________________
વિષ્ટા કીમતી ન હોવા છતાં ડુક્કર એને પામવા સદાય ભારે ઉત્સાહિત જ હોય છે કારણ કે ડુક્કરને વિષ્ટા કીમતી લાગતી હોય છે.
આ વાસ્તવિકતાએ મને સમજાવી દીધું છે કે “હું જેની પણ કિંમત આંકીશ, મારા માટે એ ચીજ કીમતી બની જશે’. મેં હવે તુચ્છ અને શુદ્ર પદાર્થોની કિંમત આંકવાનું બંધ કર્યું છે. કારણ કે મારા કીમતી જીવનને હું એની પાછળ વેડફી દેવા નથી માગતો.
આજે સ્વપ્નમાં પ્રભુ પધાર્યા અને તે એમણે મારા હાથમાં કારણદર્શક
નોટિસ પકડાવી દીધી. આ જનમમાં મેં તને આંખ-કાન-જીભ-મન-સંપત્તિ-હૃદય વગેરે જે કાંઈ આપ્યું છે એ બધું મારે તને આવતા
જનમમાં પણ શા માટે આપવું ?' મારું શરીર પસીનાથી રેબઝેબ છે. નોટિસનો
શું જવાબ આપવો ? કશું જ સમજાતું નથી.