________________
નબળાઈઓ સામે લડી લેવાની તાકાત મનમાંથી આવશે એવું જો આપણે માની બેઠા હોઈએ તો એ આપણી ભયંકર ભૂલ છે. કારણ કે મન તો નબળાઈઓનું જ હિમાયતી છે.
નબળાઈઓ સામે લડવાની પ્રચંડ તાકાત મનમાંથી નહીં પણ હૃદયમાંથી આવે છે અને એ તાકાતને અસરકારક રૂપમાં જો આપણે મૂકવા માગીએ છીએ તો એ માટે પ્રતિજ્ઞા છે. પ્રતિજ્ઞા લેવાની મન જો ના પાડી રહ્યું છે તો સમજી રાખજો કે નબળાઈઓની જીવનમાંથી હકાલપટ્ટી શંકાસ્પદ છે.
જન્મ આપીને જેમણે હાથ ઊંચા ન કરી દીધા પણ જે દીકરાને મા-બાપે જીવન પણ આપ્યું અને સંસ્કારો પણ આપ્યા. એ દીકરાએ પોતાનાં માબાપને પાછલી વયમાં વૃદ્ધાશ્રમમાં મૂકી દેવાનો વિચાર મારી સમક્ષ રજૂ કર્યો. મેં એને કૂતરાનાં બિસ્કિટ ખાઈ લેવાની ભલામણ કરી. કદાચ વફાદારીનો ગુણ એનામાં આવી જાય !