________________
સુષ્ટિને બદલી નાખવા અને સૃષ્ટિ સામે લડી લેવા વિજ્ઞાને જાણે કે કમર કસી છે પણ ધર્મ એ દિશામાં લગભગ મૌન છે અને ધર્મનું આ મૌન ઘણા વિજ્ઞાન પરસ્તોને અકળાવી પણ રહ્યું છે પણ ધર્મની વાત એકદમ સ્પષ્ટ છે.
‘મારું લક્ષ્ય સૃષ્ટિ નથી પણ વૃત્તિ છે. મને સૃષ્ટિને બદલી નાખવામાં એટલો રસ નથી જેટલો રસ વૃત્તિના રૂપાંતરણમાં છે. કારણ કે વૃત્તિ જ જો બગડેલી છે તો સૃષ્ટિની સુંદરતાનો કોઈ અર્થ નથી અને વૃત્તિ જે સુંદર છે તો બગડેલી સૃષ્ટિનો કોઈ ત્રાસ નથી.
| કરવા જેવું ન કરીને તો કદાચ મારી છે જાતને જ મેં નુકસાન કર્યું છે; પરંતુ ન કરવા જેવું કરતા રહીને તો મારી જાત સાથે જગતને પણ મેં નુકસાન કર્યું છે. | આજે મને ખ્યાલ આવે છે કે આળસ કરતાં ય પ્રમાદ વધુ ભયંકર કેમ છે ? કરવા જેવું ન કરવું એ આળસ છે તો ન કરવા જેવું કરવું એ પ્રમાદ છે !
it