________________
૧૦૦
મને જીવનમાં મિત્રો જેટલા મળ્યા છે એના કરતાં દુશ્મનો જો વધુ મળ્યા છે અથવા તો મળી રહ્યા છે તો એનો અર્થ એટલો જ છે કે મને સેતુ બાંધવામાં એટલો રસ નથી
જેટલો રસ દીવાલો ઊભી કરવામાં છે.
હું જેના જેના પરિચયમાં આવું છું એ તમામનાં મનમાં મારા માટે જો આદરનો નહીં પણ અણગમાનો ભાવ જ ઊભો થતો રહે છે તો એનો અર્થ એટલો જ છે કે સંબંધના દૂધમાં હું સાકર બનીને ભળી નથી શકતો પણ લીંબુ બનીને તૂટી જ પડું છું. રે કરુણતા !
પાપીઓ જલસા જ કરે છે.' એમ ? તમારા પરિવારના દરેક સભ્યને તમે કહી દો કે ‘હું તમને સહુને મોજમજા અને જલસા કરતા જ જોવા માગું છું અને એ જલસા પાપના માર્ગે જ મળે તેમ છે. માટે સહુ થાય એટલાં પાપો કરતા જાઓ.' કોઈ બાપે પોતાના પરિવારને આવી સલાહ આપી હોવાનું તમારા સાંભળવામાં આવ્યું ખરું ?
૧૦૦