________________
મને એમ હતું કે અભિમાની માણસ સાથે વાત કરવાનું બને ત્યાં સુધી ટાળતા જ રહેવું; પરંતુ એક દિવસ અભિમાની સાથે વાત કરવાનો પ્રસંગ આવી જ ગયો. મારી ધારણા બહાર મને ખૂબ મજા આવી.
મેં જોયું કે અભિમાની પોતાના સિવાય બીજા કોઈની ય વાત કરવા તૈયાર જ નહોતો. મારે કોઈની ય નિંદા ન સાંભળવી પડી હોય એવું કદાચ જીવનમાં પહેલી જ વાર બન્યું.
મારી પાસે હોવી જોઈએ એના કરતાં બુદ્ધિ વધુ જ છે' મારી આ માન્યતા મને સમર્પિત બનવા જ નથી દેતી અને ‘મારી પાસે હોવા જોઈએ એના કરતાં ઓછા પૈસા જ છે' મારી આ માન્યતા મને સંતોષી બનવા જ નથી દેતી.
આજે મને ખ્યાલ આવે છે કે શાંતિ, સમાધિ અને સગુણોએ મારાથી પીઠ કેમ ફેરવી લીધી છે ?
૩૩