________________
શરદીનો દર્દી શરદીને દૂર કરવાની દવા કદાચ લઈ પણ લે છે તોય એની અસર અનુભવતા એને હજી સમય લાગે છે; પરંતુ એ જો ઠંડા પદાર્થોનો ત્યાગ કરી દે છે તો એની અસર એને શીઘ અનુભવવા મળે છે.
| દોષોના દર્દી આપણા માટે પણ આ જ વાસ્તવિકતા છે. દોષોથી છુટકારો મેળવવા આપણા દ્વારા થતાં ધર્મસેવનની અસર આપણને હજી મોડી અનુભવવા મળશે પણ પાપત્યાગની અસર તો શીઘ અનુભવવા મળશે. આપણે એ માટે ઉતાવળા ખરા ?
બે યુવકો પાછળ ખૂંખાર કૂતરો એમને કરડવા દોડ્યો. એક યુવકે રસ્તા પર પડેલ પથ્થર હાથમાં ઉઠાવી લીધો જ્યારે બીજો યુવક એ રસ્તેથી પસાર થઈ રહેલ હાથી પર ચડી બેઠો. - દ્વેષનો કૂતરો જ્યારે પણ મારી પાછળ પડે, પ્રભુ, હું પ્રેમના હાથી પર બેસી જાઉં એવી સદ્ગદ્ધિ આપ મને અર્પીને જ રહેજો.
૫