Book Title: Shikhar Sathe Vato
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji
Catalog link: https://jainqq.org/explore/008937/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શરીરમાં બનતું લોહી, રોટલીની સંખ્યા પર એટલુંનિર્ભર નથી જેટલું પાચનશક્તિ પર નિર્ભર છે. પાચનશક્તિ જ જો નબળી છે તો છ રોટલી પણ નકામી છે. પાચનશક્તિ જો મજબૂત છે તો એક રોટલી પણ તાકાતપ્રદ છે. પ્રસનતાની અનુભૂતિ રૂપિયાની સંખ્યાને એટલી બંધાયેલી નથી જેટલી સંતુષ્ટ ચિત્તવૃત્તિને બંધાયેલી છે આ સત્ય આપણી શ્રદ્ધાનો વિષય જેટલું વહેલું બની જાય એટલે આપણા લાભમાં છે. કસરત કરવાનો મારી પાસે સમય નથી અને છતાં મારે તંદુરસ્તી જાળવવી છે ! પેટ્રોલ પમ્પ આગળ ગાડીને ઊભી રાખવાની મારી તૈયારી નથી અને છતાં મારે મંજિલે પહોંચવું છે ! ધર્મ મારે કરવો જ નથી અને છતાં સુખ મારે જોઈએ છે ! કરુણતા જ છે કે બીજું કાંઈ ? Page #2 -------------------------------------------------------------------------- ________________ મારી પાસે સંપત્તિ જેમ જેમ વધતી ગઈ છે તેમ તેમ મારા મિત્રોની સંખ્યામાં ઘટાડો અને દુશ્મનોની સંખ્યામાં વધારો થતો જ ગયો છે. સદ્ગુણો મારી પાસે જેમ જેમ વધતા જાય તેમ તેમ મારા ચાહકોની સંખ્યામાં વધારો અને દુશ્મનોની સંખ્યામાં ઘટાડો થાય તેમ છે એ બાબતમાં મને કોઈ જ શંકા નથી અને છતાં સંપત્તિ ઘટાડવા હું તૈયાર નથી, સદ્ગુણો વધારવા હું તત્પર નથી. મારી આ મૂર્ખાઈનું કરવું શું ? જેટલા રૂપિયા છે મારી પાસે એટલી વાર તો મારે પ્રભુનું નામ લેવું જ છે અને એ શક્ય નહીં બને તો જીવનમાં જેટલી વાર મેં પ્રભુનું નામ લીધું એટલા રૂપિયા રાખી લઈને બાકીના રૂપિયા મારે સારાં કામોમાં વાપરી દેવા છે. આટલું નક્કી કરી દેવાની આપણી તૈયારી ખરી ? Page #3 -------------------------------------------------------------------------- ________________ ઘરના દરવાજા પર કે ઘરની દીવાલ પર લખાયેલ ‘લાભ-શુભ' નો અર્થ હું એમ સમજતો હતો કે જીવનમાં લાભ થતો રહે એ જ શુભ છે; પરંતુ આટલાં વરસો પછી આજે મને ખ્યાલ આવ્યો છે કે જીવનમાં જે પણ લાભ થતો રહે એનો શુભમાં ઉપયોગ કરતા રહેવું એ જ અર્થ છે “લાભ-શુભ'નો ! હા. ક્યાંક “શુભ-લાભ' લખાતું હોય તો એનો અર્થ પણ આ જ છે કે આ જીવનમાં જે પણ શુભ થતું હોય એ જ લાભ છે. બાકી અશુભ એ લાભ શેનું ? એક વરસનું ૨૦૦૦ રૂપિયા જેટલું બજેટ જો હું મૂરખ બનવાનું રાખી દઉં તો મજૂરો સાથે, રિક્ષા ડ્રાઇવર સાથે, શાકવાળા સાથે બબે-પાંચ પાંચ રૂપિયા ખાતર ક્રોધ કરવાનું મારે જે બનતું રહે છે એ બધા પર પૂર્ણવિરામ મુકાઈ જાય તેમ છે. સામે ચડીને મૂરખ બનવા હું તૈયાર ખરો ? Page #4 -------------------------------------------------------------------------- ________________ જીવનનાં આટલાં વરસોના અનુભવોએ મને એક વાત બરાબર સમજાવી દીધી છે કે અનિષ્ટને કાલ કરતા આજે છોડી દેવું વધારે સરળ છે અને ઇષ્ટને આજ કરતાં આવતીકાલે કરવું વધારે કઠિન છે. આમ છતાં કોણ જાણે કેમ, મન સતત એમ જ સમજાવતું રહે છે કે અનિષ્ટ હું આવતી કાલે છોડી જ દઈશ અને ઇષ્ટના સેવન માટે તો આખી જિંદગી પડી છે ! શું કરું આ ચાલબાજ મનનું? == == જે ભિખારીને મારી પાસે રોજનું પૈસા લેવાનું : ચાલુ હોય એ ભિખારી મને થિયેટરમાં જો મળી - જાય તો મને એમ થઈ જાય કે “તું અહીંયા ?” આ એ જ ભિખારી મને રોજ પૂજાનાં કપડાંમાં = = જોતો હોય અને હું એને થિયેટરમાં મળી જાઉં તો . એના મનમાં પણ આ થતું જ હશે ને કે ‘શેઠ, " તમે અને અહીં થિયેટરમાં ?' Page #5 -------------------------------------------------------------------------- ________________ જે-જે દુર્ગુણોનું સેવન મારા જીવનમાં ગુપ્તપણે ચાલુ છે એ જ દુર્ગુણોના સેવન બદલ સામી વ્યક્તિ જ્યારે પકડાઈ જાય છે ત્યારે મારા હૈયામાં ઊંડે ઊંડે એક જાતનો આનંદ અનુભવાય છે. સમજાતું તો મને એ નથી કે આ આનંદના અનુભવના મૂળમાં છે શું? સામી વ્યક્તિ બે-આબરૂ થઈ ગઈ છે કે હું બે-આબરૂ થતો બચી ગયો એ ? પર પ્રભુના મંદિરમાં ૧૦ ની નોટ મૂકવા હું તૈયાર તો એ ધ થઈ ગયો. ખીસામાં હાથ નાખ્યો. એક સાથે ૧૦ ની ' " બે નોટ બહાર આવી. એક નોટ ગંદી હતી. બીજી - નોટ એકદમ નવી નક્કોર હતી. " પળની ય વાર લગાડ્યા વિના મેં ગંદી નોટ , ' પ્રભુના મંદિરમાં મૂકી દીધી ! એમ સમજીને કે અહીં છે તો બધું ય ચાલી જાય !' હું આટલો બધો નિર્લજ્જ ? . Page #6 -------------------------------------------------------------------------- ________________ વિષ્ટા કીમતી ન હોવા છતાં ડુક્કર એને પામવા સદાય ભારે ઉત્સાહિત જ હોય છે કારણ કે ડુક્કરને વિષ્ટા કીમતી લાગતી હોય છે. આ વાસ્તવિકતાએ મને સમજાવી દીધું છે કે “હું જેની પણ કિંમત આંકીશ, મારા માટે એ ચીજ કીમતી બની જશે’. મેં હવે તુચ્છ અને શુદ્ર પદાર્થોની કિંમત આંકવાનું બંધ કર્યું છે. કારણ કે મારા કીમતી જીવનને હું એની પાછળ વેડફી દેવા નથી માગતો. આજે સ્વપ્નમાં પ્રભુ પધાર્યા અને તે એમણે મારા હાથમાં કારણદર્શક નોટિસ પકડાવી દીધી. આ જનમમાં મેં તને આંખ-કાન-જીભ-મન-સંપત્તિ-હૃદય વગેરે જે કાંઈ આપ્યું છે એ બધું મારે તને આવતા જનમમાં પણ શા માટે આપવું ?' મારું શરીર પસીનાથી રેબઝેબ છે. નોટિસનો શું જવાબ આપવો ? કશું જ સમજાતું નથી. Page #7 -------------------------------------------------------------------------- ________________ મને બરાબર ખ્યાલ આવી ગયો છે કે જેણે જીવન દુષ્ટ ગાળ્યું છે એને પોતાની જ મૃતિનો ડર રહ્યા કરતો હોય છે. આખરે, ફુરસદથી માણસો આટલા બધા ડરતા કેમ હોય છે, એનું રહસ્ય મને સમજાઈ ગયું છે. આ સમજણ પછી મેં મારા જીવનનો રાહ બદલી નાખ્યો છે કારણ કે વૃદ્ધાવસ્થામાં મને પુષ્કળ ફુરસદ મળવાની જ છે અને એ અવસ્થાને હું ડરામણી સ્મૃતિઓથી બગડવા દેવા નથી જ માગતો. શરીરમાં લોહી એની મેળે ફરતું રહે છે, શ્વાસ એની મેળે લેવાતો રહે છે, ખોરાક એની મેળે પચતો રહે છે અને છતાં મને એમ લાગી રહ્યું છે કે આ શરીરને હું જ ટકાવી રહ્યો છું ! | કોણ સમજાવે મારા મનને કે આ જગતમાં ફેંકી દેવા જેવી કોઈ એક જ મૂડી હોય તો એ મૂડીનું નામ છે, અહંકાર ! Page #8 -------------------------------------------------------------------------- ________________ આજ સુધી મને એમ લાગતું હતું કે શરીર કૅન્સરગ્રસ્ત થઈ જાય એ મોટામાં મોટું દુઃખ, ધંધામાં દેવાળું નીકળી જાય એ મોટામાં મોટું દુઃખ, સ્વજનો બેવફા પાકે એ મોટામાં મોટું દુઃખ, સમાજમાં બે-આબરૂ થઈ જવું પડે એ મોટામાં મોટું દુઃખ પણ અનુભવે એક વાત સમજાઈ ગઈ છે કે આ જગતમાં આપણાં ખુદના અંતઃ કરણને દુઃખ પહોંચાડતા રહેવું એના જેવું મોટું દુઃખ બીજું કોઈ જ નથી.. પિક્યરનો ત્યાગ સર્વથા નથી થઈ શકતો ? એક વાત ના નક્કી કરી દેવી છે? ‘પિક્યરો ગમે તેટલાં જોઈશ. એક નક્કી કરેલા થિયેટરને છોડીને અન્ય થિયેટરમાં તો નહીં જ જોઉં' અથવા કોઈ પણ થિયેટરોમાં પિક્સર જોઈશ પરંતુ એક જ પિક્ટરને છોડીને અન્ય કોઈ પિક્યરો નહીં જ જોઉં' કબૂલ ? Page #9 -------------------------------------------------------------------------- ________________ જે સ્વર્ણમૃગ હતું જ નહીં એને મેળવી લેવાની લાલચમાં રામ પોતાની પાસે જે સીતા હતી એ ય ગુમાવી બેઠા છે આ વાસ્તવિકતા એટલું જ કહે છે કે પદાર્થોમાં જે સુખપ્રદાન કરવાની તાકાત જ નથી એ પદાર્થો મેળવી લેવાની લાલચમાં આપણી પાસે રહેલ પ્રસન્નતા અને પવિત્રતા ગુમાવી દેવાની બેવકૂફી આપણે કરવા જેવી નથી જ. વિલાસી વાતાવરણનો રાવણ સ્વર્ણમૃગ ભલે સર્જ્ય કરે. આપણે માથું ઠેકાણે રાખવાની જરૂર છે. જવાળા આપો. “મોત પછી લધી જ સંપત્તિ સાથે લઈ જઈ શકાય તેમ હોય તો પરિવાર માટે અહીં સંપત્તિ છોડી જાઓ એ બને ખરું ? અથવા પરિવારના સભ્યો એમ કહી દે કે તમારો એક પણ રૂપિયો અમારે જોઈતો નથી તો બધી જ સંપત્તિ સન્માર્ગે વાપી જ દો એ નક્કી ખરું ?' ના. એકેય પ્રશ્નનો જવાબ આપી શકાય તેમ નથી. C Page #10 -------------------------------------------------------------------------- ________________ રસોઈમાં મીઠું ન હોય તો રસોઈ બે-સ્વાદ લાગે પણ કડવી ન લાગે, ગાડીમાં પેટ્રોલ ન હોય તો ગાડી આગળ ન ચાલે પણ ખાડામાં ન જાય, ઘરમાં ફર્નિચર ન હોય તો ઘર શોભાવિહીન લાગે પણ સ્મશાનતુલ્ય ન લાગે પણ સુખ સાથે જો સદ્ગદ્ધિ ન હોય તો એ સુખ જીવનને કડવું વખ પણ બનાવી દે, પતનની ગર્તામાં પણ ધકેલી દે અને જીવનને સ્મશાનતુલ્ય પણ બનાવી દે. સાવધાન ! રસ્તા પર પસાર થઈ રહેલ અંધને ખુલ્લી આંખવાળા. માણસના માર્ગદર્શન પર પૂરેપૂરો ભરોસો છે. અને ખુલ્લી આંખવાળા મને પ્રભુના માર્ગદર્શન પર જાતજાતના તર્ક-વિતર્કો કરતા રહેવાનું મન થયા જ કરે છે અને છતાં મને પેલો અંધ દયા- પાત્ર લાગે છે, મારી જાત નહીં ! કરુણતા જ છે ને ? Page #11 -------------------------------------------------------------------------- ________________ મારી આસપાસ ભલે ને ૫૦ શ્રીમંતો વસે છે, ભલે ને હું એમની ચસમપોશી કર્યા કરું છું, ભલે ને હું એમની ભાટાઈ કર્યા કરું છું, પણ હું પણ શ્રીમંત બની જ જઈશ એ નક્કી નથી. જયારે ભલે ને હું એક જ મહાપુરુષના સંપર્કમાં આવું છું. મારા હૃદયમાં એમને બિરાજમાન કરી દઉં છું, એમની શક્ય સેવા-ઉપાસના કરું છું, હું ખુદ મહાપુરુષ બની જ જાઉં છું. શ્રીમંતો કરતાં મને મહાપુરુષો વધુ ગમે છે એનું આ જ તો રહસ્ય છે. સૈનિક યુદ્ધના મેદાન પર બખ્તર જરૂર પહેરી રાખે છે. પરંતુ એ સૈનિક જ્યારે છાવણીમાં આવી જાય છે ત્યારે તો. બખ્તર ઉતારી જ નાખે છે. પણ મારી તો વાત જ ન્યારી છે. હું બજારમાં તો બુદ્ધિનું બખ્તર પહેરી જ રાખું છું પરંતુ રવજનો વચ્ચે હોઉં છું ત્યારે ય બુદ્ધિનું બખ્તર પહેરી જ રાખું છું ! કારણ ? હું જાતને ચાલાક માનું છું. Page #12 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિ એક એવું જંગલ છે કે જ્યાં પ્રસન્નતાનો પ્રકાશ નથી જ્યારે હૃદય એક એવું આકાશ છે કે જ્યાં ઉદ્વિગ્નતાનો અંધકાર નથી. વાસ્તવિકતા આ હોવા છતાં કોણ જાણે કેમ મનને બુદ્ધિનું જંગલ જેટલું જામે છે, હૃદયનું આકાશ એટલું નથી જામતું. એને ચાલાક બનવું છે, લાયક નથી બનવું. સફળ બનવું છે, સરળ નથી બનવું. મોટા બનવું છે, મહાન નથી બનવું. સ્વર્ગસ્થ બનવું છે, સર્વસ્થ નથી બનવું. કરુણતા જ છે ને ? જ્યારથી હું ધંધામાં જોડાયો છું અને સફળતાનાં એક પછી એક શિખર સર કરતો ચાલ્યો છું ત્યારથી મેં મારા શરીર માટે એક નવી બારાખડી બનાવી દીધી છે : A = એટેક B = બી.