________________
૮૯
શરીરની શક્તિઓ સીમિત જ છે અને એટલા માટે આપણે કદાચ એનાં પર નિયંત્રણો
ય
નથી પણ મૂકતા તો ય ભોગ ભોગવવાની એની મર્યાદાના કારણે એના પર નિયંત્રણો સહજ આવી જ જાય છે; પરંતુ મન ? એની શક્તિ અસીમ છે. એ ક્યાંય પણ, ક્યારેય પણ, કોઈની પણ પાસે જઈ શકે છે અને સૌથી મોટી કરુણતા એ છે કે એ ગંદવાડપિય છે. જો એના પર આપણે સમ્યક્ અને છતાં કડક નિયંત્રણો મૂકવામાં થાપ ખાઈ ગયા તો એ આપણને શેતાન બનાવ્યા વિના ન જ રહે એ નિશ્ચિત વાત છે. સાવધાન!
વીતેલાં વરસો તરફ નજર કરું છું ત્યારે એક વાત સ્પષ્ટ અનુભવાય છે કે ઇચ્છાઓની નિષ્ફળતાએ મને દુઃખી જરૂર કર્યો છે પણ સાથોસાથ પાપી બનતો તો અટકાવ્યો જ છે. જ્યારે ઇચ્છાઓની સફળતાએ મને સુખી કેટલો કર્યો છે એ તો પ્રશ્ન છે જ પરંતુ મને પાપી તો અચૂક બનાવ્યો છે ! પ્રભુ ! મારી ઇચ્છાઓને તું નિર્મળ કરી દે.
૮૯