________________
તાળું જે લોખંડનું બનેલું હોય છે, ચાવી પણ એ જ લોખંડની બનેલી હોય છે. તાળું મોટું હોય છે અને ચાવી નાની હોય છે અને ચમત્કાર એ સર્જાય છે કે નાની એવી ચાવી મોટા એવા તાળાને ખોલી નાખે છે.
મને આજે ખ્યાલ આવ્યો છે કે સમસ્યાનું તાળું ભલે ને ગમે તેટલું મોટું છે, જો સમાધાનની ચાવી મારી પાસે હાજર છે તો એ તાળાને ખૂલી જતાં કોઈ જ વાર નથી. લાગવાની.
મને અત્યાર સુધી એમ લાગ્યા કરતું હતું કે આપણે સાવ સીધા રસ્તે ચાલતા હોઈએ તો દુર્જનો શા માટે આપણને હેરાન કરતા હશે ? પણ, | માણસ શાકાહારી હોય એટલા માત્રથી સિંહ એના પર હુમલો ન કરે એવું તો ન જ બને ને ?
જ્યારથી મને આ ખ્યાલ આવી ગયો છે ત્યારથી મારા મનનું સમાધાન થઈ ગયું છે.
૩૪