________________
ભિખારી, ભિખારી જ કેમ રહે છે ? એના દિલમાં શ્રીમંત જરૂર હોય છે પરંતુ શ્રીમંતના દિલમાં એનું સ્થાન નથી હોતું માટે ! શ્રીમંતના દિલમાં જો એ વસી જાય તો એનું શ્રીમંત બનવાનું પાકું થઈ જાય.
આપણે પરમાત્મા કેમ નથી બની શક્યા ? પ્રભુના હૃદયમાં તો આપણું સ્થાન છે જ; પરંતુ આપણા હૃદયમાં આપણે પ્રભુને સ્થાન નથી આપી શક્યા માટે ! આનાથી વધુ કરુણતા જીવનની બીજી કઈ હોઈ શકે ?
ઉત્તર ગુજરાત તરફના વિહાર દરમ્યાન એક ગામડામાં એક શહેરના પિતા એના નાનકડા પુત્ર સાથે મળવા આવેલા. મેં એમને પૂછ્યું,
‘બાબો કયા ક્લાસમાં છે ?' પાંચમીમાં’
પપ્પા, હું તો ત્રીજીમાં છું દીકરાના આ ખુલાસાનો એના પપ્પા પાસે કોઈ જ ઉત્તર નહોતો. બજારમાં બાપનું નામ હતું. પુત્રના હૈયામાં એનું સ્થાન નહોતું.
૮૮.