________________
૮
જીવને આવીને વસવા માટેનુ યોગ્ય સ્થાન કે વાતાવરણ અહીં રચાયુ છે.
બાકી, હજી સુધી તો એક સામાન્ય કોષ કે એક લીલું તૃણુ, ફૂલની એક પાંખડી કે આંસુનું એક બિંદુ પ્રયોગશાળામાં સર્જી શકાયુ નથી.
કેવલ રાસાયણિક પ્રક્રિયા વડે વનસ્પતિ જેવી અલ્પ વિકસિત જીવસૃષ્ટિનું સર્જન પણ શકય નથી. અને વનસ્પતિમાં જીવત્વનું અસ્તિત્વ આજે વિજ્ઞાન વડે પ્રમાણિત થઈ રહ્યુ છે. મનની દેહ ઉપર અસર
વિચારોની દેહ ઉપર કેટલી જબ્બર અસર છે તેનુ સૂક્ષ્મ નિરીક્ષણ કરવાથી અંદર રહેલા અદૃશ્ય તત્ત્વની શક્તિને આપણને પોતાને પણ પ્રત્યક્ષ અનુભવ થશે.
એક એસી વરસના વૃદ્ધે મનના વસના વૃદ્ધે મનના બળ વડે શરીરની બીમારીઓ પર કઈ રીતે કાબુ મેળળ્યે તે વાત પ્રેરણાત્મક છે.
રસ્તા ઓળંગવા જતાં આ વૃદ્ધ એક લૌરીના અકસ્માતમાં મૃત્યુ પામ્યા. તેના દેહને ચીરીને ડૌકટરોએ જોયુ કે તેના ફેફસામાં રૂઝાયેલા ટી. બી. હતા તેના પેટમાં લાંબા સમયનુ દબાઈ ગયેલુ અલ્સર હતું. તેની કીડની ખરાબ થઈ ગયેલી હતી. દેહ બિલકુલ જર્જરિત હતા. આનાથી ત્રીજા ભાગની બિમારી વાળાં મનુષ્યે પથારીમાંથી ઉઠી ન શકે.
•
તેની વિધવા પત્નીએ કહ્યુ કે વરસાથી તેના પતિ દૃઢ શ્રદ્ધા–પૂર્વક એવું માનતા કે ગઈ કાલ કરતાં આજે પાતે વધુ તદુરસ્ત છે અને આવતી કાલે પાતે આજ કરતાં વધુ તંદુરસ્ત હશે જ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com