________________
કમાલ છે ને? સામાના લાખ આગ્રહ છતાં હું આગપર નથી જ ચાલતો, સામાની લાખ ઇચ્છા છતાં હું મોઢામાં કાદવ નથી જ નાખતો, સામાની પ્રચંડ લાગણી છતાં હું આઠમા માળેથી કૂદકો નથી જ લગાવતો પણ પાપો જ્યારે પણ હું કરી લઉં છું અને એ બદલ મને કોઈ પડકારે છે કે ઠપકો આપે છે ત્યારે હું એને તુર્ત સંભળાવી દઉં છું કે ‘મારી તો કોઈ જ ઇચ્છા નહોતી પણ પરિસ્થિતિ જ એવી સર્જાઈ ગઈ કે મારે પાપો. કરવા જ પડ્યા !' આને કહેવાય હોશિયારી !
સમાજના કારણે, શરમના કારણે અને સંવેદનશીલતાના કારણે આજે ગામડાંઓ હજી પણ અપરાધમુક્ત રહ્યા છે.
આ દેશના શિક્ષણપ્રધાનને એટલું જ કહેવાનું મન થાય છે કે ગામડાંના નિરક્ષરોને સાક્ષર બનાવી દેવાની લ્હાયમાં એમના સંસ્કારોની હોળી ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખજો કારણ કે સાક્ષરોમાં સંસ્કારો જોવા નથી મળી રહ્યા.