પી. C = કોલસ્ટ્રોલ D = ડાયાબિટીસ ' અને E = એન્ડ ! Page #13 -------------------------------------------------------------------------- ________________ વરસાદ વરસે છે તો સર્વત્ર પણ એનું પાણી પર્વતના શિખર પર લટકતાં ખાડામાં ટકી જાય છે. કારણ ? શિખર પહેલેથી જ ભરેલું છે જ્યારે ખાડો ખાલી છે. પ્રભુના કરુણાપાત્ર તો આ જગતના બધા જ જીવો બને છે પરંતુ કૃપાપાત્ર તો એ જીવ જ બની શકે છે કે જે કૃતજ્ઞ છે. પ્રભુ આપણને કરુણાપાત્ર બનાવે એ એમની મહાનતા છે. આપણે કૃપાપાત્ર બનીએ એ આપણી મર્દાનગી છે ! જ વરસો પહેલાં હું જમતો હતો. પાટલા પર થાળી મુકાતી. થાળીમાં ભોજનનાં દ્રવ્યો પીરસાતા. હું નીચે પાથરણા પર બેસતો અને હાથેથી પેટમાં ભોજનનાં દ્રવ્યો પધરાવતો ! - આજે હું જમતો નથી, ખાઉં છું. ખુરસી પર બેસું છું. જમવા માટે ડાઇનિંગ ટેબલ છે. હાથમાં ચમચી કે છરી-કાંટા છે. શું ખાઉં છું એ મને યાદ રહેતું નથી ! Page #14 -------------------------------------------------------------------------- ________________ - ' : અત્યાર સુધી શ્રીમંતને જોઈને હું લાચારી અનુભવતો હતો, સત્તાધીશને જોઈને હું લઘુતાગ્રંથિ અનુભવતો હતો, બુદ્ધિમાનને જોઈને હું વ્યથા અનુભવતો હતો પણ જ્યારથી સદ્ગુણીની મસ્તી મારી આંખનો વિષય બની છે, સંતુષ્ટની ખુમારી. જ્યારથી મેં નજરોનજર નિહાળી છે, સંવેદનશીલ વ્યક્તિના ચહેરા પરની માસૂમિયતા મારા નીરખવામાં આવી છે ત્યારથી મારા લાચારીના, લઘુતાગ્રંથિના, વ્યથાના વિષયો તેઓ બની ગયા છે. જમવાનું ઘરમાં અને સંડાસ જવાનું બહાર. વીસમી સદીમાં જીવતા માણસ માટે આ વ્યવસ્થા હતી પણ અત્યારે તો એકવીસમી સદી ચાલી રહી છે. માણસનું પુણ્ય [3] જાગી ગયું છે. એ જમે છે બહાર અને સંડાસ જાય છે ઘરમાં. આમ છતાં માણસ એમ માની રહ્યો છે કે મારા બાપ-દાદા જુનવાણી હતા ! Page #15 -------------------------------------------------------------------------- ________________ પાણી ફ્રિજમાં રહે છે, બરફ બની જાય છે. દૂધમાં મેળવણ પડે છે, દહીં બની જાય છે. પાણી એક જ જગાએ પડ્યું રહે છે, ખાબોચિયું બની જાય છે. કાંટો પગમાં રહી જાય છે, પગ સડી જાય છે; પરંતુ ક્રોધ મનમાં રહી જાય છે, વેર બની જાય છે અને વેર હૃદયમાં રહી જાય છે, પાપો લીલાછમ બની જાય છે ! - કબૂલ ! આ વાસ્તવિકતા છતાં હું ક્રોધથી મુક્ત નથી બની શક્યો; પરંતુ ક્રોધનો સંગ્રહ કરવાનું તો મેં બંધ કરી જ દીધું છે ! | ગામડામાં યોજતા લગ્નના જમણવારમાં માણસ જમીને બહાર નીકળે છે ત્યારે એને મળનાર એક પ્રશ્ન પૂછે છે. જમવામાં શું હતું ?' શહેરમાં યોજાતા લગ્નના જમણવારમાં જમીને માણસ બહાર નીકળે છે ત્યારે એને પહેલો પ્રશ્ન આ પુછાય છે, ‘ડિશ કેટલાની હતી ?' આને કહેવાય વિકાસયુગ ! ૧૫ Page #16 -------------------------------------------------------------------------- ________________ ઘડો તૈયાર થઈ જવો એ જુદી વાત છે અને ઘડો મજબૂત બની જવો એ જુદી વાત છે. કુંભારના ચાક પર ઘડો તૈયાર તો થઈ જાય છે; પરંતુ એને મજબૂત બનાવવા કુંભારે એ ઘડાને આગમાં નાખવો જ પડે છે. કૉલેજોમાં અને સ્કૂલોમાં ડિગ્રીઓ લઈને વિધાર્થીઓ સાક્ષર તો બની જાય છે પરંતુ સંસ્કારી સાક્ષર બની ગયેલા તેઓ જોવા નથી મળતા કારણ કે સંઘર્ષનીતકલીફોની અને કષ્ટોની આગથી તેઓને દૂર જ રાખવામાં આવી રહ્યા છે. આજે પણ ગામડામાં તમે ચાલ્યા જાઓ. તમને ત્યાં સડક બનેલી જોવા નહીં મળે કારણ કે ગામડું કોઈને ય સડક પર સૂવા દેતું નથી. તમે શહેરમાં ચાલ્યા જાઓ. સર્વત્ર તમને સડક બનેલી જોવા મળશે કારણ કે ત્યાં મોટાં મકાનોમાં નાનાં દિલો રહે છે કે જે કોઈને ય પોતાનાં ઘરોમાં રાખવા તૈયાર નથી હોતા ! . . Page #17 -------------------------------------------------------------------------- ________________ કમાલ છે ને? સામાના લાખ આગ્રહ છતાં હું આગપર નથી જ ચાલતો, સામાની લાખ ઇચ્છા છતાં હું મોઢામાં કાદવ નથી જ નાખતો, સામાની પ્રચંડ લાગણી છતાં હું આઠમા માળેથી કૂદકો નથી જ લગાવતો પણ પાપો જ્યારે પણ હું કરી લઉં છું અને એ બદલ મને કોઈ પડકારે છે કે ઠપકો આપે છે ત્યારે હું એને તુર્ત સંભળાવી દઉં છું કે ‘મારી તો કોઈ જ ઇચ્છા નહોતી પણ પરિસ્થિતિ જ એવી સર્જાઈ ગઈ કે મારે પાપો. કરવા જ પડ્યા !' આને કહેવાય હોશિયારી ! સમાજના કારણે, શરમના કારણે અને સંવેદનશીલતાના કારણે આજે ગામડાંઓ હજી પણ અપરાધમુક્ત રહ્યા છે. આ દેશના શિક્ષણપ્રધાનને એટલું જ કહેવાનું મન થાય છે કે ગામડાંના નિરક્ષરોને સાક્ષર બનાવી દેવાની લ્હાયમાં એમના સંસ્કારોની હોળી ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખજો કારણ કે સાક્ષરોમાં સંસ્કારો જોવા નથી મળી રહ્યા. Page #18 -------------------------------------------------------------------------- ________________ મકાન સાથે જીવનારો માણસ મકાન માટે નથી જ જીવતો. ભોજન સાથે જીવનારો માણસ ભોજન માટે નથી જ જીવતો. વસ્ત્રો સાથે જીવન જીવનારો માણસ વસ્ત્રો માટે જીવન નથી જ જીવતો પણ કરુણતા માણસના જીવનમાં એ સર્જાઈ છે કે એ પૈસા સાથે જીવન નથી જીવતો પણ પૈસા માટે જ જીવન જીવી રહ્યો છે. ‘સાથે’નું સ્થાન જ્યારે ‘માટે' લઈ લે ત્યારે જીવનમાં કેવી અરાજકતા વ્યાપી જાય એ જોવું હોય તો આજના ધનલંપટોને જોઈ લેવા જેવા છે. સંગ તેવો રંગ' આ કહેવતને મેં સાચે જ ખોટી પાડી દીધી છે. વરસોથી હું પ્રભુપૂજા કરી રહ્યો છું, પ્રભુભક્તિનો રંગ મને નથી જ લાગ્યો. વરસોથી હું પ્રવચનશ્રવણ કરી રહ્યો છું, પ્રવચનોનો રંગ મને નથી જ લાગ્યો. વરસોથી હું મુનિ ભગવંતોનાં દર્શન કરી રહ્યો છું, મુનિજીવન મારા આકર્ષણનું કારણ નથી જ બન્યું! શું મારી છાતી પોલાદની બનેલી હશે? ૬૮ Page #19 -------------------------------------------------------------------------- ________________ સુવાસ ન અનુભવાય જે પુષ્પમાં, એને પુષ્પ માનવા મન તૈયાર થતું નથી. મીઠાશ ન અનુભવાય જે સાકરમાં, એને સાકર માનવા મન તૈયાર થતું નથી. આત્મીયતા ન અનુભવાય જે સંબંધમાં, એને સબંધ માનવા મન તૈયાર થતું નથી. પ્રશ્ન એ છે કે જે જ્ઞાન છે આપણી પાસે, જે બોધ છે આપણી પાસે, જે માહિતી છે આપણી પાસે એમાં સમાધિની સુગંધનો આપણને અનુભવ થઈ રહ્યો છે ખરો ? જો ના, તો ય આપણે એને જ્ઞાન માની રહ્યા છીએ ? મારા આપેલા બે રૂપિયાનો ભિખારીએ દુરુપયોગ ન જ કરવો જોઈએ એવો મારો સતત આગ્રહ રહે જ છે. જોકે પ્રભુ તરફથી મને મળેલ શરીરનો, સંપત્તિનો, શબ્દોનો અને સમયનો હું બેફામ દુરુપયોગ કરી જ રહ્યો છું પણ એ વાત અહીં યાદ રાખવી એ અસ્થાને છે એમ હું માનું છું. Page #20 -------------------------------------------------------------------------- ________________ અંધકાર રવાના થવા તૈયાર છે જો આપણે પ્રકાશને હાજર કરવા તૈયાર હોઈએ તો ! ઝરણું પ્રગટ થવા તૈયાર છે જો આપણે પથ્થર હટાવવા તૈયાર હોઈએ તો ! રોગ રવાના થવા તૈયાર છે જો આપણે દવા લેવા તૈયાર હોઈએ તો ! જીવનમાં વ્યાપેલાં પાપો અને મનમાં ઘર કરી ગયેલા દોષો રવાના થવા તૈયાર છે જો હૃદયમાં આપણે પરમાત્માને પ્રતિષ્ઠિત કરી દેવા તૈયાર હોઈએ તો ! - ::- . = = 1 ગાંડાઓની હૉસ્પિટલમાં કોઈ એક જ વ્યક્તિ નો સૌથી વધુ તકલીફમાં હોય તો એ વ્યક્તિ છે ડૉક્ટર. આજે મને ખ્યાલ આવે છે કે આ સંસારમાં || સૌથી વધુ તકલીફો અને કષ્ટો, મુશ્કેલીઓ અને = " અપમાનો સીધા રસ્તે ચાલનારને જ કેમ વેઠવાનાં આવે છે ? દુર્જનો તો ગાંડાઓનું પ્રતિનિધિત્વ પધરાવી રહ્યા છે. તેઓ તો હંમેશાં મજામાં [3] જ ન હોવાના ! Page #21 -------------------------------------------------------------------------- ________________ હજારો સૂતેલા માણસોને જાગેલો એક માણસ જગાડી શકે છે પણ એક જાગેલા માણસને, હજારો સૂતેલા માણસો સુવડાવી શકતા નથી. ગમે તેટલા ગાઢ પણ અંધકારને, પ્રકાશનું એક જ કિરણ ચીરી નાખે છે પણ પ્રકાશના એક પણ કિરણ પર આક્રમણ કરવાની ગાઢ અંધકારની ય તાકાત નથી. મારી હતાશા ખંખેરાઈ ગઈ છે. મારા હૃદયમાં પધારી ચૂકેલા પ્રભુને દરવાજો બતાડી શકે એવું કોઈ પાપ આ જીવનમાં અસ્તિત્વ ધરાવતું નથી. TET ‘સામી વ્યક્તિ માટે મારા મનમાં જે પણ હોય જ છે એ હું એને સાચેસાચ સંભળાવી જ દઉં છું, " પરિણામ પછી ગમે તે આવે. હું પરવા કરતો નથી.' = જોકે મારા માટે સામી વ્યક્તિના મનમાં જે " કાંઈ હોય છે એ જો સાચેસાચ મને સંભળાવી દે છે : તો એની ધૂળ કાઢી નાખું છું. પણ એ વાત - આખી જુદી છે. .: : S EE , Page #22 -------------------------------------------------------------------------- ________________ ને પાણીમાં પ્રવેશી ગયેલ કચરો, સમય જતાં આપોઆપ નીચે બેસી જાય છે પરંતુ મનમાં પ્રવેશી ગયેલ કચરો, કોણ જાણે કેમ ગમે તેટલો સમય પસાર થયા પછી ય બેસી જવાનું નામ નથી લેતો. આ વાસ્તવિકતા એટલું જ કહે છે કે મનમાં કચરાને પ્રવેશ આપતા પહેલા લાખ વાર વિચાર કરવા જેવો છે. કારણ કે સમય જેવું બળવાન શસ્ત્ર પણ આ કચરો આગળ બ8 પુરવાર થાય છે. - ILE પેપરમાં એક સમાચાર વાંચવામાં આવ્યા છે. ‘તમારા મનમાં ચાલી રહેલ વિચારોના ફોટા પાડી લે એવો કૅમેરો ટૂંક સમયમાં | બજારમાં આવી રહ્યો છે.' મેં નક્કી કરી લીધું છે કે જે પણ વ્યક્તિ પાસે એવો કૅમેરો હશે એની સાથે મારે કોઈ પણ પ્રકારનો સંબંધ તો નહીં હોય, સંપર્ક ' પણ નહીં હોય ! Page #23 -------------------------------------------------------------------------- ________________ મનની કમાલની ખાસિયત આ છે કે જે સામગ્રી સહુ પાસે હોય છે એ સામગ્રીને મન ઝંખતું નથી તો જે સુખ સહુનું હોય છે એ સુખને મન ચાહતું નથી. આનો અર્થ? આ જ કે મનને સામાન્યમાં તો રસ નથી પણ સર્વમાન્યમાં પણ રસ નથી. એને રસ છે માત્ર વિશિષ્ટમાં જ. સામગ્રી મારી પાસે એવી જ હોવી જોઈએ કે જે કોઈની ય પાસે ન હોય. સુખ મારી પાસે એવું જ હોવું જોઈએ કે જે કોઈને ય ઉપલબ્ધ ન હોય ! દુઃખી થવાના જ આ ધંધા છે ને? હું સ્મશાનમાં પણ મોબાઇલ ફોન પર ગૅરબજારના ઇન્ડેક્સ અંગે સામી વ્યક્તિ સાથે હસી-ખીલીને વાતો કરી શકું છું તો ટી.વી. પર કલેઆમનાં હૃશ્યો જોતાં જોતાં ચાની ચૂસકી પણ લઈ શકું છું. મારી છાતી નબળી પડી ગઈ છે એવો ડૉક્ટરે મારા માટે આપેલ રિપોર્ટ જૂહો હોવા અંગે કોઈના ય મનમાં શંકા ન રહેવી જોઈએ. Page #24 -------------------------------------------------------------------------- ________________ તાજું દૂધ તરત જ નથી જામતું એ બાબતમાં મારી પાસે કોઈ ફરિયાદ નથી. જમીનમાં વાવેલું બીજ તરત ઊગતું નથી એ બાબતની મને કોઈ વ્યથા નથી. પેટમાં નાખેલો ખોરાક તરત પચતો નથી એ બાબતનો મને કોઈ અસંતોષ નથી. આજે જ ખોલેલી દુકાન તરત નફો દેખાડતી નથી એની મને કોઈ વેદના નથી પણ, કરેલા ધર્મનું ફળ મને તરત મળતું નથી એની મને ભારે વેદના અને વ્યથા છે. બુદ્ધિની આ અલ્પતા હશે કે વિકૃતિ ? ET દૂધ મને મોળું લાગે છે ત્યારે એને સ્વાદિષ્ટ બનાવવા હું દૂધનું=', પ્રમાણ નથી વધારતો પણ એમાં સાકરનું પ્રમાણ વધુ ઉમેરું છું. ' બજારમાં જ્યારે મંદી અનુભવાય છે ત્યારે હું પુરુષાર્થ વધારું છું પણ ધર્મ કે પુણ્ય વધારવાનું મને સૂઝતું જ નથી. કારણ ? મને. સમજ જ નથી કે પુણ્યની મંદીથી જ બજારમાં મંદી આવે છે !' Page #25 -------------------------------------------------------------------------- ________________ સાકર ગમે તેટલા સમય સુધી પડી રહે છે, એમાં કડવાશ પેદા નથી જ થતી. માખણ ગમે તેટલા સમય સુધી પડ્યું રહે છે, એનામાં પથ્થરની કઠોરતા નથી જ પેદા થતી. પરંતુ સુખ ? સમય પસાર થાય છે, એના પ્રત્યેનું આકર્ષણ ઘટતું જ જાય છે. શબ્દો બદલાય છે, સુખની અનુભૂતિમાં કડાકો બોલાવા જ લાગે છે. સંયોગો બદલાય છે, સુખ કડવું લાગવા જ માંગે છે. આવા તકલાદી સુખ પાછળ કીમતી જીવન હોમી દેવાનું? ઊંઘ જેવી એક નાનકડી ચીજ પણ હું મારી મેળે લાવી શકતો નથી. કાં તો એ આવે છે અને કાં તો એ નથી આવતી. | કમાલનું દુઃખદ આશ્ચર્ય તો એ છે કે હું આટલો બધો કમજોર હોવા છતાં આજે ય એમ માનીને જીવી રહ્યો છું કે ‘આપણે તો પથ્થરમાંથી ય પાણી પેદા કરી શકીએ છીએ !' બાલિશતા આનું જ નામ ને ? Page #26 -------------------------------------------------------------------------- ________________ હું બોલું છું કે ચાલું છું, વસ્ત્રો પહેરું છું કે ઘરમાં ફર્નિચર વસાવું છું, ગાડી વસાવું છું કે ટી.