________________
પરેશન થિયેટરમાંથી બહાર નીકળેલા ડૉક્ટરને દર્દીના સ્વજનોએ પૂછી લીધું, ‘ડૉક્ટર ! ઑપરેશન કેવું રહ્યું ?” ‘ઑપરેશન સફળ રહ્યું પણ દર્દીનું મોત થઈ ગયું !” ડૉક્ટરે જવાબ આપી દીધો.
સંપત્તિ મળી ગઈ, શાંતિ ચાલી ગઈ. પ્રતિષ્ઠા મળી ગઈ, પ્રસનતા ગાયબ થઈ ગઈ. સફળતા મળી ગઈ, સ્વાથ્ય કથળી ગયું. સત્તા મળી ગઈ, રવજનો દૂર થઈ ગયા. ખ્યાતિ મળી ગઈ, આનંદ રવાના થઈ ગયો ! ઑપરેશનની આ સફળતા માન્ય છે ખરી ?
જ્યારે જ્યારે પણ કોક સત્કાર્ય કરવાની તક આવી છે અને સત્કાર્યના સેવન માટે હું તૈયાર થઈ પણ ગયો છું ત્યારે મને મન તરફથી એક જ સલાહ મળી છે “આજે નહીં'. હવે હું સાવધ થઈ ગયો છું. મનને મેં સામેથી પૂછવાનું શરૂ કર્યું છે, ‘આજે નહીં તો ક્યારે ?' મન મૌન થતું રહે છે અને હું સત્કાર્યસેવન કરી જ લઉં છું.