________________
ચાહે આપણે થાંભલા સાથે અથડાઈ જઈએ કે ચાહે દીવાલ સાથે અથડાઈ જઈએ, ચાહે આપણે સોફાસેટ સાથે અથડાઈ જઈએ કે ચાહે આપણે રસ્તા પર પડેલ પથ્થર સાથે અથડાઈ જઈએ, સરવાળે નુકસાન આપણને જ છે.
આ જ અભિગમ આપણે જીવોની બાબતમાં કેળવી ન શકીએ ? ચાહે આપણે સજ્જન સાથે વિવાદમાં ઊતરીએ કે ચાહે દુર્જન સાથે, ચાહે આપણે સ્વજનો સાથે સંઘર્ષ કરી બેસીએ કે ચાહે મિત્રો સાથે, સરવાળે ગુમાવવાનું આપણે જ છે !
‘મારા મર્યા પછી પાછળવાળાનું શું થશે?' આ ચિંતામાં ને ચિંતામાં આખી જિંદગી સુધી પૈસા પાછળ દોડી રહેલા માણસને મારે એટલું જ કહેવું છે કે ‘દોસ્ત ! મર્યા પછી પાછળવાળાનું શું થશે, એની ચિંતા કરતા રહેવાને બદલે મર્યા પછી આગળ તારું શું થશે, એની ચિંતા કરતો જા. તારું જીવન અને મરણ બંને સુધરી જશે.'