________________
આમ તો આપણી જાતને મહાબુદ્ધિમાન જ આપણે માનીએ છીએ પરંતુ સાચે જ આપણે મહામૂર્ખ છીએ. કારણ ? પ્રભુએ આપણને ખુલ્લી ઑફર કરી દીધી છે કે ‘તારી પાસે આજે જેટલું પણ સુખ છે એ બધું તું મને આપી દે. મારી પાસે જેટલું પણ સુખ છે એ બધું હું તને આપી દઉં અને મેં જે પણ દુઃખોને સ્વીકારી લીધા છે એ તમામ દુઃખોને તું રવીકારી લે. હું તને દુઃખમુક્ત કરી જ દઉં” પ્રભુ તરફથી મળેલ આ ઑફરને આપણે સ્વીકારી લેવાની ના પાડી બેઠા છીએ.
એક બકરાને કસાઈ કાનેથી પકડીને રસ્તા પર ખેંચી રહ્યો હતો અને મમ્મીની આંગળી પકડીને સ્કૂલે જઈ રહેલ એક બાળકની નજર આ દેશ્ય પર પડી. એણે પળની ય વાર લગાડ્યા વિના પોતાની મમ્મીને પૂછી લીધું,
“મમ્મી, આ બકરાને એના પપ્પા સ્કૂલે લઈ જઈ રહ્યા છે ?'