________________
પુસ્તકો મેં ઘણાં વાંચ્યા છે. નિખાલસ દિલે કહું તો પુસ્તકના જે લખાણમાં પ્રશ્નાર્થચિહ્નો ઘણાં આવ્યા છે એ પુસ્તકના વાંચનમાં મને એટલો રસ નથી આવ્યો જેટલો રસ આશ્ચર્યચિહ્નસભર પુસ્તકના લખાણમાં આવ્યો છે.
મનને પ્રસન્નતાથી તરબતર રાખવું છે ? જીવનમાં પ્રશ્નાર્થચિહ્નો ઘટાડતા જાઓ, આશ્ચર્યચિહ્નો વધારતા જાઓ. કારણ ? પ્રશ્નાર્થચિહ્નો બુદ્ધિની પેદાશ છે જ્યારે આશ્ચર્યચિહ્નો હૃદયની !
સાચું શું અને ખોટું શું ? એનો નિર્ણય કરતા રહેવામાં મગજનું દહીં કરી નાખ્યા પછી ય આજે હું પ્રસન્નતાની અનુભૂતિથી વંચિત છું. કારણ તપાસતાં. મને ખ્યાલ આવી ગયો છે કે મારે પસંદગી સાચાખોટા વચ્ચે કરતા રહેવાને બદલે સારા-ખરાબ વચ્ચે કરતા રહેવાની જરૂર હતી. કારણ કે દરેક સત્ય સારું નથી પણ હોતું. દરેક જૂઠ ખરાબ જ નથી હોતું.