________________
કેવી અરાજકતા વ્યાપી છે આજે શિક્ષાના જગતમાં ? જે બાલ્યવયને આપણે ત્યાં ‘વિસ્મયકાળ'નું ગૌરવ આપવામાં આવ્યું છે એ બાલ્યવય આજે ‘જ્ઞાનકાળ'ના બોજ હેઠળ દબાઈ રહી છે. માત્ર બે કે ત્રણ વરસનાં બાળકોને આજે માબાપ સ્કૂલો તરફ ધકેલી રહ્યા છે. એમના વિસ્મયભાવનું તો ઉઠમણું થઈ જ રહ્યું છે પરંતુ માબાપ પોતાનાં બાળકોને સામે ચડીને જાણ્યે-અજાણ્યે પોતાનાથી દૂર કરી રહ્યા છે !
કમાણી કરવા માટે પુરુષાર્થ કરવો પડે છે જ્યારે કશું જ ! ' ન કરવાથી ધંધામાં નુકસાનીમાં ઊતરી જવાનું બને છે.
| સખત પુરુષાર્થ પછી સ્કૂલમાં ઉત્તીર્ણ થઈ શકાય છે જ્યારે કશું જ ન કરવાથી સ્કૂલમાં નાપાસ થઈ જવાનું બને છે. જ મને ખ્યાલ આવી ગયો છે કે નિમિત્તો વિના ઉત્થાન " શક્ય નથી. પતન વગર નિમિત્તે પણ થઈ શકે છે.