________________
ગરમગરમ ચાને ઠંડી કરવાના બે વિકલ્પ છે. કાં તો સમય પસાર થવા દો અને કાં તો એને પહોળા વાસણમાં ઠારી દો.
સાચે જ મગજ ગરમ રહે છે ? વારંવાર આવેશનું શિકાર બનતું રહે છે ? ક્રોધગ્રસ્ત રહ્યા કરે છે ? આ જ રાહે ચાલ્યા આવો. એવું નિમિત્ત મળે એટલે તુર્ત આવેશમાં ન આવી જતાં કાં તો થોડોક સમય પસાર થઈ જવા દો અથવા તો હૃદયને ભરપૂર પ્રેમસભર બનાવી દો. મગજને શાંત થયે જ છૂટકો છે.
એક વૃક્ષની ડાળ પર બેઠેલા બે વાંદરાને
મેં જોયા. બંને એક બીજાના શરીરને ખણી
રહ્યા હતા અર્થાત્ ખંજવાળી રહ્યા હતા.
ઘરના ઓટલા પર રાતના સમયે બેઠેલા બે નવરાધૂપ માણસોને મેં જોયા. બંને ગામ આખાની ખોદી રહ્યા હતા.
ડાર્વિને આના આધારે તો માનવને વાનરનો પૂર્વજ જાહેર નહીં કર્યો હોય ને ?
૮૩