વી. ખરીદી લાવું છું. મારી વિચારણાના કેન્દ્રમાં એક જ વાત હોય છે, ‘દુનિયાને હું કેવો લાગું છું?” - આજે પહેલી વખત મને આ સમજ આવી છે કે મારી પ્રસન્નતાનો આધાર ‘દુનિયાને હું કેવો લાગું છું ?' એ નથી પણ ‘દુનિયા મને કેવી લાગી રહી છે ?' એ છે ! = = == સિગ્નલની લાઇટ લાલ થાય છે અને હું કોઈ પણ જાતના તર્ક-વિતર્ક કર્યા વિના ગાડીને ઊભી રાખી દઉં છું. | પરંતુ જે-જે પ્રવૃત્તિઓ કરવાની પ્રભુએ ના પાડી છે એ પ્રભુની તમામ આજ્ઞાઓ સામે તર્ક-વિતર્ક કરતા રહ્યા વિના મને ચેન નથી પડતું. સંસારની એ રખડપટ્ટી મારી આ બાલિશતાને જ આભારી હશે ? Page #27 -------------------------------------------------------------------------- ________________ ભિખારીને તમે ગમે તેટલી વાર ‘ના’ પાડો, એ બે-શરમ બનીને જ્યાં હોય ત્યાં ઊભો જ રહે. આખરે થાકી-કંટાળીને તમે એને કંઈક આપો પછી જ એ ત્યાંથી હટે. મન ! એ તો ભિખારી કરતાં ય બે-શરમ છે. તમે એની માંગ પૂરી નથી કરતા. ત્યાં સુધી તો એ તમને હેરાન કરતું રહે છે પરંતુ એક માંગ પૂરી કરો છો કે તુર્ત એ નવી માંગ રજૂ કરતું રહીને તમને પજવ્યા કરે છે ! કોઈ વિકલ્પ ? રસ્તા પર ધૂળ ઊડતી હોય છે, હું આંખો બંધ કરી દઉં છું. ગટરની દુર્ગધ ફેલાતી હોય છે, હું નાક આડે રૂમાલ લગાવી દઉં છું. વાતાવરણમાં ધુમાડો ઊડતો હોય છે, હું મોટું બંધ કરી દઉં છું પણ, કોકની હલકી વાતો સાંભળવાનો મોકો મળે છે, હું મારા બંને કાન ખુલ્લા મૂકી દઉં છું ! કરુણતા જ છે ને ? Page #28 -------------------------------------------------------------------------- ________________ મકાન ગમે તેટલું મોટું હોય, એનો દરવાજો તો નાનો જ હોવાનો ! ગાડી ગમે તેટલી લાંબી હોય, એને જોડાયેલું એન્જિન નાનું જ હોવાનું ! શરીર ગમે તેટલું મોટું હોય, એમાં ધબકી રહેલ હૃદય નાનું જ હોવાનું ! જીવનને સદ્ગુણોથી હર્યું-ભર્યું બનાવી દેવું છે ? એક નાનકડા સત્કાર્યથી એની શરૂઆત કરી દો. બની શકે કે સત્કાર્યનો ખૂલતો આ નાનકડો દરવાજો જ તમને સદ્ગુણોના વિરાટ મહેલમાં પ્રવેશ કરાવી દે ! મૅચમાં અમ્પાયર હોવો જ જોઈએ, કુસ્તીના ખેલમાં રેફરી હોવો જ જોઈએ, કોર્ટમાં ન્યાયાધીશ હોવો જ જોઈએ, દેશમાં કાયદો હોવો જ જોઈએ. પણ મારા ખુદના જીવનમાં કોઈ અમ્પાયાર, રેફરી, ન્યાયાધીશ કે કાયદાનું નિયંત્રણ હોવું જ જોઈએ એ સ્વીકારવાની મારી કોઈ તૈયારી નથી. Page #29 -------------------------------------------------------------------------- ________________ સાપને વશમાં ન રાખી શકે એ માણસને સાપ મારી નાખે એ તો સાંભળ્યું છે અને સાપને વશમાં રાખી શકે એ માણસ સાપ દ્વારા પોતાની આજીવિકા ચલાવી શકે એ ય સાંભળ્યું છે; પરંતુ મનને જે વશમાં ન રાખી શકે એ વ્યક્તિને મન એ હદે બરબાદ કરી નાખે છે કે જેનું શબ્દોમાં વર્ણન ન કરી શકાય અને મનને જે વશમાં રાખી શકે એ વ્યક્તિને મન એ હદે ન્યાલ કરી દે છે કે જેનું ય શબ્દોમાં વર્ણન ન કરી શકાય એ ય સમજી લેવા જેવું છે. વાંચ્યું છે આ વાક્ય ? “મનનું માન્યું, મર્યા! મનને માર્યું જીત્યા !' ડાહ્યા કરતા ગાંડો વધારે સુખી દેખાતો હોય તો ય મને ક્યારેય એવો વિચાર ન આવે. કે ડાહ્યા રહેવા કરતા ગાંડા રહેવું વધુ સારું પણ, | ધર્મી કરતા પાપી વધુ સુખી દેખાય એટલે તરત જ મારા મનમાં આ વિચાર ઝબકવા લાગે કે ધર્મી બન્યા રહેવા કરતા પાપી બન્યા રહેવું વધુ સારું! કમાલ છે ને ? Page #30 -------------------------------------------------------------------------- ________________ હીરા મેળવવા માટે જે માણસ ખાણમાં નીચે ઊતરે છે એ માણસે હીરા સુધી પહોંચતા પહેલાં વચ્ચે આવતા ઘણા-બધા પથરાઓ છોડવા જ પડે છે.. એક ઉમદા પરિબળને જે આપણે ‘હા’ કહેવા માગીએ છીએ તો ઘણાં-બધાં અધમ અને તુચ્છ પરિબળોને ‘ના’ પાડી દેવાની હિંમત આપણે કેળવવી જ પડશે. આમાં આપણે જો કાચા પડ્યા તો ‘હા’ સુધી આપણે પહોંચી રહ્યા ! હું પશ્ચિમ તરફની બારી ખૂલતી હોય એવા જ મકાનમાં રહેવાનું પસંદ કરું અને સૂર્યોદય જોવા ન મળતાં દુઃખી થતો રહું એનો કોઈ અર્થ જ નથી ને ? હું આખો દિવસ નકારાત્મક વિચારો જ કર્યા કરું અને પછી ફરિયાદ જ કર્યા કરું કે મારું મન પ્રસન્ન નથી રહેતું. કોઈ અર્થ છે ખરો ? ૩૦ Page #31 -------------------------------------------------------------------------- ________________ સંપત્તિ અને સદ્ગુણો વચ્ચેનો એક મહત્ત્વનો તફાવત ખ્યાલમાં છે ? સંપત્તિના નિંદકો લગભગ કોઈ નથી, સંપત્તિના પ્રશંસકો સૌથી વધુ છે અને સંપત્તિના અનુયાયીઓ તો પાર વિનાના છે. જ્યારે, સદ્ગણોના નિંદકો પણ આ જગતમાં વિધમાન છે જ તો સદ્ગણોના પ્રશંસકો પણ આ જગતમાં ઓછા નથી પરંતુ સદ્ગણોના અનુયાયીઓ ? આંગળીના વેઢે ગણી શકાય એટલા જ છે. મારી આર્થિક સંકડામણને ખ્યાલમાં રાખીને મારું પાંચ લાખનું દેવું કોક છોડી દે છે એ પછી ય સામાની આર્થિક સંકડામણનો ખ્યાલ આવી ગયા પછી હું એનું પચાસ હજારનું દેવું માફ કરી દેવા તૈયાર થતો નથી. | મારી આ વૃત્તિને કૃતજનતાનું લેબલ લગાડવું કે કઠોરતાનું ? નિર્લજ્જતાનું લેબલ લગાડવું કે નાલાયકતાનું ? કશું જ સમજાતું નથી. ૩૧ Page #32 -------------------------------------------------------------------------- ________________ નબળાઈઓ સામે લડી લેવાની તાકાત મનમાંથી આવશે એવું જો આપણે માની બેઠા હોઈએ તો એ આપણી ભયંકર ભૂલ છે. કારણ કે મન તો નબળાઈઓનું જ હિમાયતી છે. નબળાઈઓ સામે લડવાની પ્રચંડ તાકાત મનમાંથી નહીં પણ હૃદયમાંથી આવે છે અને એ તાકાતને અસરકારક રૂપમાં જો આપણે મૂકવા માગીએ છીએ તો એ માટે પ્રતિજ્ઞા છે. પ્રતિજ્ઞા લેવાની મન જો ના પાડી રહ્યું છે તો સમજી રાખજો કે નબળાઈઓની જીવનમાંથી હકાલપટ્ટી શંકાસ્પદ છે. જન્મ આપીને જેમણે હાથ ઊંચા ન કરી દીધા પણ જે દીકરાને મા-બાપે જીવન પણ આપ્યું અને સંસ્કારો પણ આપ્યા. એ દીકરાએ પોતાનાં માબાપને પાછલી વયમાં વૃદ્ધાશ્રમમાં મૂકી દેવાનો વિચાર મારી સમક્ષ રજૂ કર્યો. મેં એને કૂતરાનાં બિસ્કિટ ખાઈ લેવાની ભલામણ કરી. કદાચ વફાદારીનો ગુણ એનામાં આવી જાય ! Page #33 -------------------------------------------------------------------------- ________________ મને એમ હતું કે અભિમાની માણસ સાથે વાત કરવાનું બને ત્યાં સુધી ટાળતા જ રહેવું; પરંતુ એક દિવસ અભિમાની સાથે વાત કરવાનો પ્રસંગ આવી જ ગયો. મારી ધારણા બહાર મને ખૂબ મજા આવી. મેં જોયું કે અભિમાની પોતાના સિવાય બીજા કોઈની ય વાત કરવા તૈયાર જ નહોતો. મારે કોઈની ય નિંદા ન સાંભળવી પડી હોય એવું કદાચ જીવનમાં પહેલી જ વાર બન્યું. મારી પાસે હોવી જોઈએ એના કરતાં બુદ્ધિ વધુ જ છે' મારી આ માન્યતા મને સમર્પિત બનવા જ નથી દેતી અને ‘મારી પાસે હોવા જોઈએ એના કરતાં ઓછા પૈસા જ છે' મારી આ માન્યતા મને સંતોષી બનવા જ નથી દેતી. આજે મને ખ્યાલ આવે છે કે શાંતિ, સમાધિ અને સગુણોએ મારાથી પીઠ કેમ ફેરવી લીધી છે ? ૩૩ Page #34 -------------------------------------------------------------------------- ________________ તાળું જે લોખંડનું બનેલું હોય છે, ચાવી પણ એ જ લોખંડની બનેલી હોય છે. તાળું મોટું હોય છે અને ચાવી નાની હોય છે અને ચમત્કાર એ સર્જાય છે કે નાની એવી ચાવી મોટા એવા તાળાને ખોલી નાખે છે. મને આજે ખ્યાલ આવ્યો છે કે સમસ્યાનું તાળું ભલે ને ગમે તેટલું મોટું છે, જો સમાધાનની ચાવી મારી પાસે હાજર છે તો એ તાળાને ખૂલી જતાં કોઈ જ વાર નથી. લાગવાની. મને અત્યાર સુધી એમ લાગ્યા કરતું હતું કે આપણે સાવ સીધા રસ્તે ચાલતા હોઈએ તો દુર્જનો શા માટે આપણને હેરાન કરતા હશે ? પણ, | માણસ શાકાહારી હોય એટલા માત્રથી સિંહ એના પર હુમલો ન કરે એવું તો ન જ બને ને ? જ્યારથી મને આ ખ્યાલ આવી ગયો છે ત્યારથી મારા મનનું સમાધાન થઈ ગયું છે. ૩૪ Page #35 -------------------------------------------------------------------------- ________________ સૂર્ય મધ્યા હોવા છતાં મને પ્રકાશની અનુભૂતિ નથી થઈ શકતી, જો મારા ઘરના દરવાજા હું બંધ જ રાખું છું અથવા તો જો હું આંખો બંધ રાખું છું અથવા તો જો હું અંધ છું. પ્રભુવચનો ઉપલબ્ધ હોવા છતાં મારામાં કોઈ જ સમ્યક્ પરિવર્તન અનુભવવા નથી મળતું કારણ કે મનના દરવાજા મેં બંધ રાખ્યા છે. પરિવર્તનને સ્વીકારી શકતી દેષ્ટિ મેં બંધ રાખી છે અને વિવેકચક્ષુ મારી ખૂલી જ નથી. શું કરે પ્રભુવચનો ? અત્તરની બાટલી ખુલ્લી હોય અને ગટરનું ઢાંકણું બંધ હોય એ નગરવ્યવસ્થા શ્રેષ્ઠ છે પણ એવી વ્યવસ્થા સંભવિત ન હોય અને ગટરનું ઢાંકણું અને અત્તરની બાટલીનું ઢાંકણું બંને બંધ હોય એવી વ્યવસ્થા મળતી હોય તો એ વ્યવસ્થા સ્વીકારી લેવા જેવી છે. હું ગુણાનુવાદ નથી કરી શકતો. નિંદા કરવાનું મેં બંધ કર્યું છે ! Page #36 -------------------------------------------------------------------------- ________________ શરીર રોગગ્રસ્ત બની ગયા પછી બીજો કોઈ લાભ થાય છે કે નથી પણ થતો પરંતુ એક લાભ તો ચોક્કસ થાય છે કે જીવનમાંથી પાપો ઘટવા લાગે છે. પરંતુ મન દોષગ્રસ્ત બની ગયા પછી બીજું કોઈ નુકસાન થાય છે કે નથી પણ થતું પરંતુ એક નુકસાન તો ચોક્કસ થાય છે કે જીવનમાં પાપો વધવા લાગે છે. મનને જ પૂછી લેવા જેવું છે પાપો ઘટાડી દેતા રોગો મંજૂર છે કે પાપો વધારી દેતા દોષો મંજૂર છે ? == ' . == પાગલપન કહો તો પાગલપન, નશો કહો તો નશો અને અભિમાન કહો તો અભિમાન, મને એમ હતું કે હું સમયને બદલી નાખીશ. પરંતુ આટલાં વરસોના ધમપછાડા પછી મને સ્પષ્ટ ખ્યાલ આવી ગયો છે કે મારે બદલાવાનો સમય આવી ગયો છે ! આનું નામ ડહાપણ ! Page #37 -------------------------------------------------------------------------- ________________ નોકરને તો એક જ શેઠ હોય છે, સતીને તો એક જ પતિ હોય છે, પુત્રને તો એક જ પિતા હોય છે, શિષ્યને તો એક જ ગુરુ હોય છે અને ગુલામને તો એક જ માલિક હોય છે; પરંતુ વ્યસની તો હજારોનો ગુલામ હોય છે. એ વ્યસનનો ગુલામ, વ્યસનના પાત્રનો ગુલામ, વ્યસનના સ્થાનનો ગુલામ, વ્યસનની સામગ્રીનો ગુલામ અને વ્યસનને પુષ્ટ કરતી પરિસ્થિતિનો પણ ગુલામ ! અને આમ છતાં વ્યસની પોતાની જાતને માની બેઠો હોય છે સમ્રાટ ! કરુણતા જ છે ને? મેં વસ્તુને હૃદય આપ્યું, વસ્તુ તૂટી અને મારું જ હૃદય તૂટી ગયું. " મેં વ્યક્તિને હૃદય આપ્યું. વ્યક્તિ તરફથી - અપેક્ષા તૂટી અને મારું હૃદય તૂટી ગયું. મેં પરિસ્થિતિને હદય આપ્યું. પરિસ્થિતિ બદલાઈ ! 'અને મારું હૃદય તૂટી ગયું. આખરે, મેં પ્રભુને હૃદય આપ્યું. પ્રભુએ મારું હૃદય જ બદલાવી નાખ્યું. = ,-E S EEય. 38. Page #38 -------------------------------------------------------------------------- ________________ સૂરજના દર્શન માટે દીવો સળગાવવાની બાલિશતા ન જ દાખવાય એ તો કોણ નથી સમજતું એ પ્રશ્ન છે. પુષ્પની સુવાસ અનુભવવા આંખોને કામે ન લગાડાય એનો ખ્યાલ તો કોને નથી એ પ્રશ્ન છે; પરંતુ બધાય તર્કોના જે આધાર છે એ પરમાત્માને સમજવા તર્કનો સહારો ન જ લેવાય એની સમજ તો કોને છે એ પ્રશ્ન છે. પ્રભુને સમજવા છે ? હૃદયચક્ષુને કામે લગાડી દો! * માત્ર મેં એક કલાક માટે એક પ્રયોગ કર્યો. ‘હું, મને અને મારું આ ત્રણ શબ્દોને તો હું મારી વાતચીતમાં | સ્થાન નહીં જ આપું. પણ કબૂલ કરી દેવા દો મને કે મારો આ પ્રયોગ પંદર મિનિટ સુધી પણ ન ચાલી શક્યો. મારે મૌન ધારણ કરી લેવું પડ્યું. જુઓ, આ વાત જણાવતાં - પણ મારે એ શબ્દોનો પ્રયોગ e કરવો જ પડ્યો ને ? Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૯ ઝવેરાતની દુકાનમાં ઘરાકને ઝવેરાત જરૂર મળે પરંતુ ઝવેરાતની આખી ને આખી દુકાન તો ન જ મળે ! બગીચામાં જનાર માણસને પુષ્પની સુવાસ અનુભવવા જરૂર મળે, અરે, કદાચ પુષ્પ પણ મળી જાય પરંતુ આખો ને આખો બગીચો તો ન જ મળે ! પ્રભુ પાછળ આપણને પાગલ બનતા જો આવડે તો પ્રભુ આખાને આખા મળી જાય તેમ છે. આપણે શું કરશું ? પ્રભુ પાસે માંગશું કે આખા ને આખા પ્રભુને જ માગી લેશું ? જીવનનાં વીતી ગયેલ વરસો પર નજર કરું છું અને મને બે જ ચીજ દેખાય છે. મારા પ્રત્યે જેમને કંઈક પણ સારી આશા હતી એ તમામને મેં નિરાશ જ કર્યા છે. અને સરવાળે મારે નિરાશ જ થવું પડે એમના પ્રત્યે જ હું આશા રાખીને બેઠો છું ! મારા જીવનની કરુણતાના મૂળમાં આ વાસ્તવિકતાનો ફાળો ઓછો નથી. ૩૯ Page #40 -------------------------------------------------------------------------- ________________ ४० પાછળ પડી ગયેલ કૂતરાથી છુટકારો મેળવવા, સામે આવી રહેલ વાઘ પર પસંદગી ઉતારી દેવામાં મોતના મુખમાં હોમાઈ જવાની બાબતમાં જો કોઈ જ શંકા રહેતી નથી તો દુઃખના ત્રાસથી બચવા આપણે જ્યારે દોષોના શરણે ચાલ્યા જઈએ છીએ ત્યારે દુર્ગતિના દસ્તાવેજ પર આપણી સહી થઈ રહી હોવાની બાબતમાં પણ લેશ શંકા રાખવાની જરૂર નથી. દુઃખો સહન કરી લેવાય પણ દુર્ગતિને શું સ્વીકારી લેવાય ? જ્યારે જ્યારે પણ મારે કંઈક લખવાનું આવે છે ત્યારે એક બાબતનું હું ખાસ ધ્યાન રાખું છું કે વાક્ય લાંબું થઈ જતું લાગે કે તુર્ત જ હું પૂર્ણવિરામ ચિહ્ન મૂકી દઉં છું. વાક્ય પૂરું થઈ જાય છે. પણ જેના પ્રત્યે મારા અંતરમાં વૈરભાવ છે એ વૈરભાવ લંબાતો ન રહે એ માટે હું ત્યાં ક્ષમાનું પૂર્ણવિરામ મૂકી દેવા હરગિજ તૈયાર થતો નથી. કરુણતા જ છે ને ? ४० Page #41 -------------------------------------------------------------------------- ________________ આપણને જો એમ લાગ્યા કરતું હોય કે “મારી ઇચ્છા પૂરી થતી નથી માટે હું દુઃખી છું’ તો આપણે સહેજ ભૂતકાળ તરફ નજર નાખી દેવા જેવી છે. જેટલી જેટલી આપણી ઇચ્છાઓ પૂરી થઈ ગઈ છે એ તમામે આપણને સુખની જ અનુભૂતિ કરાવી છે એવું કહી શકવાની સ્થિતિમાં આપણે છીએ ખરા ? બાકી સાચુ કહું? આજે આપણે ગાંડાની હૉંસ્પિટલમાં એટલા માટે નથી કે આપણી બધી જ ઇચ્છાઓ પૂરી થઈ નથી. પૂરી થતી નથી. હું એમ માની બેઠો હતો કે જીવનમાં પ્રવૃત્તિ ન હોવી એ શ્રાપ છે. બસ, આ માન્યતાના આધારે મેં જીવનમાં પ્રવૃત્તિઓ બેસુમાર વધારી તો દીધી પણ આટલાં વરસોના પ્રવૃત્તિસભર જીવનના અનુભવ પરથી હું આ તારણ પર આવ્યો છું કે જીવનમાં પ્રવૃત્તિ ન હોવી એ ભલે શ્રાપ હશે પણ ફુરસદ ન હોવી એ તો અભિશાપ છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ બીજની સલામતી જેટલી કોઠારમાં છે એના કરતાં અનેકગણી તો ખેતરમાં છે એની આપણને બરાબર સમજણ છે. બુદની સલામતી જેટલી ગ્લાસમાં છે એના કરતાં અનેકગણી તો સાગરમાં છે એની પણ આપણને બરાબર સમજણ છે; પરંતુ સંપત્તિની સલામતી બેંકમાં, જમીનમાં કે ગૅરબજારમાં જેટલી છે એના કરતાં અનેકગણી તો સત્કાર્યોમાં છે એની સમજણ કેટલાને છે એ પ્રશ્ન છે. આપણી વધુ રકમ ક્યાં ? બેંકમાં કે સત્કાર્યોમાં ? * એક ન ગમતી વાસ્તવિકતા એ ". નિહાળવા મળી રહી છે કે મોટા ઘરોમાં નાનાં કુટુંબો વસી રહ્યા છે. ઓછી બુદ્ધિવાળા મોટી મોટી ડિગ્રીઓના ધારક બની રહ્યા છે. ઘણી દવાઓ આરોગનારાનાં સ્વાથ્ય નબળાં પડી રહ્યા છે અને સંપત્તિક્ષેત્રે શ્રીમંત દેખાઈ રહેલાઓ સંબંધક્ષેત્રે દેવાળું ફૂંકી રહ્યા છે. આંખ સામે આ બધું દેખાતું હોવા છતાં માણસા એમાંથી કોઈ બોધપાઠ લેવા તૈયાર નથી. કરુણતા જ છે ને ? Page #43 -------------------------------------------------------------------------- ________________ આપણે ખોટું કર્યું જ છે એ જાણવા છતાં સામી વ્યક્તિ આપણને સજા ન કરે અને આપણે સારું કર્યું જ છે એ જાણવા છતાં સામી વ્યક્તિ આપણને ધન્યવાદ ન આપે, આ બે સ્થિતિમાંથી આપણે જો કોઈ એક સ્થિતિ પર પસંદગી ઉતારવાની હોય તો બીજા નંબરની સ્થિતિ પર પસંદગી ઉતારવા જેવી છે. ગુલાબdબુ ખાતા આપણને કોઈ વખાણે નહીં એના કરતાં ઝેર ખાતા આપણને કોઈ ટોકે નહીં એ સ્થિતિ સાચે જ ભયંકર છે. T જ્યારે મારા પર કોઈની જ નજર નથી હોતી, હું એકલો જ હોઉં છું ત્યારે સાચું જ એટલે કે હું એવું માનું છું તેવું જ કરી લેતો હું, | મારા પર અનેકની નજર પડવા લાગે છે ત્યારે સાચું' છોડીને ‘સારું જ કરવા લાગું છું. મને એમ લાગે છે કે મારા જીવનવિકાસમાં આ દંભ જ પ્રતિબંધક બની રહ્યો છે ! પ્રભુ, મારા જીવનને અને મનને દંભમુક્ત હું ક્યારે બનાવી શકીશ ? :: : -1 , ન Page #44 -------------------------------------------------------------------------- ________________ હસતાં હસતાં રડી પડતા હોય એવા માણસો સંસારમાં જોવા મળે છે; પરંતુ રડતાં રડતાં હસી પડતા હોય એવા માણસો સંસારમાં જોવા લગભગ મળતા નથી. બહિર્જગતની વાસ્તવિકતા ભલે આ છે; પરંતુ આભ્યન્તર જગતની વાસ્તવિકતા આખી અલગ છે. અહીં ક્રોધ કરુણાનો હિસ્સો જરૂર બની શકે છે; પરંતુ કરુણા. ક્રોધનો હિસ્સો ક્યારેય નથી બની શકતી. કર્મકેદીની મુક્તિ સંભવિત છે, મુક્તની કર્મકદ? સંભવિત નથી. આ સ્વભાવની તોછડાઈએ મને એ હદે અપિય : બનાવી દીધો હતો કે મારામાં કંઈક સારું હોઈ શકે છે એ માનવા ય કોઈ તૈયાર નહોતું. આજે હું એ હદે પ્રિય બની ચૂક્યો છું કે ખરાબી મારામાં પણ હોઈ શકે છે એ માનવા કોઈ તૈયાર નથી. ભારે દ્વિઘામાં છું હું. કરું શું ? | પ્રભુ, મારી સારપ પ્રત્યે ભલે કોઈની ય નજર | ન જાય, મારી ખરાબી તો કોકને દેખાવી જ જોઈએ. Page #45 -------------------------------------------------------------------------- ________________ પાણી જો નીચે જ ઊતરવા માગે છે તો આ ધરતી પર ઢાળોની કોઈ કમી નથી. આપણે જો પતિત જ થવા માગીએ છીએ તો આ જગતમાં પતનનાં નિમિત્તોની કોઈ જ કમી નથી.. પણ મન કોનું નામ? એ પતિત થવા માગે છે જરૂર પણ પોતાના પતનની જવાબદારી એ પોતે નથી લેવા માગતું પણ નિમિત્તો પર ઢોળી દેવા માગે છે. યાદ રાખજો, બહાનું એ આ જગતમાં સલામત જૂઠ છે. એ તમને ક્યારેય જૂઠથી મુક્ત થવા નહીં દે. . - પશ્ચિમ તરફ જ ખૂલતી મારા મકાનની , બારીને મેં બંધ કરાવી દીધી અને પૂર્વ તરફ ખૂલતી કરી દીધી. ચમત્કાર અનુભવાયો. સૂર્યાસ્તનાં જ દર્શન થતા હતા એ બંધ થઈ ગયા અને સૂર્યોદયનાં દર્શન શરૂ થયા. નકારાત્મક અભિગમથી ઘેરાયેલ મનને મુક્ત કરીને હકારાત્મક અભિગમવાળું બનાવી n = દીધું. ઉદાસીનું સ્થાન પ્રસન્નતાએ લઈ લીધું! In Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪ ભૂલ કરનારાઓને જેઓએ સજા કરી છે એમનાં નામ ઇતિહાસનાં પાને લખાયેલા નથી પરંતુ અપરાધો આચરનારાઓને જેઓએ ક્ષમા કરી દીધી છે કે પ્રેમ આપ્યો છે એવાનાં નામો જ ઇતિહાસનાં પાને અંકાયેલા છે. આ હકીકત એટલું જ કહે છે કે જો આ જગત તમને ચાહે એવું તમે ઇચ્છો છો તો જગતને તમે સજા નહીં, પ્રેમ આપતા જાઓ. ઉદ્વિગ્ન નહીં, પ્રસન્ન બનાવતા જાઓ. વ્યંગ્ય નહીં, સ્મિત આપતા જાઓ. તમે ટૅક્સીમાં બેસો કે રથમાં બેસો, તમને મંજિલે પહોંચાડનાર કાં તો ડ્રાઇવર હોય છે અને કાં તો સારથિ હોય છે પણ આમાં ફર્ક એટલો હોય છે કે ડ્રાઇવર તમારી સૂચના મુજબ ટૅક્સી ચલાવે છે જ્યારે સારથિ પોતાની ઇચ્છા મુજબ રથ ચલાવે છે. પ્રભુ, આપને હું ડ્રાઇવર ન બનાવતા સારથિ બનાવી દઉં એવી સદ્ગુદ્ધિ મને અર્પીને જ રહો. Page #47 -------------------------------------------------------------------------- ________________ શરીરની એક ગજબનાક ખાનદાની તમે જોઈ છે? એ વિષ્ટાને, મળ-મૂત્રને, પસીનાને, સેડાને, રસીને અર્થાતુ એક પણ પ્રકારના કચરાને સંઘરતું નથી. સમય થાય છે અને બહાર ફેંકી જ દે છે. પણ આની સામે મન કેવી બદમાસી કરતું રહે છે એ ખ્યાલમાં છે ? એ તમામ પ્રકારના કચરાને - ક્રોધને અને લોભને, વાસનાને અને માયાને, અભિમાનને અને વૈરને - સંઘરતું જ રહે છે. જીવન સમાપ્ત થઈ જાય છે પણ એ કચરાને છોડી દેવા એ તૈયાર થતું જ નથી ! શબ્દકોશ [ડિક્સનરી]માં જે શબ્દોને સ્થાન નથી અપાયું એ શબ્દોને મારે મારી જીભ પર સ્થાન નથી જ આપવું” આવો મેં નિર્ધાર તો કર્યો પણ મને કહેવા દો કે પ્રભુની સ્તુતિઓ બોલવામાં સફળ બનતો હું ગાળો ન જ બોલવાની બાબતમાં નિષ્ફળ જ રહ્યો છું. આજે ખ્યાલ આવે છે કે સમ્યક્ના સેવન કરતાં ય ગલતનો ત્યાગ કેટલો કઠિન છે ? Page #48 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ-પ્રસન્નતા-પવિત્રતા-આત્મીયતા - સંવેદનશીલતા, આ તમામ પરિબળો એવા છે કે જેની તમે જીવનમાંથી બાદબાકી કરી નાખો એટલે તમારા જીવનની હાલત મીઠા વિનાની રસોઈ જેવી અને સાકર વિનાની મીઠાઈ જેવી બની જાય. એટલું જ કહેવાનું મન થાય છે કે જે ચીજોને ખરીદવાની પૈસામાં તાકાત જ નથી એવી ચીજો વિના રહી જવું પડે એવી કરુણતાના શિકાર જીવનમાં ક્યારેય ના બનશો. બેંકમાં હું પૈસા ભરું છું અને રકમને ચોપડામાં હું ‘જમાં' ખાતે લખું છું. સત્કાર્યોમાં હું જે પણ રકમ ખરું છું, એ રકમને હું ચોપડામાં ‘ખર્ચ” ખાતે લખું છું. - આ હકીકતથી જ ખ્યાલ આવી જાય છે કે મને સત્કાર્યો પ્રત્યે કેવી અને કેટલી શ્રદ્ધા છે? આવી નબળી શ્રદ્ધા મારું ઠેકાણું શું પડવા દેશે ? Page #49 -------------------------------------------------------------------------- ________________ પાંજરામાં પોપટને પુરાવું પડે છે, કાગડાને નહીં. વાડ ખેતરની આસપાસ હોય છે, ઉકરડા આસપાસ નહીં. તિજોરીમાં હીરાને કેદ થવું પડે છે, કાચના ટુકડાને નહીં. નિયંત્રણો સતી પર હોય છે, વેશ્યા પર નહીં. કાગડાથી મીઠાઈને બચાવવાની હોય છે, વિષ્ટાને નહીં. આ વાસ્તવિકતા એટલું જ કહે છે કે તમે જો ઉત્તમને પામવા માગો છો અને ઉત્તમ બનવા માગો છો તો તમારે નિયંત્રણો પ્રત્યે આદરભાવ અને સ્વીકારભાવ ઊભો કરી દેવો જ પડશે.. ચીકુના ઝાડ નીચે ઊભા રહીને મેં કેરીની અપેક્ષા રાખી. એ અપેક્ષા સફળ ન થઈ. મને ખ્યાલ આવી ગયો કે કાં તો મારે ઝાડ બદલી નાખવું જોઈએ અને કાં તો મારે મારી અપેક્ષા બદલી નાખવી જોઈએ. એ સિવાય મારી સ્વસ્થતા ટકવી અશક્ય જ છે. પ્રસના રહેવાના આ રહસ્યને હું હંમેશાં અકબંધ રાખી શકીશ ખરો ? Page #50 -------------------------------------------------------------------------- ________________ ૫૦ મ પદાર્થોનું શિખર એવું છે કે એ શિખર પર પહોંચી જવામાં એક વાર તમને સફળતા મળી પણ જાય પણ તમે એમ કહો કે ‘એ શિખર પર ટકી રહેવામાં પણ હું સફળ બનીને જ રહીશ’ તો એમાં તમે માર ખાઈને જ રહો. જ્યારે સદ્ગુણોનું શિખર એવું છે કે એ શિખર પર પહોંચી જવામાં પ્રચંડ પુરુષાર્થે તમે સફળ પણ બની શકો અને જાગ્રત રહો તો એ શિખર પર ટકી રહેવામાં પણ તમે સફળ રહી શકો. કયા શિખર પર પહોંચવું છે ? મને સંપત્તિ સુરક્ષિત સ્થળે રાખતા આવડે છે. ચંપલ ઠેકાણે રાખતા આવડે છે. કપડાં કયા ઠેકાણે રાખવા જોઈએ એની મને સમજ છે. અરે, મકાન કયા ઠેકાણે લેવું જોઈએ એની ચ મારી પાસે અક્કલ છે પણ ખાટલે મોટી ખોડ એ છે કે મનને ઠેકાણે કેમ રાખવું એની જ મને ખબર નથી. પ્રભુ, તું એને ઠેકાણે લાવી દે. ૫૦ Page #51 -------------------------------------------------------------------------- ________________ જે પરિવાર સાથે આપણે રહીએ છીએ એ પરિવારને ય આપણે જો તર્કથી પામી શકતા નથી, તર્કના માધ્યમે જો આપણે એને આપણો બનાવી શકતા નથી, તર્કના રસ્તે એના હૃદયમાં આપણે જો આપણું સ્થાન જમાવી શકતા નથી તો પરમાત્માને આપણે તર્કથી પામી શકીએ, એમને આપણાં બનાવી શકીએ કે આપણા હૃદય સિંહાસન પર એમને બિરાજમાન કરી શકીએ એ શક્યતા પણ ક્યાં છે ? વરસો પહેલાં મારા મગજમાં એક ભૂત ભરાઈ ગયું હતું કે “મારે એક જ વરસમાં એક હજાર મિત્રો કરી દેવા છે' નિષ્ફળતા મળી. આજે મારું મન એ વિચાર પર સ્થિર થઈ ગયું છે કે “એક હજાર વરસ સુધી મિત્રતા ટકાવી રહેવાની બાંહેધરી મળી જાય એવો એક મિત્ર તો મારે મેળવીને જ રહેવું છે ?' મને એમાં સફળતા મળી ગઈ છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ રામ-રાવણ વચ્ચેની લડાઈ કામચલાઉ હોય છે, કૌરવ-પાંડવ વચ્ચેની લડાઈ પણ કામચલાઉ હોય છે; પરંતુ મન અને અંતઃકરણ વચ્ચેની લડાઈનો તો કોઈ અંત જ નથી. મન કહે છે, તે જગતને વશ કરી લે, રાજા છે. અંતઃકરણ એમ કહે છે, તે મનને વશ કરી લે, રાજા છે. મુશ્કેલી એ અનુભવાય છે કે સાચો અવાજ અંતઃકરણનો લાગે છે જ્યારે સારો અવાજ મનનો લાગે છે. કરવું શું? * પાણી જ્યાં સુધી અસ્થિર હોય છે ત્યાં સુધી એમાં પડી રહેલ પ્રતિબિંબને સ્પષ્ટ જોઈ શકાતું નથી. સ્પષ્ટ પ્રતિબિંબ ત્યારે જ દેખાય, છે કે જ્યારે પાણી સ્થિર હોય છે. વરસોના અનુભવ પછી આજે મને સ્પષ્ટ ખ્યાલ આવી ગયો છે કે હું જેને સત્ય માનતો હતો એ સત્ય