________________
63
બુદ્ધિ તમે ગમે તેટલી વિકસિત કરો. એની સીમા છે. ક્યાંક તો તમારે અટકવું જ પડશે અને લાગણીને તમે વિસ્તરિત કરો. એની કોઈ સીમા જ નથી. એ સ્વથી સ્વજન સુધી, સ્વજનથી સજ્જન સુધી, સજ્જનથી દુર્જન સુધી અને દુર્જનથી સર્વજન સુધી પણ વિકસિત થવા તૈયાર છે.
પણ, દુ:ખદ આશ્ચર્ય એ છે કે સીમિત બુદ્ધિને વિકસિત કરવામાં આપણને જેટલો રસ છે એના લાખમા ભાગનો રસ પણ અસીમ લાગણીને વિકસિત કરવામાં આપણને નથી !
‘હમણાં હમણાં પ્રવચનમાં તમે દેખાતા નથી. વાત શું છે ?'
બજારમાં તેજી જબરદસ્ત છે. જમવાનો સમય નથી' જવાબ મળે છે.
‘હમણાં હમણાં પૂજા કરવાનું તમે છોડી દીધું લાગે છે. વાત શું છે ?’
‘બજારમાં મંદી ભારે છે. ઘરેથી વહેલો
નીકળી જાઉં છું. રાતના ખૂબ મોડો આવું છું' જવાબ મળે છે. ધર્મ કરવાનો ક્યારે ?
૭૩