________________
નોકરને તો એક જ શેઠ હોય છે, સતીને તો એક જ પતિ હોય છે, પુત્રને તો એક જ પિતા હોય છે, શિષ્યને તો એક જ ગુરુ હોય છે અને ગુલામને તો એક જ માલિક હોય છે; પરંતુ વ્યસની તો હજારોનો ગુલામ હોય છે. એ વ્યસનનો ગુલામ, વ્યસનના પાત્રનો ગુલામ, વ્યસનના સ્થાનનો ગુલામ, વ્યસનની સામગ્રીનો ગુલામ અને વ્યસનને પુષ્ટ કરતી પરિસ્થિતિનો પણ ગુલામ ! અને આમ છતાં વ્યસની પોતાની જાતને માની બેઠો હોય છે સમ્રાટ ! કરુણતા જ છે ને?
મેં વસ્તુને હૃદય આપ્યું, વસ્તુ તૂટી અને મારું જ હૃદય તૂટી ગયું. " મેં વ્યક્તિને હૃદય આપ્યું. વ્યક્તિ તરફથી - અપેક્ષા તૂટી અને મારું હૃદય તૂટી ગયું.
મેં પરિસ્થિતિને હદય આપ્યું. પરિસ્થિતિ બદલાઈ ! 'અને મારું હૃદય તૂટી ગયું. આખરે, મેં પ્રભુને હૃદય
આપ્યું. પ્રભુએ મારું હૃદય જ બદલાવી નાખ્યું. = ,-E S EEય.
38.