________________
ટ્રેનની પાંચ કલાકની મુસાફરી પછી સ્ટેશને આપણે ઊતરતા હોઈએ અને એ વખતે આપણી બાજુમાં બેઠેલ મુસાફર આપણને એમ કહે કે ‘તમારું કાર્ડ હોય તો આપતા જાઓ’ તો માનવું કે પ્રવાસ દરમ્યાન આપણે સારા એવા “સખણાં’ રહ્યા છીએ.
જવાબ આપો. જીવનની સફર પૂરી થતી વખતે રવજનો આપણને ‘આવતા જનમમાં મળશે જ' એવું કહેશે જ એવું આપણે છાતી ઠોકીને કહી શકીએ તેમ છીએ ખરા ?
‘સારું કામ હું ખરાબ મૂહર્તે નથી જ કરતો' તમારો આ નિર્ણય મને ખૂબ ગમ્યો. મારી તમને એક ખાસ સલાહ છે. તમે એક નિર્ણય આ પણ કરી લો કે “ખરાબ કામ હું સારા મૂહર્ત નથી જ કરવાનો કાળ ચોઘડિયે દેરાસર નથી બંધાવતા ને ? શુભ ચોઘડિયે ટી.વી. જોવાનું પણ મુલતવી રાખતા જાઓ.