________________
જીવનનાં આટલાં વરસોના અનુભવોએ મને એક વાત બરાબર સમજાવી દીધી છે કે અનિષ્ટને કાલ કરતા આજે છોડી દેવું વધારે સરળ છે અને ઇષ્ટને આજ કરતાં આવતીકાલે કરવું વધારે કઠિન છે. આમ છતાં કોણ જાણે કેમ, મન સતત એમ જ સમજાવતું રહે છે કે અનિષ્ટ હું આવતી કાલે છોડી જ દઈશ અને ઇષ્ટના સેવન માટે તો આખી જિંદગી પડી છે ! શું કરું આ ચાલબાજ મનનું?
==
==
જે ભિખારીને મારી પાસે રોજનું પૈસા લેવાનું : ચાલુ હોય એ ભિખારી મને થિયેટરમાં જો મળી - જાય તો મને એમ થઈ જાય કે “તું અહીંયા ?” આ એ જ ભિખારી મને રોજ પૂજાનાં કપડાંમાં = = જોતો હોય અને હું એને થિયેટરમાં મળી જાઉં તો . એના મનમાં પણ આ થતું જ હશે ને કે ‘શેઠ, " તમે અને અહીં થિયેટરમાં ?'