SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ નીતિવાક્ય એમ કહે છે કે વ્યાજ ચૂકવવા જેણે વ્યાજે પૈસા લીધા હોય કે જેને વ્યાજે પૈસા લેવા પડતા હોય એની દોસ્તી ક્યારેય ન કરવી. પ્રશ્ન એ છે કે પાપકર્મના ઉદયથી જ આવતાં દુઃખોને રવાના કરવા પાપનો રસ્તો પકડાય ખરો ? વ્યાજે લીધેલા પૈસા બહુ બહુ તો મનની શાંતિ હરી લે છે પરંતુ પાપસેવન તો પરલોકમાં આત્માની રેવડી દાણાદાણ કરી નાખે છે. સાવધાન ! - ચાવી હોય નહીં અને માણસ દરવાજો ખોલી દેવા તાળું તોડી નાખે એ તો સમજાય છે; પરંતુ ચાવી હાથમાં હોવા છતાં માણસ તાળું તોડી નાખે ત્યારે સ્તબ્ધ થઈ જવાય છે. પ્રેમની ચાવી એવી છે કે જે દરેક વ્યક્તિ પાસે, દરેક સમયે, દરેક સ્થળે હાજર જ હોય છે અને એ છતાં માણસ કોણ જાણે કેમ બધે દ્વેષના હથોડાનો જ ઉપયોગ કરતો રહે છે !
SR No.008937
Book TitleShikhar Sathe Vato
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size618 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy