું દુર્બુદ્ધિ તમારી પરીક્ષા લેવાને માટે અહીં આવ્યું હતું. હે નાથ! હું દોષયુક્ત છું, તે છતાં તમે આજે મને સારી રીતે પ્રતિબંધ આપે છે. તે હવે સંસારવિરક્ત થયેલા એવા મને દીક્ષા આપીને અનુગ્રહિત કરે. જગદ્ગુરુ વિરપ્રભુએ તેને પોતાના પહેલા ગણધર થશે એવું જાણીને પાંચસે શિષ્ય સાથે પિતે જ દીક્ષા આપી.
(શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર)
અધુ રાજ્ય બક્ષિસ આપું! પશ્ચિમના સુપ્રસિદ્ધ દાર્શનિક ઈમેન્યુઅલ કાંટ માટે એવું કહેવાય છે કે એક વાર માર્ગમાં જતાં તેની લાકડી કઈ સજ્જનને વાગી ગઈ.
કાંટ સામે જોઈ પેલા સજ્જને પૂછયું: “મહાશય! આપ કોણ છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com