નહોતું, માત્ર મારી માન્યતા જ હતી ! Page #53 -------------------------------------------------------------------------- ________________ ૫૩ ૯-૯=૦થાય છે. ૯૧૯ = ૧ થાય છે. ૯ + ૯ = ૧૮ થાય છે. ૯ X ૯ = ૮૧ થાય છે; પરંતુ બે નવડા વચ્ચે બાદબાકી, ભાગાકાર, સરવાળો કે ગુણાકારની જે નિશાનીઓ મૂકવાની વૃત્તિ છે એ વૃત્તિ પર નિયંત્રણ મૂકી દઈને બે નવડાને સીધા જ બાજુમાં મૂકી દેવામાં આવે છે ત્યારે તો ૯૯ થઈ જાય છે. મનને આ પૂછી જુઓ. જીવો સાથેના સંબંધો એને કેવા ફાવે છે ? બાદબાકી વગેરેની નિશાનીઓવાળા કે સર્વથા નિશાની વિનાના ? મેં મારી ખુદની પ્રશંસા કરતા રહેવાનું બંધ કર્યું છે કારણ કે હું પોતે મારી પીઠ થાબડી શકું એવી કુદરતે મને અનુકૂળતા નથી કરી આપી. મેં મને ધિક્કારતા રહેવાનું પણ બંધ કરી દીધું છે કારણ કે હું પોતે મને લાત મારી શકું એવી તાકાત પણ કુદરતે મને નથી જ આપી ને ? હું ખૂબ આનંદમાં છું. Page #54 -------------------------------------------------------------------------- ________________ મહાભારતના યુદ્ધમાં પાંડવોને મળેલ વિજય કોને આભારી હતો ? કૃષ્ણને ? ના. યુદ્ધ દરમ્યાન એમણે તો એક પણ શસ્ત્ર હાથમાં ઉઠાવ્યું નથી. તો પછી કોને? અર્જુનને ? ના. એની પાસે તો યુદ્ધભૂહની કોઈ સમજ જ નહોતી. કહો, જાણકારી કૃષ્ણની અને સક્રિયતા અર્જુનની. આ બે પરિબળોએ પાંડવોને વિજય અપાવ્યો છે. કર્મસત્તા સામેના સંગ્રામમાં વિજય મેળવવો છે ? જ્ઞાનરૂપી કૃષ્ણ અને ક્રિયારૂપી અર્જુનને મેદાનમાં ઉતારી દો. પરાજયની કોઈ જ સંભાવના નથી. દુકાનના ઉદ્ઘાટનના સમયે વેપારી એ - વિચારતો નથી કે ભવિષ્યમાં દુકાન નહીં ચાલે - અને દેવાળું નીકળી જશે તો મારું થશે શું ?' લગ્ન સમયે પતિ આ વિચારતો નથી કે ટૂંકા આ ગાળામાં જ પત્ની મરી જશે તો મારું થશે શું ? પાપ ત્યાગની કે ધર્મસેવનની પ્રતિજ્ઞાના સમયે " મેં પણ આ વિચારવાનું બંધ કરી દીધું છે કે પ્રતિજ્ઞા , તૂટી જશે તો થશે શું ? , , , , , , Page #55 -------------------------------------------------------------------------- ________________ મનને આપણે સદાબહાર જો પ્રસન્ન રાખવા માગીએ છીએ તો બે કામ આપણે ખાસ કરવા જેવા છે. સારી વ્યક્તિ આપણી નજરમાં જ્યારે પણ આવી જાય, આપણે આ વિચારવું કે એ દેખાય છે એના કરતાં વધુ સારી છે અને ખરાબ વ્યક્તિ આપણી નજરમાં જ્યારે પણ આવી જાય, આપણે આ વિચારવું કે એ દેખાય છે એના કરતાં ઘણી ઓછી ખરાબ છે. જીવો પ્રત્યેના પ્રેમમાં ભરતી આવશે અને દ્વેષમાં ઓટ આવશે. ગાંડાની હસ્પિટલમાં દાખલ થયેલ દર્દી શરૂઆતમાં કદાચ ગાંડો હોય છે પરંતુ વ્યવસ્થિત ઉપચારો કરાવીને જ્યારે એ બહાર નીકળે છે ત્યારે ડાહ્યો થઈ ગયો હોય છે. બાળમંદિરમાં દાખલ થતો બાબો શરૂઆતમાં તો ડાહ્યો જ હોય છે પરંતુ ભણી-ગણીને એ જ્યારે કૉલેજમાંથી બહાર નીકળે છે ત્યારે...??? Page #56 -------------------------------------------------------------------------- ________________ યુદ્ધના મેદાનમાં શત્રુને પરાજિત કરવો છે? શસ્ત્રો ઓછાં હોય તો ચાલી જાય. શસ્ત્રો કદાચ નબળાં હોય તો ય ચાલી જાય પરંતુ હૃદયમાં શત્રુ પ્રત્યે જાલિમ દ્વેષભાવ ન હોય એ તો ન જ ચાલે. કર્મશત્રુઓનો સફાયો કરી દઈને આત્માને મુક્તિપદે બિરાજમાન કરી દેવો છે? સાધનાઓ ઓછી હશે, ચાલી જશે. સાધનાઓ નબળી હશે, એક વાર એ પણ ચાલી જશે; પરંતુ સાધનાઓ પ્રત્યે હૃદયમાં જબરદસ્ત બહુમાનભાવ નહીં હોય તો એ તો નહીં જ ચાલે ! જમાનો જ્યારે પાછળ હતો, વિજ્ઞાન જ્યારે વિકસિત થયું નહોતું ત્યારે મારા ઘરના દરવાજા પર ‘ભલે પધાર્યા આવા લખાણવાળું બોર્ડ રહેતું હતું. આજે જમાનામાં અને વિજ્ઞાને ખૂબ વિકાસ કર્યો છે, હું પણ ભણી-ગણીને ચાલાક થઈ ગયો છું. ‘રજા સિવાય અંદર આવવું નહીં આવા લખાણવાળું બોર્ડ મારા ઘરના દરવાજા પર આવી ગયું છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ ગુણોની કોઈ એક જબરદસ્ત ખાસિયત હોય તો તે આ છે કે ગુણો એ ખાનદાન મહેમાન જેવા છે, વગર આમંત્રણે એ આપણા જીવનઘરમાં પધારવા તૈયાર થતા જ નથી જ્યારે દોષોની ખતરનાકતા કોઈ હોય તો તે આ છે કે દોષો એ ખૂંખાર ગુંડાઓ જેવા છે. વગર આમંત્રણે આક્રમણ કરતા રહીને એ આપણા જીવનઘરમાં ઘૂસતા જ રહે છે. ટૂંકમાં, લાવ્યા વિના ગુણો આવતા નથી અને કાયા વિના દોષો જતા નથી. એમ તો મીઠાઈ વેચનારો પણ પૈસા કમાય છે અને ગુટખા વેચનારો પણ પૈસા કમાય છે પરંતુ એ બંને વચ્ચે ફર્ક એટલો છે કે એક લોકોનું મોટું મીઠું કરે છે જ્યારે બીજો લોકોને મોતની ભેટ ધરી દે છે. મેં નક્કી કર્યું છે કે જીવન હું એવું તો નહીં જ જીવું કે જે બીજાને ગલત આલંબન આપનારું બની રહે, ભલે પછી એ જીવન કદાચ પ્રસન્નતાસભર હોય કે મકતીસભર હોય ! e ૫૭ Page #58 -------------------------------------------------------------------------- ________________ યુદ્ધના મેદાનમાં જે સૈનિક ટકી રહેવા માગે છે એ સૈનિકનાં હાડકાં જો મજબૂત નથી, તૂટેલાં છે અને કાં તો નબળાં છે તો યુદ્ધના મેદાનમાં લાંબા સમય સુધી એનું ટકી રહેવું સર્વથા અસંભવિત બની જાય છે. મેદાન ચાહે ધર્મનું છે, સંબંધોનું છે કે સંવેદનશીલતાનું છે, આપણે જો એના પર ટકી રહેવા માગીએ છીએ તો એનો એક જ વિકલ્પ છે, પ્રેમનાં હાડકાં મજબૂત બનાવી દેવા. જો એમાં તિરાડ પડી ગઈ તો સમજી રાખવું કે આપણે ગયા કામથી. નદી વહેતી અટકી જાય ત્યારે ગટર બની જાય. લોહી ફરતું અટકી જાય ત્યારે જીવન સમાપ્ત થઈ જાય. પૈસો ફરતો અટકી જાય ત્યારે બજાર ઠપ થઈ જાય આ. બધી તો મને ખબર હતી જ; પરંતુ આ ખબર આજે જ પડી કે બદલાતી પરિસ્થિતિને અનુરૂપ જ્યારે મારા વિચારો નથી બદલાતા ત્યારે મારી સમાધિ ખંડિત થઈ જાય છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ જેની પાસે પૈસા નથી એ દરિદ્ર તો જેની પાસે ઉદારતા નથી એ ? જેના શરીરમાં રોગો છે એ બીમાર તો જેના મનમાં દોષો છે એ ? જેની સમાજમાં કોઈ ખ્યાતિ નથી એ પછાત તો જેના જીવનમાં શુદ્ધિ નથી એ ? જેની પાસે દૃષ્ટિ નથી એ અંધ તો જેની આંખો વિકારી છે એ ? જેની પાસે સમજ ઓછી છે એ મંદબુદ્ધિ તો જેની સમજ વિકૃત છે એ? જે નિયંત્રણોનો આગ્રહી છે એ રૂઢિવાદી તો જે નિયંત્રણોને ફગાવી જ બેઠો છે એ ? કશું જ સમજાતું નથી. - i l : 5 ' 1 ગલુડિયાને રમાડવાની વાત આવે ત્યારે કોઈ હિચકિચાટ ન અનુભવાય એ તો સમજાય છે પણ નાનકડું પણ સાપોલિયું દેખાય અને શરીરમાં ભયની એક જાતની કંપારી ન છૂટી જાય એ સંભવિત જ નથી. - પાપ ભલે ને નાનકડું જ છે. પ્રભુ, મને એમાં સાપોલિયાનાં દર્શન થતાં રહે એવી દૃષ્ટિ તું આપી જ દે. હું પાપોથી સહજરૂપે જ દૂર થઈ જઈશ. Page #60 -------------------------------------------------------------------------- ________________ 90 તમે અમેરિકા ફરવા જઈ શકો પણ તમને અમેરિકામાં રહી જવાનું પણ સદ્ભાગ્ય [?] મળી જાય એ સંભિવત નથી. તમને કોક પિક્ચરમાં ‘વિલન’ બનવાની તક મળી શકે પણ જરૂરી નથી કે તમને ‘હીરો' બનવાની તક પણ મળી જ રહે ! પરંતુ સ્મશાન એક એવી જગા છે કે જ્યાં તમને જવા મળે કે ન પણ મળે પણ રહેવા તો મળે જ અને સ્મશાનયાત્રા એક એવી યાત્રા છે કે જેમાં તમે આજે ભલે ‘વિલન' બનતા હો, આવતી કાલે ‘હીરો’ બનવાનું સદ્ભાગ્ય [?] તમને મળે જ મળે ! કેવી બદમાસી કરી રહ્યું છે મારું મન ? એ લુચ્ચા સામે લુચ્ચાઈ કરવા તૈયાર છે. ક્રોધી સામે ક્રોધ કરવા તૈયાર છે. જૂઠા સામે જૂઠ બોલવા તૈયાર છે; પરંતુ દાનવીર સામે એ દાનવીર બનવા તૈયાર નથી. ક્ષમાશીલ સામે ક્ષમાશીલ બનવા તૈયાર નથી. નમ્ર સામે નમ્ર બનવા તૈયાર નથી. ‘જેવા સાથે તેવા થવાનું' માત્ર દુર્જનો સામે જ? Page #61 -------------------------------------------------------------------------- ________________ સુષ્ટિને બદલી નાખવા અને સૃષ્ટિ સામે લડી લેવા વિજ્ઞાને જાણે કે કમર કસી છે પણ ધર્મ એ દિશામાં લગભગ મૌન છે અને ધર્મનું આ મૌન ઘણા વિજ્ઞાન પરસ્તોને અકળાવી પણ રહ્યું છે પણ ધર્મની વાત એકદમ સ્પષ્ટ છે. ‘મારું લક્ષ્ય સૃષ્ટિ નથી પણ વૃત્તિ છે. મને સૃષ્ટિને બદલી નાખવામાં એટલો રસ નથી જેટલો રસ વૃત્તિના રૂપાંતરણમાં છે. કારણ કે વૃત્તિ જ જો બગડેલી છે તો સૃષ્ટિની સુંદરતાનો કોઈ અર્થ નથી અને વૃત્તિ જે સુંદર છે તો બગડેલી સૃષ્ટિનો કોઈ ત્રાસ નથી. | કરવા જેવું ન કરીને તો કદાચ મારી છે જાતને જ મેં નુકસાન કર્યું છે; પરંતુ ન કરવા જેવું કરતા રહીને તો મારી જાત સાથે જગતને પણ મેં નુકસાન કર્યું છે. | આજે મને ખ્યાલ આવે છે કે આળસ કરતાં ય પ્રમાદ વધુ ભયંકર કેમ છે ? કરવા જેવું ન કરવું એ આળસ છે તો ન કરવા જેવું કરવું એ પ્રમાદ છે ! it Page #62 -------------------------------------------------------------------------- ________________ પુસ્તકો મેં ઘણાં વાંચ્યા છે. નિખાલસ દિલે કહું તો પુસ્તકના જે લખાણમાં પ્રશ્નાર્થચિહ્નો ઘણાં આવ્યા છે એ પુસ્તકના વાંચનમાં મને એટલો રસ નથી આવ્યો જેટલો રસ આશ્ચર્યચિહ્નસભર પુસ્તકના લખાણમાં આવ્યો છે. મનને પ્રસન્નતાથી તરબતર રાખવું છે ? જીવનમાં પ્રશ્નાર્થચિહ્નો ઘટાડતા જાઓ, આશ્ચર્યચિહ્નો વધારતા જાઓ. કારણ ? પ્રશ્નાર્થચિહ્નો બુદ્ધિની પેદાશ છે જ્યારે આશ્ચર્યચિહ્નો હૃદયની ! સાચું શું અને ખોટું શું ? એનો નિર્ણય કરતા રહેવામાં મગજનું દહીં કરી નાખ્યા પછી ય આજે હું પ્રસન્નતાની અનુભૂતિથી વંચિત છું. કારણ તપાસતાં. મને ખ્યાલ આવી ગયો છે કે મારે પસંદગી સાચાખોટા વચ્ચે કરતા રહેવાને બદલે સારા-ખરાબ વચ્ચે કરતા રહેવાની જરૂર હતી. કારણ કે દરેક સત્ય સારું નથી પણ હોતું. દરેક જૂઠ ખરાબ જ નથી હોતું. Page #63 -------------------------------------------------------------------------- ________________ બગલમાં થરમૉમિટર પાંચ-મિનિટ સુધી રાખો કે પંદર મિનિટ સુધી રાખો. તાવ જેટલો હશે એટલો જ આવશે. સાગરમાં લોટાને એક કલાક સુધી ડૂબાડેલો રાખો કે બે કલાક સુધી ડૂબાડેલો રાખો. લોટામાં પાણી લોટાના કદ જેટલું જ આવશે. પાપકર્મ અને પુણ્યકર્મના ઉદય આ થરમૉમિટર જેવા અને લોટા જેવા છે. તમારા પુરષાર્થની અલ્પતા-તીવતા સાથે એને બહુ લાંબો સંબંધ નથી. આ સત્યને સ્વીકારીને આપણે પરિસ્થિતિમાં સ્વસ્થતા ટકાવી રાખવાની છે. મેં ખાલી ચેલાને જમીન પર ઊભા રાખવાનો પ્રયાસ કર્યો. એ ઊભો રહી શક્યો નહીં. મેં ભરેલા થેલાને જમીન તરફ ઝુકાવવાનો પ્રયાસ કર્યો. એ ઝૂકી શક્યો નહીં. મને ખ્યાલ આવી ગયો કે મન મારું જો ઉત્સાહહીન હશે તો હું ટકી શકીશ નહીં, અહંકારસભર હશે તો હું ઝૂકી શકીશ નહીં. મારે ખૂબ સાવધ રહેવાનું જ છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ ગુલાબજાંબુ ! હોજરી જેની મજબૂત છે એ જો ખાય છે તો એનું શરીર વધુ તંદુરસ્ત બને છે; પરંતુ પાચનશક્તિ જેની નબળી છે એ ખાય છે તો એનું શરીર વધુ નબળું પડે છે. પ્રશંસા એ ગુલાબજાંબુ જેવી છે. સારા માણસની જો એ કરવામાં આવે છે તો સારો માણસ વધુ સારો થાય છે; પરંતુ જો ખરાબ માણસની એ કરવામાં આવે છે તો ખરાબ માણસ વધુ ખરાબ થાય છે. તપાસજો અંતરને. પ્રશંસાથી એ વધુ સારું બને છે કે વધુ ખરાબ ? માણસ હોશિયાર છે' આવો અભિપ્રાય જે પણ માણસ માટે મેં આપ્યો છે ત્યાં મને એનામાં તીવ્ર બુદ્ધિનાં દર્શન જ થયા છે પણ માણસ મજેનો છે' આવો અભિપ્રાય જે પણ વ્યક્તિ માટે મેં આપ્યો છે એનામાં મને સંવેદનશીલ હૃદયનાં દર્શન જ થયા છે. મેં હોશિયાર માણસ ન બનતા મજેના માણસ બનવાનું નક્કી કર્યું છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ એક વાત અનુભવે સમજાઈ ગઈ છે કે પ્રશંસા કરીને, પ્રેરણા કરીને કે પ્રોત્સાહન આપીને માણસને સજ્જનતાના માર્ગ પર કદમ મૂકતો કરી શકાય છે પરંતુ વખોડતા રહીને, ધમકાવતા રહીને કે તિરસ્કાર કરતા રહીને દુર્જનતાના માર્ગ પર કદમ માંડી ચૂકેલા માણસને એ માર્ગેથી પાછો વાળવામાં સફળતા