________________
૩૯
ઝવેરાતની દુકાનમાં ઘરાકને ઝવેરાત જરૂર મળે પરંતુ ઝવેરાતની આખી ને આખી દુકાન તો ન જ મળે ! બગીચામાં જનાર માણસને પુષ્પની સુવાસ અનુભવવા જરૂર મળે, અરે, કદાચ પુષ્પ પણ મળી જાય પરંતુ આખો ને આખો બગીચો તો ન જ મળે ! પ્રભુ પાછળ આપણને પાગલ બનતા જો આવડે તો પ્રભુ આખાને આખા મળી જાય તેમ છે. આપણે શું કરશું ? પ્રભુ પાસે માંગશું કે આખા ને આખા પ્રભુને જ માગી લેશું ?
જીવનનાં વીતી ગયેલ વરસો પર નજર કરું છું અને
મને બે જ ચીજ દેખાય છે. મારા પ્રત્યે જેમને કંઈક પણ
સારી આશા હતી એ તમામને મેં નિરાશ જ કર્યા છે.
અને સરવાળે મારે નિરાશ જ થવું પડે એમના પ્રત્યે જ હું આશા રાખીને બેઠો છું ! મારા જીવનની કરુણતાના મૂળમાં આ વાસ્તવિકતાનો ફાળો ઓછો નથી.
૩૯