________________
શ્રેષ્ઠ પિતા એ છે કે જેના તરફથી પુત્રને પ્રેમ મળતો રહે છે. શ્રેષ્ઠ પુત્ર એ છે કે જેના તરફથી પિતાને પ્રસન્નતા મળતી રહે છે.
આજના વ્યસ્તતાના યુગમાં આ બંને બાબતમાં ભારે કડાકો બોલાતો ચાલ્યો છે. પિતા તરફથી પુત્રને ઘણું-બધું મળી રહ્યું છે, પર્યાપ્ત પ્રેમ નથી મળતો. પુત્ર તરફથી પિતાને બીજું ઘણું-બધું મળી રહ્યું છે, પ્રસન્નતા નથી મળતી. દૂધ-સાકર વિનાના પેંડા જેવા પ્રેમ-પ્રસન્નતા વિનાના સંબંધો બની રહ્યા છે !
.
.
.
બજારમાં હું શાક લેવા જાઉં છું તો વીણીવીણીને , સારું શાક લઈ લઉં છું. ઝવેરીની દુકાને ઝવેરાત ખરીદવા જાઉં છું તો સારામાં સારું ઝવેરાત ખરીદી લઉં છું.
અનાજ લેવા મંડીમાં જાઉં છું તો સારામાં સારું અનાજ લઈ લઉં છું. પણ, માણસોને મળું છું, એમનામાં રહેલા દોષો જ શોધતો રહું છું ! આ છે મારી લાયકાત !