નથી જ મળતી. નિરીક્ષણ કરતા રહેવા જેવું છે અંતઃકરણનું. આપણો ભરોસો શેના પર છે ? પ્રશંસા પર કે તિરસ્કાર પર ? | ઘરમાં લગ્ન પ્રસંગ આવે છે અને માણસ સરનામાની ડાયરી ખોલીને બેસી જાય છે. લગ્નની પત્રિકા કોને કોને મોકલવી, એ માટે નહીં પણ કોનાં કોનાં નામ કેન્સલ કરી દેવા એ નક્કી કરવા માટે ! એમ લાગે છે કે મંગળ પ્રસંગોને પણ અપમંગળમાં કેવી રીતે ફેરવી દેવા એ બાબતમાં માણસનો કોઈ જોટો જ નથી ! Page #66 -------------------------------------------------------------------------- ________________ દુર્જનને સજ્જન માનીને એની સાથે સંપર્ક વધારી દેવામાં એકાંતે નુકસાન જ થાય એ જરૂરી નથી કારણ કે પરિચય વધતાં જેવો ખ્યાલ આવી જાય કે “આ માણસ તો દુર્જન છે' એ જ પળે એની સાથેના પરિચય પર પૂર્ણવિરામ મૂકી શકાય છે. - પણ, સજ્જનને દુર્જન માની લઈને એની સાથેના સંબંધને જો કાપી નાખવામાં આવે છે તો મોટામાં મોટું નુકસાન તો એ થાય છે કે આપણી સંસ્જન બની જવાની સંભાવના પર પૂર્ણવિરામ મુકાઈ જાય છે ! સાવધાન ! વરસો પહેલાં પ્રવચનમાં શ્રોતાઓને મેં એક સૂચન કર્યું હતું કે લગ્નની પત્રિકામાં તમે નીચે એટલું લખો કે જેમને લગ્નમાં આવવાનો ઉલ્લાસ હોય એમણે જ લગ્નમાં આવવું.' એક શ્રોતાએ મને જવાબ આપ્યો કે “જે વરરાજાનાં લગ્ન હોય છે એને જ લગ્ન કરવાનો ઉલ્લાસ નથી હોતો એનું શું ?' આ જવાબે મને નિરુત્તર કરી દીધો. Page #67 -------------------------------------------------------------------------- ________________ ધોબીના હાથમાં કપડું જાય એટલે શું થાય ? એને ધોકાના માર પડે કે ઊજળું થાય? કહેવું જ પડશે કે શરૂઆતમાં એને ધોકાના માર પડે અને ફળસ્વરૂપે એ ઊજળું બનીને જ રહે. ધર્મના ક્ષેત્રમાં આત્મા પ્રવેશ કરે એટલે એનું થાય શું? એના પર કષ્ટો આવતાં રહે કે એ નિર્મળ થતો જાય? કહેવું જ પડશે કે જેમ જેમ એ કષ્ટોને પ્રસન્નતાપૂર્વક સહેતો જાય તેમ તેમ એની નિર્મળતા વધતી જાય. સંદેશ સ્પષ્ટ છે. નિર્મળ બનવું છે ? કષ્ટો સહતા જાઓ. પત્ની અને માતા - એ બંને વચ્ચે એક જ બાબતમાં વિરુદ્ધ અભિપ્રાય મળે તો તમે કોના અભિપાયમાં સંમત થાઓ ?' - પ્રવચનમાં પૂછેલ આ પ્રશ્નનો જવાબ આપતા એક શ્રોતાએ વ્યંગ્યમાં એટલું જ કહ્યું કે - “બાબાની માતાનો જે અભિપ્રાય હોય એ અભિપાયમાં અમે સંમત થઈ જઈએ.' મનની ચાલબાજીને સમજતાં નવનાં પાણી . ઉતરી જાય તેમ છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ ઘરમાં ચોર ચોરી કરવા આવી તો જાય પણ એ ઘરમાં પડેલ કચરો કે ઘરમાં પડેલ વાસણોનો ભંગાર, ફાટેલાં કપડાં કે કાગળની પસ્તી તો ન જ ચોરી જાય ને? એ તો ચોરવા જેવી વસ્તુઓ જ ચોરી જાય. પ્રભુ આપણા ખુદનું મન ચોરી જવા તૈયાર છે. અનેકવાર આપણાં મન સુધી તેઓ પહોંચી પણ ચૂક્યા છે પણ આપણે આપણાં મનને એવું ગંદું કરી રાખ્યું છે કે પ્રભુ એને ચોર્યા વિના જ પાછા ફરી ગયા છે. આપણે આપણાં મનને ચોરી કરવા લાયક બનાવી દેશું ? | હેઅર-કટિંગ સલૂનમાં જનારના મસ્તક પર હજામ પહેલાં તો મસ્ત માલિશ જ કરે છે પણ પછી ? કાં તો એના વાળ કાપી નાખે છે અને કાં તો એના વાળ ઓછા કરી નાખે છે. | આખો ય શૅરબજાર હેઅર-કટિંગ સલૂન જેવો જ છે. એમાં દાખલ થઈ ગયા પછી તમે એમ કહો કે “મેં પૈસા ગુમાવ્યા !' એ તો ચાલે જ શી રીતે ? Page #69 -------------------------------------------------------------------------- ________________ અભિમાનીને તમે સાંભળો. પ્રથમ પુરુષ એકવચનનો પ્રયોગ જ એના શબ્દોમાં તમને સાંભળવા મળશે. ‘મેં આમ કર્યું અને હું આવો છું વગેરે...' સાધકને તમે સાંભળો. દ્વિતીય પુરુષ એકવચનના પ્રયોગથી એના શબ્દો સભર હશે. ‘પ્રભુ, તારી પરમ કૃપા..તું જ મારો તારણહાર વગેરે...' નિંદકને તમે સાંભળો. તૃતીય પુરુષ એકવચનનો પ્રયોગ જ એની વાતોમાં ભારોભાર હશે. ‘એ લુચ્ચો છે અને એ હરામખોર છે વગેરે...’ આમાં આપણે ક્યાં ? 1. કવર પર કરેલ સરનામું એકદમ બરાબર હોવા છે છતાં કાગળ એ સરનામે પહોંચ્યો નહીં કારણ કે કવર પર લગાડેલ ટિકિટ વચ્ચે ઊખડી ગઈ હતી. 1 = = સાધના કરવા છતાં મંજિલે પહોંચવામાં મને સફળતા | "કેમ નથી મળી ? એનું કારણ તપાસ્યું ત્યારે મને ખ્યાલ આવી ગયો કે સાધનાના કવર પર લગાડાતી શ્રદ્ધાની I ટિકિટ વચ્ચે જ ઊખડી ગઈ હતી ! = :... = " Page #70 -------------------------------------------------------------------------- ________________ કાંઈ પણ ન કરવા છતાં ઉંમર જેમ વધતી જ જાય છે તેમ કાંઈ પણ ન કરવા છતાં કોણ જાણે કેમ મનમાં વિચારો આવતા જ જાય છે. નિમિત્તો હોય છે તો જ વિચારો આવે છે એવું નથી. વગર નિમિત્તે ય વિચારો આવતા જ રહે છે. અનુભવ એમ કહે છે કે વિચારો કરવા એ જરાય કઠિન નથી, કઠિન તો છે વિચારો બદલવા, વિચારોનું પરિમાર્જન કરવું. વિચારોને સમ્યક દિશા આપવી. વિચારોને નિર્મળ બનાવવા. આપણે એ દિશામાં પ્રયત્નશીલ બનશું ખરા? પ્રભુ મારા સ્વપ્નમાં પધાર્યા અને મને પ્રભુને એક પ્રશ્ન પૂછવાનું મન || થઈ ગયું. ‘અમારી માનવજગતની ક્રૂરતા, કૃતજ્ઞતા અને I કૃપણતા નિહાળ્યા પછી ય આપને ક્યારેય હસવું આવે છે | ખરું ?' ‘માણસ આવતી કાલનું જ્યારે આયોજન કરે છે I ત્યારે મારા ચહેરા પર અચૂક મુસ્કાન આવી જાય છે! પ્રભુનો આ જવાબ સાંભળીને મારી આંખો ખૂલી ગઈ ! Page #71 -------------------------------------------------------------------------- ________________ ચાહે આપણે થાંભલા સાથે અથડાઈ જઈએ કે ચાહે દીવાલ સાથે અથડાઈ જઈએ, ચાહે આપણે સોફાસેટ સાથે અથડાઈ જઈએ કે ચાહે આપણે રસ્તા પર પડેલ પથ્થર સાથે અથડાઈ જઈએ, સરવાળે નુકસાન આપણને જ છે. આ જ અભિગમ આપણે જીવોની બાબતમાં કેળવી ન શકીએ ? ચાહે આપણે સજ્જન સાથે વિવાદમાં ઊતરીએ કે ચાહે દુર્જન સાથે, ચાહે આપણે સ્વજનો સાથે સંઘર્ષ કરી બેસીએ કે ચાહે મિત્રો સાથે, સરવાળે ગુમાવવાનું આપણે જ છે ! ‘મારા મર્યા પછી પાછળવાળાનું શું થશે?' આ ચિંતામાં ને ચિંતામાં આખી જિંદગી સુધી પૈસા પાછળ દોડી રહેલા માણસને મારે એટલું જ કહેવું છે કે ‘દોસ્ત ! મર્યા પછી પાછળવાળાનું શું થશે, એની ચિંતા કરતા રહેવાને બદલે મર્યા પછી આગળ તારું શું થશે, એની ચિંતા કરતો જા. તારું જીવન અને મરણ બંને સુધરી જશે.' Page #72 -------------------------------------------------------------------------- ________________ કદાચ વરસો પછી આ યુગ એવો આવ્યો છે કે જે યુગમાં સત્ય તાકાતવાન નથી મનાતું. સર્વી તાકાતવાન નથી મનાતું. સમજ તાકાતવાન નથી મનાતી. સંસ્કારો તાકાતવાન નથી મનાતા. શિક્ષણ તાકાતવાન નથી મનાતું. તાકાતવાન મનાય છે માત્ર અને માત્ર સંખ્યા ! અને સંખ્યાનું ક્ષેત્ર છોડ પર ઊગતા ગુલાબના પુષ્પ જેવું છે. એક પુષ્પ અને પચાસ કાંટા ! એક સજ્જન અને સો દુર્જનો ! એક ડાહ્યો અને સો ગાંડાઓ! કરી શું શકશો આ યુગમાં ? . . ! ‘નાની ઉંમરે ધર્મ ન કરવો જોઈએ' આવો બકવાસ કરનારાઓને એટલું જ પૂછવાનું મન થાય છે કે ‘કમ સે કમ મોટી ઉંમરે તો પાપો ન જ કરવા જોઈએ, મોટી ઉંમરે તો પાપો છોડી દેવા જ જોઈએ’ એ બાબતમાં તમે સંમત ખરા ? બુઢાપામાં ય હૉટલોમાં જનારા, બાલ્યવયમાં તપ ન કરાય એવા લવારાઓ કેમ કરતા હશે ? સમજાતું નથી. Page #73 -------------------------------------------------------------------------- ________________ 63 બુદ્ધિ તમે ગમે તેટલી વિકસિત કરો. એની સીમા છે. ક્યાંક તો તમારે અટકવું જ પડશે અને લાગણીને તમે વિસ્તરિત કરો. એની કોઈ સીમા જ નથી. એ સ્વથી સ્વજન સુધી, સ્વજનથી સજ્જન સુધી, સજ્જનથી દુર્જન સુધી અને દુર્જનથી સર્વજન સુધી પણ વિકસિત થવા તૈયાર છે. પણ, દુ:ખદ આશ્ચર્ય એ છે કે સીમિત બુદ્ધિને વિકસિત કરવામાં આપણને જેટલો રસ છે એના લાખમા ભાગનો રસ પણ અસીમ લાગણીને વિકસિત કરવામાં આપણને નથી ! ‘હમણાં હમણાં પ્રવચનમાં તમે દેખાતા નથી. વાત શું છે ?' બજારમાં તેજી જબરદસ્ત છે. જમવાનો સમય નથી' જવાબ મળે છે. ‘હમણાં હમણાં પૂજા કરવાનું તમે છોડી દીધું લાગે છે. વાત શું છે ?’ ‘બજારમાં મંદી ભારે છે. ઘરેથી વહેલો નીકળી જાઉં છું. રાતના ખૂબ મોડો આવું છું' જવાબ મળે છે. ધર્મ કરવાનો ક્યારે ? ૭૩ Page #74 -------------------------------------------------------------------------- ________________ સામી વ્યક્તિમાં રહેલા સંખ્યાબંધ પણ દોષો મારા આત્મા માટે એટલા નુકસાનકારક નથી બનતા જેટલી નુકસાનકારક મારા અન્યના દોષો જોતા રહેવાની દષ્ટિ બની રહી છે. એ જ રીતે સામી વ્યક્તિમાં રહેલ સંખ્યાબંધ પણ ગુણો મારા આત્મા માટે એટલા લાભદાયક નથી બની રહ્યા જેટલી લાભદાયક અન્યમાં રહેલ ગુણો જોતા રહેવાની મારી દષ્ટિ બની રહી છે. મેં સાધના શરૂ કરી છે દોષનાશની નહીં, દોષદૈષ્ટિના નાશની. ગુણવિકાસની નહીં, ગુણદૈષ્ટિના વિકાસની ! માતા બાળકને જ્યારે પણ ઉપાડે છે ત્યારે બાળક એના ડાબા હાથ પર જ હોય છે કારણ કે શરીરમાં હૃદય ડાબી બાજુ જ હોય છે ને ? પણ એ જ બાળકને પિતા જ્યારે ઉપાડે છે ત્યારે બાળક એના જમણા હાથ પર જ હોય છે કારણ કે ડાબી બાજુ તો. ખમીસનું ખીરું હોય છે કે જેમાં રૂપિયા ભર્યા હોય છે ! સ્ત્રીચિત્તને લાગણીમાં રસ છે. પુરષચિત્તને પદાર્થમાં ! આપણે આમાં ક્યાં ? Page #75 -------------------------------------------------------------------------- ________________ ભણવાની વયમાં બાળકને મળતું ક્રિકેટ રમવાનું સુખ જો સારું નથી તો શરીરમાં રોગ પેદા થઈ ગયા બાદ પીવી પડતી કડવી દવાનું દુઃખ ખરાબ પણ નથી. કૂતરાને ખાવા મળતા વિષમિશ્રિત મોદકનું સુખ જો સારું નથી તો પાંજરાપોળમાં બળદને ખીલે બંધાઈ રહેવાનું પડતું દુઃખ ખરાબ નથી. આ વાસ્તવિકતાએ એક સમજણ મને બરાબર આપી દીધી છે કે સુખો બધાય વખાણવાલાયક હોતા નથી તો દુઃખો બધા વખોડવાલાયક પણ હોતા નથી. કૂતરાને પૈસાથી ખરીદી લેવામાં સફળ બની ગયેલા યુવકના ચહેરા પર મેં નિરાશા જોઈ. કારણ પૂછ્યું. એણે એટલું જ જણાવ્યું કે હું એમ માનતો હતો કે જે કૂતરો પૈસાથી ખરીદાઈ ગયો છે એ કૂતરો પૈસાથી પૂંછડી પણ પટપટાવશે પણ મને એમાં નિષ્ફળતા જ મળી. મેં એને પ્રેમ આપ્યો એ પછી જ એણે પૂંછડી પટપટાવી.' Page #76 -------------------------------------------------------------------------- ________________ કાદવ ઉછાળવામાં મળતી સફળતા જો ત્રાસદાયક છે તો અત્તર છાંટવામાં મળતી નિષ્ફળતા પણ આનંદદાયક છે આ વાત તો આપણા મગજમાં બેસે છે પણ પાપો કરતાં રહેવામાં મળી જતી સફળતા પણ પાપરૂપ છે અને ધર્મ કરતા રહેવામાં મળી જતી નિષ્ફળતા પણ ધમરૂપ છે આ વાત આપણા મગજમાં બેસાડી દેવાની જરૂર છે. પાપનો ઉત્સાહ આપણો તૂટીને જ રહેશે. ધર્મનો ઉત્સાહ વધતો જ રહેશે. જમીન પર ખેડૂત ખાતર જ નાખે છે, તેજાબ નહીં. મમ્મી દૂધમાં મેળવણ જ નાખે છે, લીંબુ નહીં. માણસ આંખમાં સુરમો જ નાખે છે, ધૂળ નહીં. શ્રીમંત તિજોરીમાં પૈસા જ મૂકે છે, પથરા નહીં પણ કોણ જાણે કેમ, મારા મનમાં હું એવું બધું જ નાખતો રહું છું કે જે મારા મનને ઉકરડો બનાવીને જ રહે ! પ્રભુ, મને સદ્ગદ્ધિ અર્પો ! Page #77 -------------------------------------------------------------------------- ________________ મારું દુઃખ બીજાના દુઃખનું કારણ ન બનવું જોઈએ એ વાત તો મારા મગજમાં બરાબર ગોઠવાઈ ગઈ છે; પરંતુ મારું સુખ બીજાના સુખનું કારણ બનવું જ જોઈએ એ વાત મારા મગજમાં હજી બરાબર ગોઠવાઈ નથી અને એટલે જ દુઃખને તો હું એકલો ભોગવી લઉં છું પણ સુખને સહુની વચ્ચે વહેંચી શકતો નથી. | મને લાગે છે કે મારો આ અભિગમ જ મને પરિવારપ્રિય કે લોકપ્રિય બનતા અટકાવી રહ્યો છે. આ ગલત અભિગમને મારે બદલવો જ રહ્યો. સુખ મને નથી પણ મળતું, મને ગમે છે તો સુખ જ; પરંતુ ધર્મની બાબતમાં મારી સ્થિતિ થોડીક વિપરીત છે. હું ધર્મ કરું પણ છું તો ય મને ગમે છે તો પાપ જ ! | દુઃખ મારા પર આવે છે તો ય દુઃખ મને ગમતું તો નથી જ જ્યારે પાપો હું નથી પણ કરતો તો ય મને ગમે છે તો પાપ જ ! | શું થશે મારું ? Page #78 -------------------------------------------------------------------------- ________________ સફળતાની કોઈ એક જ ચાવી નથી, સંખ્યાબંધ ચાવીઓ છે. ઉત્સાહના માધ્યમે પણ તમે સફળ બની શકો છો તો પ્રબળ પુરુષાર્થના સહારે પણ તમે સફળ બની શકો છો. અનુકૂળ સંયોગો પણ તમારી સફળતામાં સહાયક બની શકે છે તો સુંદર સામગ્રીઓ પણ તમને સફળતા અપાવી શકે છે પણ સબૂર ! આ બધું હોવા છતાં તમે નિષ્ફળ બની શકો છો જો બધાયને ખુશ રાખવાની વૃત્તિના તમે શિકાર બની ગયા છો તો ! કારણ કે નિષ્ફળતાની આ એક જ ચાવી છે. ડૉક્ટર દર્દીનું પરેશન શરૂ કરતા પહેલાં દર્દીને ર્લોરોફૉર્મ અચૂક આપે છે. ઓપરેશન દરમ્યાન દર્દીને પીડાનો ખ્યાલ ન જ આવે એટલા માટે નહીં પરંતુ ચાલુ ઑપરેશન દરમ્યાન દર્દી ડૉક્ટરને જાતજાતનાં સૂચનો ન કરવા લાગે માટે ! બુદ્ધિને આમેય મૌન રહેવાનું ફાવે છે જ ક્યાં ? સમર્પિત થવાનું એના સ્વભાવમાં છે જ ક્યાં ? ૭૮ Page #79 -------------------------------------------------------------------------- ________________ જગતમાં જ્યાં ક્યાંય પણ ખોટું અને ખરાબ ચાલતું હોય એ તમામને અટકાવી દેવાની આપણી જવાબદારી પણ નથી અને આપણામાં એ ક્ષમતા પણ નથી પણ ખોટામાં અને ખરાબમાં સહભાગી ન બનવાની આપણી જવાબદારી પણ છે અને આપણામાં એ ક્ષમતા પણ છે. સંદેશ સ્પષ્ટ છે. ગટરના સર્જનને કદાચ ન રોકી શકીએ પણ ગટરની દુર્ગધને સર્વત્રા પ્રસરાવતા પવનનું પ્રતિનિધિત્વ તો ન જ ધરાવીએ ને ? | પૈસા એ પૈસા જ હોય છે. એને ‘એક’ નંબરના કે ‘બે’ નંબરના કહેવાનો કોઈ અર્થ જ નથી. આમ છતાં આજના કહેવાતા સુધારકો જ્યારે બે નંબરના પૈસાથી થતાં સત્કાર્યોને વખોડતા જ રહે છે ત્યારે એમને પૂછવાનું મન થઈ જાય છે કે “એક નંબરના પૈસાથી કોકની હત્યા થઈ જાય એ સારું કે બે નંબરના પૈસાથી કોઈની રક્ષા થતી રહે એ વધુ સારું ?' | ૭૯ Page #80 -------------------------------------------------------------------------- ________________ સંખ્યાબંધ ક્રિયાઓ એવી છે કે આપણી લાખ ઇચ્છા છતાં એને આપણે અમલી બનાવી શકતા નથી અને સમસ્ત જીવન દરમ્યાન કદાચ આપણે એને અમલી બનાવી શકવાના પણ નથી પણ ઇચ્છાઓનું જગત એવું છે કે ત્યાં આપણે પૂરેપૂરા સ્વતંત્ર છીએ. કોઈ પણ પરિબળ એવું નથી કે જે આપણા ઇચ્છાસ્વાતંત્ર્ય પર તરાપ મારી શકતું હોય અને છતાં ખેદની વાત છે કે જે ક્રિયા સ્વાતંત્ર્ય આપણને મળ્યું નથી એના બળાપામાં જે ઇચ્છા સ્વાતંત્ર્ય આપણને મળ્યું છે એનો સદુપયોગ આપણે કરતા નથી. જે બાળકની ઉંમર માત્ર આઠ વરસની જ હતી એ બાળકના શરીરનું વજન અઠ્ઠાવન કિલો હતું. મા-બાપની ચિંતાનો કોઈ પાર નહોતો. પરંતુ એ જ બાળક આઠ વરસની વયે અઢાર વરસના યુવક જેટલી બુદ્ધિ ધરાવતું થઈ ગયું. માબાપના આનંદનો પાર ન રહ્યો. વધુ ભયંકર શું ? વધુ પડતું વજન કે વધુ પડતી બુદ્ધિ ? Page #81 -------------------------------------------------------------------------- ________________ મનની અનેક નબળી કડીઓમાંની એક નબળી કડી એ છે કે સારાં કાર્યો કરવા એ તૈયાર ત્યારે જ થાય છે કે એ કાર્યો કરવાનો યશ એને જ મળવાનો હોય. આ વૃત્તિના કારણે બને છે એવું કે સંખ્યાબંધ કાર્યો - કે જે શરૂ થઈ શકે તેવા છે એ જીવનમાં શરૂ થતાં જ નથી. એક કામ આપણે કરશું? યશ કોણ લઈ જાય છે એની પરવા કર્યા વિના જીવનમાં સત્કાર્યો શરૂ કરી દઈએ. જગતને તો જે લાભ થશે તે, આપણું મન તો પ્રસનતાથી તરબતર થઈને જ રહેશે. બીજાઓએ મારી સાથે કરેલ ગેરવર્તનને હું સતત યાદ રાખ્યા કરતો હતો અને ફળરવરૂપે ઉદાસીનો શિકાર બન્યા કરતો હતો. મેં મારી વિચારવાની દિશા બદલી. યાદ રાખીને ઉદાસ જ રહેવું એ વધુ સારું કે ભૂલી જઈને હસતા રહેવું એ વધુ સારું ? આજે હું આનંદમાં છું. ગલત ભૂતકાળ હું યાદ રાખતો નથી. મારો વર્તમાનકાળ મસ્ત બની રહ્યો છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ સર્પ અંગે આપણા મનમાં જે સત્ય ગોઠવાઈ ગયું છે, અર્થાત્ સર્પની ખતરનાકતા આપણા મનમાં જે રીતની પ્રતિષ્ઠિત થઈ ગઈ છે એ સત્યને આપણે જીવીએ જ છીએ ને ? એટલે કે સર્પનાં દર્શનમાત્રથી જ નહીં, નામસ્મરણ માત્રથી પણ આપણે ત્યાંથી ભાગી છૂટીએ જ છીએ ને? દુઃખદ કરુણતા જીવનમાં એ સર્જાઈ છે કે “સાપ ભયંકર છે' એ સત્ય આપણે જીવીએ છીએ, “પાપ ભયંકર છે” એ સત્ય આપણે જીવતા નથી, માત્ર માનીએ જ છીએ. વરસો પહેલાં ખંભાત તરફના વિહારમાં રસ્તામાં કેટલાંય ખેતરો એવા જોવા મળ્યા કે જે ખેતરોને કોઈ વાડ જ નહોતી. આશ્ચર્ય થયું મને. એક ખેડૂતને મેં પૂછી પણ લીધું. એણે મને હસતાં હસતાં જવાબ આપ્યો, “મહારાજ સાહેબ, આ તો તમાકુનાં ખેતરો' છે. એને વાડની જરૂર ન હોય કારણ કે ગધેડાઓ પણ તમાકુ ખાતા નથી !' Page #83 -------------------------------------------------------------------------- ________________ ગરમગરમ ચાને ઠંડી કરવાના બે વિકલ્પ છે. કાં તો સમય પસાર થવા દો અને કાં તો એને પહોળા વાસણમાં ઠારી દો. સાચે જ મગજ ગરમ રહે છે ? વારંવાર આવેશનું શિકાર બનતું રહે છે ? ક્રોધગ્રસ્ત રહ્યા કરે છે ? આ જ રાહે ચાલ્યા આવો. એવું નિમિત્ત મળે એટલે તુર્ત આવેશમાં ન આવી જતાં કાં તો થોડોક સમય પસાર થઈ જવા દો અથવા તો હૃદયને ભરપૂર પ્રેમસભર બનાવી દો. મગજને શાંત થયે જ છૂટકો છે. એક વૃક્ષની ડાળ પર બેઠેલા બે વાંદરાને મેં જોયા. બંને એક બીજાના શરીરને ખણી રહ્યા હતા અર્થાત્ ખંજવાળી રહ્યા હતા. ઘરના ઓટલા પર રાતના સમયે બેઠેલા બે નવરાધૂપ માણસોને મેં જોયા. બંને ગામ આખાની ખોદી રહ્યા હતા. ડાર્વિને આના આધારે તો માનવને વાનરનો પૂર્વજ જાહેર નહીં કર્યો હોય ને ? ૮૩ Page #84 -------------------------------------------------------------------------- ________________ ગાંડો ડાહ્યાને સમજી નથી શકતો. શિષ્ય ગુરુને સમજી નથી શકતો. વિદ્યાર્થી શિક્ષકને સમજી નથી શકતો. ભક્ત ભગવાને નથી સમજી શકતો. આ વાસ્તવિકતા તો આપણા ખ્યાલમાં છે જ પરંતુ કમજોર શરીર મનની બદમાસીને નથી સમજી શકતું, બદમાસ મન અંતઃકરણની નિર્દોષતાને નથી સમજી શકતું અને નિર્દોષ અંતઃ કરણ આત્માની નિર્વિકારદશાને સમજી નથી શકતું એ ય આપણે સતત ખ્યાલમાં રાખવા જેવું છે. = = ‘વેરનો બદલો લેવો જ જોઈએ’ એવી. સતત સલાહ આપ્યા રહેતા મનની સામે અંતઃકરણે એક નવી શરત મૂકી, ‘ઉપકારનો બદલો વાળ્યા વિના ન જ રહેવું જોઈએ? ને જણાવતાં ખૂબ આનંદ થાય છે કે અંતઃકરણે મૂકેલ શરતને અમલી બનાવવાનું શરૂ કર્યું એ જ પળે મનની સલાહ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું. Page #85 -------------------------------------------------------------------------- ________________ તડકામાંથી છાયામાં જવાનું કીડીને સમજાવવું પડતું નથી. સૂકા પ્રદેશમાંથી લીલા પ્રદેશમાં જવાનું બળદને ય સમજાવવું પડતું નથી. ગટર પાસેથી બગીચા તરફ જવાનું કૂતરાને ય સમજાવવું પડતું નથી. ઝૂંપડામાંથી બંગલા તરફ જવાનું ભિખારીને ય સમજાવવું પડતું નથી, પરંતુ પાપમાંથી પુણ્ય તરફ જવા માણસને સમજાવવું તો પડે છે જ પરંતુ ઘણું સમજાવ્યા પછી ય એમાં ધારી સફળતા તો નથી જ મળતી. સૂર્યને ‘દાદા'ની ઉપમા જરૂર મળી છે પણ * ચન્દ્રને તો લોકોએ ‘મામા’નું બિરુદ આપ્યું છે. કારણ ? સૂરજ પ્રકાશ જરૂર આપે છે પણ સાથે ઉષ્ણતા પણ આપે છે જ્યારે ચન્દ્ર પ્રકાશ તો આપે જ છે પણ સાથે શીતળતા જ આપે છે. મેં ચન્દ્ર બનવાનું નક્કી કર્યું છે. બે વાર “મા” બન્યા પહેલાં ‘મામા’ ક્યાં બની શકાય છે ? . . . . . . . . Page #86 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને અધર્મ વચ્ચેના તફાવતને સમજવા માટેનું સાવ સીધુંસાદું ગણિત આ છે કે અનંત . ભૂતકાળમાં મને જે પણ ગમ્યું છે એ બધું જ અધર્મ છે અને મને જે ગમ્યું જ નથી એ બધું ધર્મ છે. મને વાસના ગમી છે, ક્રોધ ગમ્યો છે, લોભ ગમ્યો છે, છળ-કપટ ગમ્યા છે. આ બધું જ અધર્મ છે. મને ઉદારતા નથી ગમી. સંતોષ નથી ગમ્યો. સરળતા નથી ગમી. પવિત્રતા નથી ગમી. આ બધું જ ધર્મ છે. આ જીવનમાં હું રુચિ બદલાવી શકીશ ખરો ? હૉસ્પિટલમાં જઈને ક્યારેક તપાસ કરીલેવા જેવી છે કે ત્યાં ખાઉધરાના કેસ વધારે હોય છે કે તપસ્વીઓના કેસ વધારે હોય છે ? | ગાંડાઓની હૉંસ્પિટલમાં જઈને એકવાર તપાસ કરી લેવા જેવી છે કે ત્યાં સંસ્કારહીન સાક્ષરોની સંખ્યા વધુ હોય છે કે સંસ્કારવાન નિરક્ષરોની ? તપાસમાં જે તારણ આવશે એ જોઈને તમે સ્તબ્ધ થઈ જશો. Page #87 -------------------------------------------------------------------------- ________________ શ્રેષ્ઠ પિતા એ છે કે જેના તરફથી પુત્રને પ્રેમ મળતો રહે છે. શ્રેષ્ઠ પુત્ર એ છે કે જેના તરફથી પિતાને પ્રસન્નતા મળતી રહે છે. આજના વ્યસ્તતાના યુગમાં આ બંને બાબતમાં ભારે કડાકો બોલાતો ચાલ્યો છે. પિતા તરફથી પુત્રને ઘણું-બધું મળી રહ્યું છે, પર્યાપ્ત પ્રેમ નથી મળતો. પુત્ર તરફથી પિતાને બીજું ઘણું-બધું મળી રહ્યું છે, પ્રસન્નતા નથી મળતી. દૂધ-સાકર વિનાના પેંડા જેવા પ્રેમ-પ્રસન્નતા વિનાના સંબંધો બની રહ્યા છે ! . . . બજારમાં હું શાક લેવા જાઉં છું તો વીણીવીણીને , સારું શાક લઈ લઉં છું. ઝવેરીની દુકાને ઝવેરાત ખરીદવા જાઉં છું તો સારામાં સારું ઝવેરાત ખરીદી લઉં છું. અનાજ લેવા મંડીમાં જાઉં છું તો સારામાં સારું અનાજ લઈ લઉં છું. પણ, માણસોને મળું છું, એમનામાં રહેલા દોષો જ શોધતો રહું છું ! આ છે મારી લાયકાત ! Page #88 -------------------------------------------------------------------------- ________________ ભિખારી, ભિખારી જ કેમ રહે છે ? એના દિલમાં શ્રીમંત જરૂર હોય છે પરંતુ શ્રીમંતના દિલમાં એનું સ્થાન નથી હોતું માટે ! શ્રીમંતના દિલમાં જો એ વસી જાય તો એનું શ્રીમંત બનવાનું પાકું થઈ જાય. આપણે પરમાત્મા કેમ નથી બની શક્યા ? પ્રભુના હૃદયમાં તો આપણું સ્થાન છે જ; પરંતુ આપણા હૃદયમાં આપણે પ્રભુને સ્થાન નથી આપી શક્યા માટે ! આનાથી વધુ કરુણતા જીવનની બીજી કઈ હોઈ શકે ? ઉત્તર ગુજરાત તરફના વિહાર દરમ્યાન એક ગામડામાં એક શહેરના પિતા એના નાનકડા પુત્ર સાથે મળવા આવેલા. મેં એમને પૂછ્યું, ‘બાબો કયા ક્લાસમાં છે ?' પાંચમીમાં’ પપ્પા, હું તો ત્રીજીમાં છું દીકરાના આ ખુલાસાનો એના પપ્પા પાસે કોઈ જ ઉત્તર નહોતો. બજારમાં બાપનું નામ હતું. પુત્રના હૈયામાં એનું સ્થાન નહોતું. ૮૮. