________________
કદાચ વરસો પછી આ યુગ એવો આવ્યો છે કે જે યુગમાં સત્ય તાકાતવાન નથી મનાતું. સર્વી તાકાતવાન નથી મનાતું. સમજ તાકાતવાન નથી મનાતી. સંસ્કારો તાકાતવાન નથી મનાતા. શિક્ષણ તાકાતવાન નથી મનાતું. તાકાતવાન મનાય છે માત્ર અને માત્ર સંખ્યા ! અને સંખ્યાનું ક્ષેત્ર છોડ પર ઊગતા ગુલાબના પુષ્પ જેવું છે. એક પુષ્પ અને પચાસ કાંટા ! એક સજ્જન અને સો દુર્જનો ! એક ડાહ્યો અને સો ગાંડાઓ! કરી શું શકશો આ યુગમાં ?
.
. !
‘નાની ઉંમરે ધર્મ ન કરવો જોઈએ' આવો બકવાસ કરનારાઓને એટલું જ પૂછવાનું મન થાય છે કે ‘કમ સે કમ મોટી ઉંમરે તો પાપો ન જ કરવા જોઈએ, મોટી ઉંમરે તો પાપો છોડી દેવા જ જોઈએ’ એ બાબતમાં તમે સંમત ખરા ? બુઢાપામાં ય હૉટલોમાં જનારા, બાલ્યવયમાં તપ ન કરાય એવા લવારાઓ કેમ કરતા હશે ? સમજાતું નથી.