________________
સૂરજના દર્શન માટે દીવો સળગાવવાની બાલિશતા ન જ દાખવાય એ તો કોણ નથી સમજતું એ પ્રશ્ન છે. પુષ્પની સુવાસ અનુભવવા આંખોને કામે ન લગાડાય એનો ખ્યાલ તો કોને નથી એ પ્રશ્ન છે; પરંતુ બધાય તર્કોના જે આધાર છે એ પરમાત્માને સમજવા તર્કનો સહારો ન જ લેવાય એની સમજ તો કોને છે એ પ્રશ્ન છે. પ્રભુને સમજવા છે ? હૃદયચક્ષુને કામે લગાડી દો!
* માત્ર મેં એક કલાક માટે એક પ્રયોગ કર્યો. ‘હું, મને અને મારું આ ત્રણ શબ્દોને તો હું મારી વાતચીતમાં
| સ્થાન નહીં જ આપું. પણ કબૂલ કરી દેવા દો મને કે મારો આ પ્રયોગ પંદર મિનિટ સુધી પણ ન ચાલી શક્યો. મારે મૌન ધારણ કરી લેવું પડ્યું. જુઓ, આ વાત જણાવતાં - પણ મારે એ શબ્દોનો પ્રયોગ
e કરવો જ પડ્યો ને ?