________________
શરીર રોગગ્રસ્ત બની ગયા પછી બીજો કોઈ લાભ થાય છે કે નથી પણ થતો પરંતુ એક લાભ તો ચોક્કસ થાય છે કે જીવનમાંથી પાપો ઘટવા લાગે છે.
પરંતુ મન દોષગ્રસ્ત બની ગયા પછી બીજું કોઈ નુકસાન થાય છે કે નથી પણ થતું પરંતુ એક નુકસાન તો ચોક્કસ થાય છે કે જીવનમાં પાપો વધવા લાગે છે. મનને જ પૂછી લેવા જેવું છે પાપો ઘટાડી દેતા રોગો મંજૂર છે કે પાપો વધારી દેતા દોષો મંજૂર છે ?
==
' . ==
પાગલપન કહો તો પાગલપન, નશો કહો તો નશો અને અભિમાન કહો તો અભિમાન, મને એમ હતું કે હું સમયને બદલી નાખીશ.
પરંતુ
આટલાં વરસોના ધમપછાડા પછી મને સ્પષ્ટ ખ્યાલ આવી ગયો છે કે મારે બદલાવાનો સમય આવી ગયો છે !
આનું નામ ડહાપણ !