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮૯ શરીરની શક્તિઓ સીમિત જ છે અને એટલા માટે આપણે કદાચ એનાં પર નિયંત્રણો ય નથી પણ મૂકતા તો ય ભોગ ભોગવવાની એની મર્યાદાના કારણે એના પર નિયંત્રણો સહજ આવી જ જાય છે; પરંતુ મન ? એની શક્તિ અસીમ છે. એ ક્યાંય પણ, ક્યારેય પણ, કોઈની પણ પાસે જઈ શકે છે અને સૌથી મોટી કરુણતા એ છે કે એ ગંદવાડપિય છે. જો એના પર આપણે સમ્યક્ અને છતાં કડક નિયંત્રણો મૂકવામાં થાપ ખાઈ ગયા તો એ આપણને શેતાન બનાવ્યા વિના ન જ રહે એ નિશ્ચિત વાત છે. સાવધાન! વીતેલાં વરસો તરફ નજર કરું છું ત્યારે એક વાત સ્પષ્ટ અનુભવાય છે કે ઇચ્છાઓની નિષ્ફળતાએ મને દુઃખી જરૂર કર્યો છે પણ સાથોસાથ પાપી બનતો તો અટકાવ્યો જ છે. જ્યારે ઇચ્છાઓની સફળતાએ મને સુખી કેટલો કર્યો છે એ તો પ્રશ્ન છે જ પરંતુ મને પાપી તો અચૂક બનાવ્યો છે ! પ્રભુ ! મારી ઇચ્છાઓને તું નિર્મળ કરી દે. ૮૯ Page #90 -------------------------------------------------------------------------- ________________ કેવી અરાજકતા વ્યાપી છે આજે શિક્ષાના જગતમાં ? જે બાલ્યવયને આપણે ત્યાં ‘વિસ્મયકાળ'નું ગૌરવ આપવામાં આવ્યું છે એ બાલ્યવય આજે ‘જ્ઞાનકાળ'ના બોજ હેઠળ દબાઈ રહી છે. માત્ર બે કે ત્રણ વરસનાં બાળકોને આજે માબાપ સ્કૂલો તરફ ધકેલી રહ્યા છે. એમના વિસ્મયભાવનું તો ઉઠમણું થઈ જ રહ્યું છે પરંતુ માબાપ પોતાનાં બાળકોને સામે ચડીને જાણ્યે-અજાણ્યે પોતાનાથી દૂર કરી રહ્યા છે ! કમાણી કરવા માટે પુરુષાર્થ કરવો પડે છે જ્યારે કશું જ ! ' ન કરવાથી ધંધામાં નુકસાનીમાં ઊતરી જવાનું બને છે. | સખત પુરુષાર્થ પછી સ્કૂલમાં ઉત્તીર્ણ થઈ શકાય છે જ્યારે કશું જ ન કરવાથી સ્કૂલમાં નાપાસ થઈ જવાનું બને છે. જ મને ખ્યાલ આવી ગયો છે કે નિમિત્તો વિના ઉત્થાન " શક્ય નથી. પતન વગર નિમિત્તે પણ થઈ શકે છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ આમ તો આપણી જાતને મહાબુદ્ધિમાન જ આપણે માનીએ છીએ પરંતુ સાચે જ આપણે મહામૂર્ખ છીએ. કારણ ? પ્રભુએ આપણને ખુલ્લી ઑફર કરી દીધી છે કે ‘તારી પાસે આજે જેટલું પણ સુખ છે એ બધું તું મને આપી દે. મારી પાસે જેટલું પણ સુખ છે એ બધું હું તને આપી દઉં અને મેં જે પણ દુઃખોને સ્વીકારી લીધા છે એ તમામ દુઃખોને તું રવીકારી લે. હું તને દુઃખમુક્ત કરી જ દઉં” પ્રભુ તરફથી મળેલ આ ઑફરને આપણે સ્વીકારી લેવાની ના પાડી બેઠા છીએ. એક બકરાને કસાઈ કાનેથી પકડીને રસ્તા પર ખેંચી રહ્યો હતો અને મમ્મીની આંગળી પકડીને સ્કૂલે જઈ રહેલ એક બાળકની નજર આ દેશ્ય પર પડી. એણે પળની ય વાર લગાડ્યા વિના પોતાની મમ્મીને પૂછી લીધું, “મમ્મી, આ બકરાને એના પપ્પા સ્કૂલે લઈ જઈ રહ્યા છે ?' Page #92 -------------------------------------------------------------------------- ________________ નીતિવાક્ય એમ કહે છે કે વ્યાજ ચૂકવવા જેણે વ્યાજે પૈસા લીધા હોય કે જેને વ્યાજે પૈસા લેવા પડતા હોય એની દોસ્તી ક્યારેય ન કરવી. પ્રશ્ન એ છે કે પાપકર્મના ઉદયથી જ આવતાં દુઃખોને રવાના કરવા પાપનો રસ્તો પકડાય ખરો ? વ્યાજે લીધેલા પૈસા બહુ બહુ તો મનની શાંતિ હરી લે છે પરંતુ પાપસેવન તો પરલોકમાં આત્માની રેવડી દાણાદાણ કરી નાખે છે. સાવધાન ! - ચાવી હોય નહીં અને માણસ દરવાજો ખોલી દેવા તાળું તોડી નાખે એ તો સમજાય છે; પરંતુ ચાવી હાથમાં હોવા છતાં માણસ તાળું તોડી નાખે ત્યારે સ્તબ્ધ થઈ જવાય છે. પ્રેમની ચાવી એવી છે કે જે દરેક વ્યક્તિ પાસે, દરેક સમયે, દરેક સ્થળે હાજર જ હોય છે અને એ છતાં માણસ કોણ જાણે કેમ બધે દ્વેષના હથોડાનો જ ઉપયોગ કરતો રહે છે ! Page #93 -------------------------------------------------------------------------- ________________ ૯૩ મકાનની જેમ મંડપમાં પણ રહી શકાય છે; પરંતુ એમાં ફરક એટલો હોય છે કે મકાનને પાયો હોય છે, મંડપને કોઈ પાયો નથી હોતો. વાવાઝોડાના પવન વચ્ચે ય મકાન અડીખમ ઊભું રહે છે જ્યારે મામૂલી પવનના આક્રમણ વચ્ચે ય મંડપ ધરાશાયી થઈ જાય છે. આપણા જીવનમાં રહેલ સદ્ગુણોનું પોત જો મંડપ જેવું હોય તો એને મકાન જેવું બનાવી દેવાની જરૂર છે. પ્રતિકૂળતાઓની વણઝાર વચ્ચે પણ એ સદ્ગુણો તો જ સલામત રહી શકશે. આંગળી પરના નખ સપ્રમાણ જ હોવા જોઈએ. મસ્તક પરના વાળ અને શરીર પરનાં વસ્ત્રો સપ્રમાણ જ હોવા જોઈએ. પગમાંના બૂટ અને ગળામાંનો હાર એ બંને સપ્રમાણ જ હોવા જોઈએ. પેટમાં ખોરાક સપ્રમાણ જ જવો જોઈએ. ચશ્માંની ફ્રેમ સપ્રમાણ જ હોવી જોઈએ. માથા પરની ટોપી પ્રમાણ જ હોવી જોઈએ. તો પછી પૈસા ? Page #94 -------------------------------------------------------------------------- ________________ પૈસાનો હિસાબ મેળવતા રહેવામાં કલાકોના કલાકો અને દિવસોના દિવસો વીતાવી રહેતા માણસને એટલું જ સૂચન કરવાનું મન થાય છે કે ‘દોસ્ત ! પૈસાનો હિસાબ મેળવતા રહેવાની સાથે પૈસા મેળવવા જતાં તેં શું-શું ગુમાવ્યું છે એનો પણ હિસાબ તારે મેળવતા રહેવા જેવું છે. બની શકે કે એ હિસાબ મેળવતાં મેળવતાં પૈસાનો હિસાબ મેળવતા રહેવાની તારી વૃત્તિ પર પૂર્ણવિરામ જ મુકાઈ જાય. કારણ કે પૈસા મેળવવા જતાં પ્રેમ, પ્રસન્નતા અને પવિત્રતા લગભગ તો ગુમાવવા જ પડ્યા હોય છે ! મંથરાની સલાહને કૈકેયીએ જો વજન ન આપ્યું હોત અને બિભીષણની સલાહને રાવણે જો વજન આપ્યું હોત તો કદાચ રામાયણનું સર્જન જ ન થયું હોત ! | મનના અભિપ્રાયને વજન આપવાનું હું જો બંધ કરી દઉં અને અંતઃકરણના અવાજને અનુસરવાનું હું જો ચાલુ કરી દઉં તો મારા જીવનમાં આજે જે મહાભારત સર્જાયું છે એ બંધ થઈને જ રહે. ૯૪ Page #95 -------------------------------------------------------------------------- ________________ શરદીનો દર્દી શરદીને દૂર કરવાની દવા કદાચ લઈ પણ લે છે તોય એની અસર અનુભવતા એને હજી સમય લાગે છે; પરંતુ એ જો ઠંડા પદાર્થોનો ત્યાગ કરી દે છે તો એની અસર એને શીઘ અનુભવવા મળે છે. | દોષોના દર્દી આપણા માટે પણ આ જ વાસ્તવિકતા છે. દોષોથી છુટકારો મેળવવા આપણા દ્વારા થતાં ધર્મસેવનની અસર આપણને હજી મોડી અનુભવવા મળશે પણ પાપત્યાગની અસર તો શીઘ અનુભવવા મળશે. આપણે એ માટે ઉતાવળા ખરા ? બે યુવકો પાછળ ખૂંખાર કૂતરો એમને કરડવા દોડ્યો. એક યુવકે રસ્તા પર પડેલ પથ્થર હાથમાં ઉઠાવી લીધો જ્યારે બીજો યુવક એ રસ્તેથી પસાર થઈ રહેલ હાથી પર ચડી બેઠો. - દ્વેષનો કૂતરો જ્યારે પણ મારી પાછળ પડે, પ્રભુ, હું પ્રેમના હાથી પર બેસી જાઉં એવી સદ્ગદ્ધિ આપ મને અર્પીને જ રહેજો. ૫ Page #96 -------------------------------------------------------------------------- ________________ પરેશન થિયેટરમાંથી બહાર નીકળેલા ડૉક્ટરને દર્દીના સ્વજનોએ પૂછી લીધું, ‘ડૉક્ટર ! ઑપરેશન કેવું રહ્યું ?” ‘ઑપરેશન સફળ રહ્યું પણ દર્દીનું મોત થઈ ગયું !” ડૉક્ટરે જવાબ આપી દીધો. સંપત્તિ મળી ગઈ, શાંતિ ચાલી ગઈ. પ્રતિષ્ઠા મળી ગઈ, પ્રસનતા ગાયબ થઈ ગઈ. સફળતા મળી ગઈ, સ્વાથ્ય કથળી ગયું. સત્તા મળી ગઈ, રવજનો દૂર થઈ ગયા. ખ્યાતિ મળી ગઈ, આનંદ રવાના થઈ ગયો ! ઑપરેશનની આ સફળતા માન્ય છે ખરી ? જ્યારે જ્યારે પણ કોક સત્કાર્ય કરવાની તક આવી છે અને સત્કાર્યના સેવન માટે હું તૈયાર થઈ પણ ગયો છું ત્યારે મને મન તરફથી એક જ સલાહ મળી છે “આજે નહીં'. હવે હું સાવધ થઈ ગયો છું. મનને મેં સામેથી પૂછવાનું શરૂ કર્યું છે, ‘આજે નહીં તો ક્યારે ?' મન મૌન થતું રહે છે અને હું સત્કાર્યસેવન કરી જ લઉં છું. Page #97 -------------------------------------------------------------------------- ________________ પૈસા જો પુરુષાર્થથી જ મળે છે એ તમારી માન્યતા હોય તો તમને એ પૂછવાનું મન થાય છે કે મજૂરો પુરુષાર્થ પુષ્કળ કરે છે છતાં એમની પાસે પૈસા કેમ નથી ? બુદ્ધિથી પૈસા મળે છે એમ તમે માનતા હો તો તમને પૂછવું છે કે સ્નાતકો બેકાર કેમ છે ? પુરુષાર્થ અને બુદ્ધિ, બંને ભેગા થાય ત્યારે પૈસા મળે છે એમ જો તમે કહેતા હો તો જવાબ આપો કે મંદીમાં ધંધો ચાલતો કેમ નથી ? પુણ્યતત્ત્વને સ્વીકાર્યા વિના તમારી પાસે બીજો કોઈ વિકલ્પ જ નથી. બૅટ્સમૅન આઉટ થઈ ગયો પણ ડબલ સેમ્યુરી લગાવીને. પૅવેલિયન તરફ જવા જેવા એણે ક્રીઝ પરથી કદમ ઉઠાવ્યા, સ્ટેડિયમમાં બેઠેલા દર્શકો ઊભા થઈ ગયા અને તાળીઓના ગડગડાટથી એને વધાવી લીધો. પ્રભુ, જીવનના મેદાન પર હું એવી રમત રમી જાઉં કે મારી વિદાય વખતે જગતના જીવોને તાળીઓના ગડગડાટ કરવા જ પડે. Page #98 -------------------------------------------------------------------------- ________________ સામી વ્યક્તિના દોષોને, પાપોને, અપરાધોને કે ક્ષતિઓને આપણે પ્રગટ ન કરતા રહીએ એ કદાચ આપણા જીવનની મર્યાદા છે પણ આપણા પોતાના દોષોને, પાપોને, અપરાધોને કે ક્ષતિઓને યોગ્ય આત્માઓ સન્મુખ આપણે પ્રગટ કરતા રહીએ, એ તમામની આપણે કબૂલાત કરતા રહીએ એ તો આપણા મનની સરળતા છે. યાદ રાખજો. મર્યાદા આપણને મહાન બનવા તરફ લઈ જાય છે તો સરળતા આપણને સગુણી બનવા તરફ લઈ જાય છે. “ધર્મીઓ દુઃખી છે' એમ ? તમારા પરિવારના દરેક સભ્યને તમે કહી દો કે ‘ધર્મ કોઈએ કરવાનો નથી કારણ કે હું તમને # સહુને સુખી કરવા અને સુખી જોવા ઇચ્છું છું અને ધર્મ કરવાના માર્ગે કેવળ દુઃખી જ થવાનું છે" આજ સુધીમાં એક પણ વ્યક્તિએ પોતાના પરિવારના સભ્યોને આવી સલાહ આપી હોય એવું તમે સાંભળ્યું છે ખરું ? Page #99 -------------------------------------------------------------------------- ________________ ટ્રેનની પાંચ કલાકની મુસાફરી પછી સ્ટેશને આપણે ઊતરતા હોઈએ અને એ વખતે આપણી બાજુમાં બેઠેલ મુસાફર આપણને એમ કહે કે ‘તમારું કાર્ડ હોય તો આપતા જાઓ’ તો માનવું કે પ્રવાસ દરમ્યાન આપણે સારા એવા “સખણાં’ રહ્યા છીએ. જવાબ આપો. જીવનની સફર પૂરી થતી વખતે રવજનો આપણને ‘આવતા જનમમાં મળશે જ' એવું કહેશે જ એવું આપણે છાતી ઠોકીને કહી શકીએ તેમ છીએ ખરા ? ‘સારું કામ હું ખરાબ મૂહર્તે નથી જ કરતો' તમારો આ નિર્ણય મને ખૂબ ગમ્યો. મારી તમને એક ખાસ સલાહ છે. તમે એક નિર્ણય આ પણ કરી લો કે “ખરાબ કામ હું સારા મૂહર્ત નથી જ કરવાનો કાળ ચોઘડિયે દેરાસર નથી બંધાવતા ને ? શુભ ચોઘડિયે ટી.વી. જોવાનું પણ મુલતવી રાખતા જાઓ. Page #100 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ મને જીવનમાં મિત્રો જેટલા મળ્યા છે એના કરતાં દુશ્મનો જો વધુ મળ્યા છે અથવા તો મળી રહ્યા છે તો એનો અર્થ એટલો જ છે કે મને સેતુ બાંધવામાં એટલો રસ નથી જેટલો રસ દીવાલો ઊભી કરવામાં છે. હું જેના જેના પરિચયમાં આવું છું એ તમામનાં મનમાં મારા માટે જો આદરનો નહીં પણ અણગમાનો ભાવ જ ઊભો થતો રહે છે તો એનો અર્થ એટલો જ છે કે સંબંધના દૂધમાં હું સાકર બનીને ભળી નથી શકતો પણ લીંબુ બનીને તૂટી જ પડું છું. રે કરુણતા ! પાપીઓ જલસા જ કરે છે.' એમ ? તમારા પરિવારના દરેક સભ્યને તમે કહી દો કે ‘હું તમને સહુને મોજમજા અને જલસા કરતા જ જોવા માગું છું અને એ જલસા પાપના માર્ગે જ મળે તેમ છે. માટે સહુ થાય એટલાં પાપો કરતા જાઓ.' કોઈ બાપે પોતાના પરિવારને આવી સલાહ આપી હોવાનું તમારા સાંભળવામાં આવ્યું ખરું ? ૧૦૦ Page #101 -------------------------------------------------------------------------- ________________ સંરક્ષણ કરતાં સમર્પણ જ્યારે વધુ મહત્ત્વનું લાગે છે, શ્રેષ્ઠ કરતાં શુભ અને ભવ્ય કરતાં દિવ્ય જ્યારે વધુ તાકાતપ્રદ લાગે છે, અહંકાર કરતાં અહોભાવ જ્યારે વધુ આનંદદાયક લાગે છે ત્યારે મનની મસ્તી પ્રસન્નતાના જે શિખરને સ્પર્શીને જ રહે છે એ શિખરની થોડીક વાતો કરતું પુસ્તક એટલે જ શિખર સાથે વાતો Page #102 -------------------------------------------------------------------------- ________________ ક્ષુદ્રતા તળેટી પરની... મહાનતા શિખર પરની... જ્યાં વધુ ને વધુ સગવડો મળતી રહે છે અને સથવારાઓ મળતા રહે છે એ સ્થાન જો તળેટીનું હોય છે તો જ્યાં સગવડો અને સથવારાઓના નામે તમારી પાસે લગભગ કશું જ હોતું નથી એ સ્થાન શિખરનું હોય છે. સંદેશ સ્પષ્ટ છે. ભીડને તળેટી જ જામે છે, શિખરનું આકર્ષણ તો કોક એકલ-દોકલ વ્યક્તિને જ હોય છે. પણ સબૂર ! શિખર પર જે ઠંડક હોય છે એ ઠંડક તળેટી પર નથી હોતી. શિખર પર જે પ્રસન્નતા અનુભવાય છે એ પ્રસન્નતા તળેટી પર નથી અનુભવાતી. અહીં તળેટી પરની ક્ષુદ્રતાની અને શિખર પરની મહાનતાની કેટલીક વાતો મારા મંદ ક્ષયોપશમાનુસાર કરી છે. અલબત્ત, અહીં તળેટીનો અર્થ છે મન, બુદ્ધિ, અહંકાર, તર્ક અને વિચારો. જ્યારે શિખરનો અર્થ છે હદય, લાગણી, સમર્પણ, સ્વીકારભાવ અને પ્રશાંતભાવ. તળેટી પરનાં સુખો [2] તો જીવનમાં ખૂબ અનુભવી લીધા છે. હવે શિખર પરના આનંદને અનુભવી લેવા લાલાયિત બની જવાની જરૂર છે. ખાતરી સાથે કહું છું કે એ આનંદની અલપઝલપ પણ જો અનુભવવા મળી ગઈ તો પછી જીવનમાં ક્યારેય શિખર પરથી તળેટી પર આવી જઈને ત્યાંનાં સુખો ભોગવી લેવાની મનમાં વૃત્તિ પણ નહીં જાગે. પુસ્તકના આ લખાણમાં ક્યાંય પણ શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ લખાણ લખાઈ ગયું હોય તો અંતઃકરણપૂર્વક એનું ત્રિવિધે ત્રિવિધ મિચ્છા મિ દુક્કડમ્. દ. આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