________________
સૂર્ય મધ્યા હોવા છતાં મને પ્રકાશની અનુભૂતિ નથી થઈ શકતી, જો મારા ઘરના દરવાજા હું બંધ જ રાખું છું અથવા તો જો હું આંખો બંધ રાખું છું અથવા તો જો હું અંધ છું.
પ્રભુવચનો ઉપલબ્ધ હોવા છતાં મારામાં કોઈ જ સમ્યક્ પરિવર્તન અનુભવવા નથી મળતું કારણ કે મનના દરવાજા મેં બંધ રાખ્યા છે. પરિવર્તનને સ્વીકારી શકતી દેષ્ટિ મેં બંધ રાખી છે અને વિવેકચક્ષુ મારી ખૂલી જ નથી. શું કરે પ્રભુવચનો ?
અત્તરની બાટલી ખુલ્લી હોય અને ગટરનું ઢાંકણું બંધ હોય એ નગરવ્યવસ્થા શ્રેષ્ઠ છે પણ એવી વ્યવસ્થા સંભવિત ન હોય અને ગટરનું ઢાંકણું અને અત્તરની બાટલીનું ઢાંકણું બંને બંધ હોય એવી વ્યવસ્થા મળતી હોય તો એ વ્યવસ્થા સ્વીકારી લેવા જેવી છે. હું ગુણાનુવાદ નથી કરી શકતો. નિંદા કરવાનું મેં બંધ કર્યું છે !