________________
જે-જે દુર્ગુણોનું સેવન મારા જીવનમાં ગુપ્તપણે ચાલુ છે એ જ દુર્ગુણોના સેવન બદલ સામી વ્યક્તિ જ્યારે પકડાઈ જાય છે ત્યારે મારા હૈયામાં ઊંડે ઊંડે એક જાતનો આનંદ અનુભવાય છે.
સમજાતું તો મને એ નથી કે આ આનંદના અનુભવના મૂળમાં છે શું? સામી વ્યક્તિ બે-આબરૂ થઈ ગઈ છે કે હું બે-આબરૂ થતો બચી ગયો એ ?
પર પ્રભુના મંદિરમાં ૧૦ ની નોટ મૂકવા હું તૈયાર તો એ ધ થઈ ગયો. ખીસામાં હાથ નાખ્યો. એક સાથે ૧૦ ની ' " બે નોટ બહાર આવી. એક નોટ ગંદી હતી. બીજી - નોટ એકદમ નવી નક્કોર હતી. " પળની ય વાર લગાડ્યા વિના મેં ગંદી નોટ , ' પ્રભુના મંદિરમાં મૂકી દીધી ! એમ સમજીને કે અહીં છે તો બધું ય ચાલી જાય !' હું આટલો બધો નિર્લજ્જ ? .